Only Gujarat

Bollywood

એક સમયે પૈસા માટે રસ્તા પર પર્ફોર્મ કરતાં હતાં નટુકાકા, આજે મુંબઈમાં છે બે-બે ઘર

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક આજે તો ઘેર-ઘેર જાણીતા છે. હાલમાં જ નટુકાકાએ પોતાનો 75મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આજે તો નટુકાકાને ગ્લેમર વર્લ્ડમાં 55 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે. એક સમય હતો કે નટુકાકાને ત્રણ રૂપિયા મળતા હતાં. નટુકાકાના આ ઘરની તસવીરો મુંબઈ સ્થિત મલાડ ઘરની છે. આ ઘર 2BHK છે.


ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યૂમાં નટુકાકાએ પોતાના સંઘર્ષ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે એક સમયે તેઓ 24 કલાક કામ કરતાં અને બદલામાં તેમને માત્ર ત્રણ રૂપિયા મળતા હતાં. એક સમય હતો કે તેઓ પૈસા માટે રસ્તા પર પર્ફોર્મ કરતાં હતાં.


ઉધાર લાવીને ફી ભરતા હતાંઃ નટુકાકાએ કહ્યું તે સમયે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં બિલકુલ પૈસા નહોતા મળતા. આથી જ તેઓ સંતાનોની ફી ભરવા માટે ઉધાર પૈસા લાવતા હતાં અને ઘરનું ભાડું ભરતા હતાં.


નટુકાકાએ આગળ કહ્યું હતું કે તેમણે આખું જીવન સંઘર્ષમાં પસાર કર્યું હતું પરંતુ તેમને લાગે છે કે ‘તારક મહેતા..’ને કારણે તેમના જીવનમાં શાંતિ આવી છે. હવે તેમણે પૈસા કમાવવાનું શરૂ કર્યું હતું.

નટુકાકાએ વધુમાં કહ્યું હતું કે એક સમયે તેઓ ભાડાના ઘરના પૈસા ભરી શકતા નહોતા અને આજે મુંબઈમાં તેમના બે-બે ઘર છે.

ઉલ્લેખનીય છે કે નટુકાકાએ 200 ગુજરાતી ફિલ્મ્સ સહિત 350 હિંદી સીરિલ્યમાં કામ કર્યું છે. તેમણે ભવાઈ તથા નાટકોમાં પણ કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page