આજકાલ લગ્નની સિઝન ફૂલફ્લેજમાં ચાલી રહી છે. રાજસ્થાનમાં પણ આજકાલ વૈભવી લગ્નો થઈ રહ્યાં છે, જેના કારણે રાજસ્થાનમાં બોલીવૂડ સ્ટાર્સ અને સાઉથના સુપર સ્ટાર્સનો જમાવડો જોવા મળે છે. તાજેતરમાં જ સિદ્ધાર્થ-કિયારાનાં અહીં લગ્ન થયાં, જેમાં ભાગ લેવા ઘણા જાણીતા બોલિવૂડ સ્ટાર્સ આવ્યા હતા. તો બીજાં બે વૈભવી લગ્નો પણ રાજસ્થાનમાં યોજાઈ રહ્યાં છે, જેના કારણે જાણે આખુ બોલીવૂડ રાજસ્થાનમાં ભેગુ થયું હોય તેવો માહોલ જોવા મળે છે.
આજે હૉટસ્ટાર એપના પ્રેસિડેન્ટ માધવનના દીકરા ગૌતમ માધવનનાં લગ્નની સંગીત સેરેમની છે. અન્ય લગ્નના અન્ય કેટલાક કાર્યક્રમો પણ આજે જ છે.
આ લગ્નમાં ભાગ લેવા માટે બોલીવૂડ અને ટૉલીવૂડના ઘણા સ્ટાર્સ અહીં હોટેલમાં આવી ચૂક્યા છે. બોલીવૂડ સ્ટાર્સ આમિર ખાન, કરણ જૈહર, સિંગર શંકર મહાદેવન સહિત ઘણા સુપરસ્ટાર્સ અહીં આવી ચૂક્યા છે. તો સાઉથના સુપરસ્ટાર મોહનલાલ પણ આ લગ્ન માટે આવ્યા છે.
એટલું જ નહીં, મોહનલાલ અને આમિર ખાન તો કરણ જૌહર સાથે લગ્નમાં ડાન્સ કરતા પણ જોવા મળ્યા. કરણ જૌહરે સ્ટેજ પરથી ગૌતમ માધવન અને તેમની થનાર પત્નીને લગ્નનાં અભિનંદન આપ્યાં. મહાદેવને મિતવા, દેશી ગર્લ, કજરારે સહિત અનેક ગીતો પર ખૂબ ડાન્સ કર્યો. ઉલ્લેખનિય છે કે, આમિર ખાન ઘાયલ હોવા છતાં આ લગ્ન માટે આવ્યા છે. આ લગ્નની બધી જ સેરેમની માને રામબાગ પેલેસ હોટેલની સાથે-સાથે જય મહલ પેલેસ હોટેલને બુક કરવામાં આવી છે.
આ લગ્ન માટે સાઉથના સુપર સ્ટાર કમલ હસન પણ જયપુર આવી ચૂક્યા છે, તો બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ, તેમનાં પત્ની અને દીકરી પણ એરપોર્ટ પર જોવા મળ્યાં. તેઓ પણ રામબાગ પેલેસ હોટેલ પહોંચ્યા.
આ લગ્ન માટે બોલીવૂડ અને સાઉથના ઘણા સુપરસ્ટાર્સ રાજસ્થાનમાં આવી રહ્યા છે. સાંજ સુધીમાં જયપુર એરપોર્ટ પર મોટી સંખ્યામાં સ્ટાર્સનો જમાવડો જોવા મળશે. આ લગ્નના દરેક સમારંભો અલગ-અલગ થીમ પ્રમાણે આયોજિત કરવામાં આવ્યા છે.
ગુરૂવારે જ્યારે ધામધૂમથી જાન નીકળી ત્યારે અક્ષય કુમાર, કરણ જૌહર સહિત અનેલ ફિલ્મી સ્ટાર્સ તેમાં જોવા મળ્યા. ઉલ્લેખનિય છે કે, ફિલ્મ પ્રોડ્યૂસર કરણ જૌહર બે દિવસ પહેલાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારાનાં કગ્ન માટે જૈસલમેરમાં આવ્યા હતા. બુધવારે સવારે જ તેઓ મુંબઈ જવા માટે નીકળ્યા હતા અને સાંજે માધવનના દીકરાના લગ્ન માટે જયપુર પાછા આવ્યા.
એટલું જ નહીં, રાજસ્થાનમાં બીજાં પણ એક શાહી લગ્ન છે. આ લગ્ન નાગૌરના ખીંવસર કોર્ટમાં આયોજિત છે. આ લગ્ન છે કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની દીકરી શૈરોનનાં. શૈરોનનાં લગ્ન કનાડાઈ મૂળના અર્જુન ભલ્લા સાથે થવાનાં છે. આ પહેલાં ડિસેમ્બર 2021 માં બંનેની ખીંવસર કોર્ટમાં જ સગાઈ કરવામાં આવી હતી. સગાઈ બાદથી જ સૌ આ લગ્નની રાહ જોઈ રહ્યાં હતાં.