Only Gujarat

Bollywood

આ લેવિસ ફાર્મ હાઉસમાં રહે છે જેકી શ્રૉફ, પત્ની આયશાએ શેર કર્યા Photos

મુંબઈ: બૉલીવુડ એક્ટર જેકી શ્રૉફની પત્ની આયશા શ્રૉફ સોશિયલ મીડિા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ ઘણીવાર ફોટો અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહી છે. તે હાલમાં પરિવાર સાથે પોતાના ફાર્મહાઉસ પર સમય વિતાવી રહી છે. જેના સાથે જોડાયેલી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.

આયાશાએ શેર કરેલી તસવીરોમાં તેમનું ફાર્મ હાઉસ જોવા જેવું છે. સાથે જ પોતાની દીકરી કૃષ્ણા શ્રૉફની સાથે પણ પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં બંને મા-દીકરી સેલ્ફી લેતા નજર આવી રહ્યા છે.

આયાશ શ્રૉફના ફોટોમાં નજર આવી રહ્યું છે કે તેમનું ફાર્મ હાઉસ ચારેય તરફથી ખુલ્લા મેદાનો અને પહાડોથી ઘેરાયેલું છે. તો ફાર્મ હાઉસમાં મોટો સ્વિમિંગ પૂલ, રંગબેરંગી ખીલેલા ફૂલ છોડ અને સાથે હર્યાભર્યા વૃક્ષો નજર આવી રહ્યા છે.

ફાર્મ હાઉસની આ તસવીરોએ ચાહકોનું ધ્યાન પણ ખેંચ્યું છે, સાથે જ લોકો આ તસવીરો પર ખૂબ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ તસવીરોમાં ફાર્મ હાઉસનો નજારો જોવા જેવો છે. પોતાના ફાર્મ હાઉસની આ તસવીરોને શેર કરતા આયશા શ્રૉફે લખ્યું કે, “હેપ્પી વાઇબ્સ ફાર્મ ડે”.

આયશા શ્રૉફની આ તસવીરોને જોઈને લાગ્યું હતું કે જાણે તેનો આખો પરિવાર ફાર્મ હાઉસમાં સારો સમય સાથે પસાર કરી રહ્યો છે.

આ સિવાય આયશા શ્રૉફે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી થ્રોબેક તસવીર શેર કરી છે. જેમાં તે પોતાના પતિ અને અભિનેતા જેકી શ્રૉફ સાથે જોવા મળી રહ્યા છે.

આ ફોટોમાં પતિ-પત્નીનો અંદાજ જોવા જેવો છે. આયશા અને જેકી શ્રૉફના આ ફોટા પર બૉલીવુડ સિતારાઓ પણ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. આ ફોટો શેર કરતા તેમણે લખ્યું કે, “જૂના દિવસોમાં પાછા ફર્યા.”

You cannot copy content of this page