Only Gujarat

Gujarat TOP STORIES

આ Real તસવીર કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની છે, તસવીર જોઈને વિશ્વાસ નહીં કરો એ નક્કી

પ્રશાંત દયાળ, અમદાવાદઃ હાલ ગુજરાતમાં કોરોનનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી છેલ્લા દોઢ મહિનાથી કોરોના સંક્રમિત થયા બાદ કોરોનાને મ્હાત આપવા અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કોરોનાની લડાઈ લડી રહ્યા છે, જોકે છેલ્લા દોઢ મહિનાથી કોરોનાની સારવાર ચાલી રહી છે ત્યાં સુધીના અરસામાં ભરતસિંહ સોલંકીનું શરિર સાવ સુકાઈ ગયું હોય તેવું થઈ ગયું છે. ભરતસિંહ સોલંકીની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ તસવીર સાથે જો તેમની જુની તસવીરને સરખાવવામાં આવે તો તેમને ઓળખવા પણ બહુ મુશ્કેલ બની જાય તેમ છે.

કોરોના સંક્રમણને કારણે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત એટલી હદે લથડી ગઈ છે કે તેમને ઓળખવા પણ મુશ્કેલ છે. ભરતસિંહ સોલંકીની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેમને જોતાં એવું લાગે છે કે, જાણે તેઓ વૃદ્ધ થઈ ગયા હોય. ભરતસિંહે પોતાની મુછો પણ કાઢી નાખી છે.

હાલ ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. જોકે રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ ભરતસિંહ સોલંકી સતત નેતાઓ અને ધારાસભ્યોના સંપર્કમાં હતાં. રાજ્યસભાની ચૂંટણી યોજાઈ તે પહેલાં ભરતસિંહ અંબાજી મંદિરના દર્શને ગયા હતાં.

અંબાજી મંદિરમાં એન્ટર થયા પહેલાં થર્મલ ગમનમાં ભરતસિંહ સોલંકીનું તાપમાન હાય આવ્યું હતું તે દરમિયાન સુરક્ષા કર્મીઓએ તેમને મંદિરમાં અંદર જતાં અટકાવ્યા પણ હતાં જોકે તેમની અવગણના કરીને તેઓ મંદિરમાં જઈ દર્શન કર્યાં હતાં. આ સમગ્ર ઘટના બાદ પણ ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં પણ પહોંચ્યા અને ત્યાર બાદ તેમને શારીરિક તકલીફો પણ શરૂ થઈ ગઈ હતી.

ભરતસિંહ સોલંકીની તબિયત વધારે બગડતાં તેમને વડોદરાની બેંકર હોસ્પિટલમાં સારવા માટે ખસેડવામાં આવ્યા હતાં. વડોદરાની હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર શરૂ કરવામાં આવી જોકે તે સમયે ગુજરાત સીએમ વિજય રૂપાણીએ ભરતસિંહ સોલંકીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, વધુ સારવાર માટે અમદાવાદ આવીની સલાહ આપી હતી.

વડોદરાની હોસ્પિટલમાં ભરતસિંહની તબીયત વધારે લથડતા તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે. હાલ તેમના નજીકના પરિવારજનો અને મિત્રો તેમના માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

You cannot copy content of this page