પીઢ અભિનેત્રી હેમા માલિની સાથે અડધી રાતે જે થતું તે જાણી તમારાં રૂવાડાં ઉભા થઈ જશે

પીઢ અભિનેત્રી હેમા માલિનીએ પોતાના યુગમાં બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. પરંતુ અહીં અમે તમને તેમની પ્રોફેશનલ નહીં પણ તેમના અંગત જીવનની એક રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છીએ.

હેમા માલિની ભલે એક્ટિંગથી દૂર હોય પરંતુ ચાહકો હજુ પણ તેમના પર ઘણો પ્રેમ વરસાવે છે. અભિનેત્રીની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘સપનો કા સૌદાગર’થી થઈ હતી. જેના માટે તેને ચેન્નઈ છોડીને મુંબઈ આવવું પડ્યું હતું. આ દરમિયાન હેમા સાથે આવી વિચિત્ર ઘટના બની. જેને સાંભળીને તમારા રૂવાડાં ઉભા થઈ જશે.

આ ઘટનાનો ખુલાસો હેમા માલિનીએ વર્ષ 2018માં એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. હકીકતમાં તે સમયે હેમા માલિની મુંબઈના બાંદ્રા સ્થિત માનવેન્દ્ર એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતી હતી. પરંતુ જ્યારે તે ત્યાંથી બંગલામાં શિફ્ટ થઈ ત્યારે તેને તેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

હેમા માલિનીએ કહ્યું હતું કે, “અમે પહેલા જે ઘરમાં રહેતા હતા તે ખૂબ નાનું હતું. તેનો ઉપયોગ ઘણીવાર ભાનુ અથૈયા દ્વારા ડ્રેસ ટ્રાયલ માટે કરવામાં આવતો હતો. તેથી અમે જુહુમાં એક બંગલામાં રહેવા ગયા. પણ ત્યારે અમને ખબર નહોતી કે બંગલો ભૂતિયા છે.

હેમાએ કહ્યું, “તે બંગલામાં દરરોજ રાત્રે મને લાગતું હતું કે કોઈ મારું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આ વાતથી પરેશાન થઈને હું મારી માતા સાથે સૂવા લાગી પરંતુ મારી સાથે આ વસ્તુઓ થવાનું બંધ ન થયું.

હેમાએ જણાવ્યું કે તે ઘરમાં દરરોજ રાત્રે આ વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. તેથી અમે ફરીથી તે ઘર છોડીને ફ્લેટ ખરીદવાનું વિચાર્યું અને થોડા દિવસોમાં અમે નવા મકાનમાં શિફ્ટ થયા. એ ઘર છોડ્યા પછી હું શાંતિથી સૂઈ શકી હતી.

વર્ષ 1980માં હેમાએ ચાર બાળકોના પિતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા.