Only Gujarat

Gujarat

ભિખારી બનીને આ ગુજરાતી ઉત્તર પ્રદેશમાં ફરતો હતો, સચ્ચાઈ જાણીને થશે આંખો પહોળી

યૂપીના એટામાં એક ભિખારીના વેશમાં એક વ્યક્તિ ઘણાં દિવસોથી આમ-તેમ ફરી રહ્યો હતો. તે કોણ છે અને ક્યાંથી આવ્યો છે તેના વિશે કોઈને ખબર જ નહોતી, પરંતુ વાસ્તવમાં આ માણસ ભિખારી નહીં પણ પૈસાદાર હતો. આ માણસની વાસ્તવિકતા જ્યારે લોકોને ખબર પડી તો બધા જ સ્તબ્ધ થઈ ગયા. તેની આ હાલત જોઈને કોઈને વિશ્વાસ ન થયો.


વાસ્તવમાં જે વ્યક્તિ ભિખારી બની ગયો છે, તે ગુજરાત પ્રાંતનો રહેવાસી છે. તે નવસારી જિલ્લામાં બેંક મેનેજરના પદ પરથી નિવૃત્ત થયા છે. તે બેંકમાં જનરલ મેનેજર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ભિખારી બનેલો આ માણસ અવારનવાર રોડવેઝના બસ સ્ટેન્ડ પાસે ચાલતો જોવા મળતો હતો. આ દરમિયાન કોઇએ તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો. રવિવારના રોજ જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોને ભિખારીની વાસ્તવિકતાની જાણકારી મળી.


શહેરથી 1300 કિમી દૂર ગુજરાત નવસારી જિલ્લાના ચીખલી પ્રાંતના પોલીસ સ્ટેશનના રાણવેરી ગામના રહેવાસી દિનેશ કુમાર ઉર્ફે દિનુ ભાઈ પટેલ એપ્રિલ મહિનાથી લાપતા છે. જેમની ગુમ થયેલી વ્યક્તિ તરીકેની અરજી પોલીસ સ્ટેશન ચીખલી ખાતે નોંધાયેલી છે. ગુજરાતથી એ અહીં કેવી રીતે પહોંચ્યો, તે પણ નથી જાણતો. માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા દિનેશ કુમારની કહાની ખૂબ જ ચોંકાવનારી છે. તેમના વિશે માહિતી મળતાં જ કોતવાલી નગર પોલીસસ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.


આ માહિતી મળતાં જ પોલીસે ગુજરાતના નવસારી જિલ્લાના રણબેરી ગામમાં તેમના પરિવારજનોને જાણ કરી હતી. દિનેશ પટેલ વિશે માહિતી મળતાં ગુજરાતનાં પરિવારનાં લોકો તેને લેવા માટે રવાના થયા. વાસ્તવમાં વર્ષ 2009માં તે બેંક મેનેજરથી લઈને જનરલ મેનેજર સુધીની પદવી સંભાળીને રિટાયર થયા હતા. આ વૃદ્ધ માણસ વિશે કોઈ જાણતું ન હતું.

You cannot copy content of this page