Only Gujarat

Gujarat

ગુજરાતના આ ગામમાં મારી આવો એક લટાર, કોઈ ખૂણે નહીં જોવા મળે કચરો કે ધૂળ

અમદાવાદ: ગુજરાતમાં અમુક ગામોઓ તેની ખાસિયતના કારણે નામના મેળવી છે, તેમાં એક ગામ ખાસ છે. આ ગામ એટલે ભાદરણ. આણંદના બોરસદ તાલુકાનું ભાદરણ ગામ બે રીતે જાણીતું છે. એક એનઆરઆઈ અને બીજું ગામની સ્વચ્છતા.

12 હજારની વસ્તીવાળા ભાદરણ ગામની સ્વચ્છતા ઉડેને આંખે વળગે એવી છે. ગામના તમામ માર્ગો પાકા બનાવેલા છે તેમજ સાઈડમાં બ્લોક ફીટ કરવામાં આવ્યા છે. ગામમાં ક્યાંય ઉકરડા કે કચરાંના ઢગલા જોવા મળશે નહીં. આખું ગામ ડસ્ટ ફ્રી છે. તમે ગામના કોઈ પણ ખૂણે જશો તો તમને માટી કે ધૂળ જોવા મળશે નહીં.

ગ્રામ પંચાયત દ્વારા આવકના 50 ટકા રકમ સ્વચ્છતા પાછળ ફાળવવામાં આવે છે. પંચાયતના 25 સફાઈ કર્મચારીઓ રોજ ગામની સફાઈ કરે છે . ગામમાં સ્વચ્છતા માટે 3 હજાર કચરા પેટનું વિતરણ કરાયું છે. તેમજ સ્વચ્છતા જાળવવ માટે આધુનિક ટેક્નોલોજીની મદદ પણ લવામાં આવે છે.

ગામમાં જાહેરમાં કચરો નાખનારા પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલવાનો નિયમ છે, જોકે હજી સુધી કોઈને દંડ થયો નથી, કેમ કે ગામના લોકો સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજે છે. મોદી સરકારના આવ્યા બાદ દેશભરમા સ્વચ્છતાની ઝૂંબેશ શરૂ થઈ હતી, પણ ભાદરણમાં તો વર્ષો અગાઉથી અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ ઉપલબ્ધ હતી.

ભાદરણ ગામના વિકાસમાં પંચાયતની સાથે વિદેશમાં વસતાં ગુજરાતીઓનો મોટો ફાળો છે. ભાદરણના ઘણા લોકો યુએસએ, યુકેમાં સેટલ થયા છે. તેઓ સમયાંતરે વતન આવીને ઋણ ચૂકવવાનું ભૂલતાં નથી.

You cannot copy content of this page