Only Gujarat

Gujarat

ધ્રુજાવી દેતા અકસ્માતમાં ગુજરાતના ડૉક્ટરનું મોત, માતા-પિતાએ ગુમાવ્યો એકનો એક દીકરો

દાહોદના કતવારા પાસે માર્ગ અકસ્માતમા કઠલા ગામના તબીબનુ મોત નીપજ્યુ છે. ડોક્ટરનું કરુણ મોત થતાં પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું છે. માતા, પિતાએ પોતાનો એકનો એક વહાલસોયો દીકરો અને દાદાએ પોત્ર ગુમાવી દીધો છે. ત્યારે બે બહેનોનો વહાલસોયો ભાઈ પણ હવે તેમની વચ્ચે નથી રહ્યો.

મધ્ય પ્રદેશના ઝાબુઆથી પરત કઠલા તરફ આવતા ઓર્થોપેડિક તબીબે પોતાની કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ જતા ડો રાહુલ લબાનાનુ મોત નીપજ્યુ હતુ. કરુણાંતિકા તો એ છે કે, ડોક્ટર રાહુલભાઇ લબાનાની પત્ની હાલ ગર્ભાવસ્થામાં છે અને લગ્ન જીવનના 3-4 વર્ષો બાદ ડોક્ટર રાહુલભાઇના ઘરે પ્રથમ વખત પારણું બંધાવાનું હતું. જેથી હવે આ બાળક કદી પોતાના પિતાને મળી શકશે નહી.

ડોકટર રાહુલભાઇ લબાનાનું માર્ગ અકસ્માતમાં મોતના સમાચાર મળતાની સાથે ડોક્ટર રાહુલભાઇ લબાનાની પત્ની પણ આઘાતમાં સારી પડ્યા છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, ડોક્ટર રાહુલભાઈ લબાના મધ્યપ્રદેશના ઝાબુઆમાં પોતાનું ઓર્થોપેડીક સર્જનનું દવાખાનું પણ ધરાવે છે. તેમની પત્ની પણ એમ.બી.બી.એસ.ડોક્ટર છે. આ તબીબ ભૂતકાળમાં છોટાઉદેપુરમાં સરકારી ડોક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

ત્યારે માતા-પિતા, દાદા, 2 બહનો અને પત્ની અને તેમના ગર્ભ પળી રહેલા બાળકને મૂકી ડોક્ટર રાહુલભાઇ લબાના છોડી જતા પરિવારજનોમાં આક્રંદ અને ગ્રામજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ડોક્ટર રાહુલ લબાનાના મોતના સમાચાર વાયુવેગે દાહોદ જિલ્લા ડોક્ટર આલમમાં ફેલાતા દાહોદ જિલ્લા ડોક્ટર આલમમાં પણ ચકચાર સાથે સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.

You cannot copy content of this page