Only Gujarat

FEATURED International

4 દિવસમાં જ આ દવાથી સ્વસ્થ થઈ જશે કોરોનાના દર્દીઓ, આ નાનકડા પાડોશી દેશે કર્યો મોટો દાવો

ઢાકા: કોરોના વાઈરસ મહામારી વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે કે બાંગ્લાદેશના ડૉક્ટર્સની ટીમે દાવો કર્યો છે કે તેમણે કોરોના વાઈરસની દવા શોધી લીધી છે. તેમનો દાવો છે કે, આ દવાના કારણે 3 દિવસમાં જ દર્દીમાંથી લક્ષ્ણો ગાયબ થઈ ગયા અને 4 દિવસમાં દર્દી સંપૂર્ણ સ્વસ્થ જોવા મળ્યા.

60 દર્દીઓને આપવામાં આવી આ દવા
ડૉક્ટર્સની ટીમમાં સામેલ બાંગ્લાદેશ મેડિકલ કોલેજના મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉક્ટર મોહમ્મદ તારેક આલમે કહ્યું કે, 60 દર્દીઓ પર આ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો અને તમામ સ્વસ્થ થઈ ગયા. ડૉક્ટર્સે તેમની પર 2 દવાઓના મિશ્રણનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ દવા છે antiprotozoal તરીકે આપવામાં આવતી દવા અને બીજી Ivermectin હતી. આ દવાના સિંગલ ડોઝની સાથે એન્ટિબાયોટિક દવા Doxycycline આપવામાં આવી. આ બંને દવાઓની દર્દી પર સારી અસર જોવા મળી.


દવાથી કોઈ સાઈડ ઈફેક્ટ નથી થઈ

ડૉક્ટર્સે દાવો કર્યો કે દવાની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. ડૉક્ટર તારેક આલમે કહ્યું કે, કોરોનાના દર્દીઓને શ્વાસ લેવામાં સમસ્યા થતી હતી. પહેલા દર્દીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને તેઓ પોઝિટિવ આવ્યા બાદ જ તેમને આ દવા આપવામાં આવી હતી. 4 દિવસમાં દર્દીઓ સ્વસ્થ થયા હતા. ડૉ. તારેક આ દવા મામલે 100 ટકા આશાવાદી છે અને તેમણે સરકારી અધિકારીઓ સાથે દવા અંગે વાત કરી છે. જેથી તેને ઈન્ટરનેશનલ લેવલે શેર કરી વિશ્વમાંથી કોરોનોનો અંત કરી શકાય. ડૉ. આલમે કહ્યું કે, તેમની ટીમ રિસર્ચ પેપર તૈયાર કરી રહી છે જે ઈન્ટરનેશનલ જર્નલમાં પબ્લિશ થશે. જે પછી બાંગ્લાદેશના ડૉક્ટરના રિસર્ચને સમગ્ર વિશ્વના ડૉક્ટર રિવ્યૂ કરી શકશે.


ઘણા દેશો વેક્સિન બનાવવા પર કામ કરી રહ્યાં છે
કોરોનોનો અંત કરવા માટે સમગ્ર વિશ્વમાં કામ થઈ રહ્યું છે. ઘણા દેશ તેની વેક્સિન તૈયાર કરવામાં લાગેલા છે. ઈટાલી, ઈઝરાયલ, બ્રિટન, અમેરિકા, ચીન સહિતના દેશો વેક્સિન પર કામ કરી રહ્યાં છે. વિશ્વમાં એક સાથે ઘણી વેક્સિન પર કામ થઈ રહ્યું છે. ઈટાલી અને ઈઝરાયલે તો દાવો કર્યો કે તેમણે એન્ટીબૉડી તૈયાર કરવામાં સફળતા મેળવી છે. જોકે એન્ટીબૉડી તૈયાર કર્યા બાદ પણ વેક્સિનને સફળ ઠેરવવા માટે ઘણી ટ્રાયલ અને ટેસ્ટ કરવા પડશે. ખાસ કરીને વેક્સિનને સુરક્ષિત જાહેર કરવા માટે તપાસ થાય છે. તે પછી જ તેના ઉપયોગને મંજૂરી અપાય છે. વેકસિન માટે અમેરિકા-બ્રિટન સપ્ટેમ્બર સુધીના વાત કરે છે, ઘણા તેમાં 1 વર્ષ લાગશે તેમ પણ જણાવી રહ્યાં છે.

તાજેતરમાં એક અમેરિકન કંપની Sorrento Therapeuticsએ દાવો કર્યો હતો કે તેણે STI-1499 નામની એન્ટીબૉડી તૈયાર કરી છે. આ એન્ટીબૉડી કોરોના સંક્રમણને શરીરના કોષમાં ફેલાતો અટકાવે છે. સોરેન્ટો ન્યૂયોર્કની માઉન્ડ સિનઈ સ્કૂલ ઓફ મેડિસિન સાથે મળીને એન્ટીબૉડી પર કામ કરે છે. જો વેક્સિન સફળ રહે તો તેના કૉકટેલ બનાવવાની પણ યોજના છે. અમેરિકન કંપની મર્ડોનાની વેક્સિન ટ્રાયલ સફળ રહી હોવાનું પણ સામે આવ્યું છે.

બીજી તરફ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પણ વેક્સિન તૈયાર કરી રહી છે. ઓક્સફોર્ડ યુનિ.ની ટીમ આત્મવિશ્વાસથી એટલી ભરપૂર છે કે તેમણે ક્લિનિકલ ટ્રાયલ પહેલા જ તેનું ઉત્પાદન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ટીમને આશા છે કે સપ્ટેમ્બર સુધીમાં કે વર્ષના અંત સુધીમાં વેક્સિનના એક મિલિયન ડોઝ તૈયાર થઈ જશે. પરંતુ ટ્રાયલ નિષ્ફળ રહેશે તો આ ઉત્પાદન બેકાર થઈ જશે. પ્રોફેસર એડ્રિયન હિલે કહ્યું કે, ઓક્સફોર્ડ ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે, તેઓ સપ્ટેમ્બર સુધી રાહ નથી જોવા માગતા જ્યારે ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થશે. આ અગાઉ ઓક્સફોર્ડ યુનિ.ની વેક્સીનોલોજી ડિપાર્ટમેન્ટની પ્રોફેસર સારા ગિલ્બર્ટે કહ્યું હતું કે, વેક્સિનના 12 ટ્રાયલ થઈ ચૂક્યા છે, આ વેક્સિનના એક ડોઝથી જ ઈમ્યુન મામલે ઘણા સારા પરિણામ મળ્યા હતા.

You cannot copy content of this page