Only Gujarat

Gujarat

સુરતના આ બિઝનેસમેન કરોડો રૂપિયાનો વૈભવ એક ઝાટકે છોડ્યો, લક્ઝુરિયસ કારમાં દીક્ષા મુહૂર્ત લેવા નીકળ્યા

પુત્ર અને પુત્રીએ દીક્ષા લીધા બાદ હવે સુરતમાં રહેતા હીરાના વેપારી અને તેમના ધર્મપત્ની પણ દીક્ષા લેવા જઈ રહ્યા છે. હીરા વેપારી પત્ની સાથે જગુઆર કાર લઈને દીક્ષા મુહૂર્તની તારીખ લેવા પહોચ્યા હતા. 5 વર્ષ અગાઉ તેમનો પુત્ર ભવ્ય શાહ ફરારી કારમાં મૂહર્ત લેવા પહોચ્યો હતો, જયારે હવે માતા-પિતા જેગુઆર કારમાં પહોંચી મહારાજ સાહેબ પાસે મૂહર્ત માંગ્યું હતું.

સુરતમાં રહેતા દીપેશ શાહ (51) હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ હવે પત્ની સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે. જગુઆર જેવી લકઝૂરિયસ કારમાં બેસી ઉમરા જૈન સંઘમાં દીક્ષા મુહૂર્તની તારીખ લેવા માટે પહોંચ્યા હતા.

વેપારી દીપેશ શાહનો પરિવાર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. આજ દિન સુધી તેઓ વૈભવી જીવન જીવતા આવ્યા છે, પરંતુ હવે તેઓ પોતાની પત્ની સાથે સંયમના માર્ગે ચાલવા દીક્ષા ગ્રહણ કરશે. તેઓ દીક્ષા લેશે, જ્યારે મોટો પુત્ર તેમનો વેપાર સંભાળશે.

10 વર્ષ પહેલા પુત્રી પ્રિયાંશીએ 12 વર્ષની વયે દીક્ષા લીધી હતી. જેઓ સા.પરાર્થરેખાશ્રીજી મ.સા. બન્યા, જયારે 5 વર્ષ અગાઉ તેમનો પુત્ર ભવ્ય શાહ પણ દીક્ષા લઈ ચૂક્યો છે. જ્યારે ભવ્ય દીક્ષા લેવા માટે નીકળ્યો હતો, ત્યારે તે ફરારી કારમાં સવાર હતો. તેઓ હવે મુની ભાગ્યરતન વિજયજી મ.સા. બન્યા હતા. પુત્રી અને પુત્ર બાદ હવે હીરા વેપારી દીપેશ શાહ અને તેઓના પત્ની પણ સંયમના માર્ગે ચાલવા દીક્ષા ગ્રહણ કરશે. પૂ. દીક્ષા દાનેશ્વરી આ ગુણરતનસૂરીજીના આજીવન ચરણોપાસક ગુરુદેવ રશિમરતનસૂરીજીની નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન પ્રથમ મુહ્રોત્સવનો કાર્યક્રમ યોજાશે.

દીપેશ શાહે જણાવ્યું કે, હું હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છું. મારી દીકરીએ 10 વર્ષ પહેલા દીક્ષા લીધી હતી અને પુત્રએ 5 વર્ષ અગાઉ દીક્ષા લીધી છે. હવે હું અને મારી પત્ની પણ આ સંયમના માર્ગ પર આવી રહ્યા છે. દીક્ષા માટે મુહુર્ત પણ નીકળવાનું છે.

વર્ષોથી આપણે બધા સુખ માટે દોડી રહ્યા છીએ. અમે પણ આના માટે પણ દોડી રહ્યા હતા. હવે સમજાયું કે, ખરું સુખ તો આપણી અંદર જ છે. એટલે હવે હું અને મારી પત્ની પણ આ માર્ગે જઈ રહ્યા છીએ. જ્યારે દીપેશ શાહની પત્નીએ જણાવ્યું કે, અમારા દીકરા અને દીકરીએ દીક્ષા લીધી છે અને હવે અમે પણ દીક્ષા લેવા જઈ રહ્યા છીએ.

You cannot copy content of this page