Only Gujarat

Gujarat

પત્નીનું તિક્ષ્ણ હથિયારથી માથું વાઢી લીધું, હાથમાં કપાયેલું માથું લઈ આટાંફેરા માર્યા

વાપીમાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. આડાસંબંધના વહેમમાં એક પતિએ તેની પત્નીનું માથું કાપી ધડથી અલગ કરી નાખ્યું હતું. એટલું જ નહીં પતિ પત્નીનું માથું હાલમાં લઈને ફર્યો પણ હતો. આ અંગેની માહિતી મળતાં જ પોલીસે આરોપી પતિને દબોચી લીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ વાપીના ડુંગરી ફળિયા મચ્છી માર્કેટના નાળા પાસે ગુરૂવારે રાત્રિના એક વાગે એક અજાણી સ્ત્રીનું માથુ કપાયેલી હાલતમાં પડ્યા હોવાની માહિતી મળતા ડુંગરા પોલીસ મથકનો સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. મૃતકની ઓળખ સાધનાદેવી તરીકે અને તે તેના પતિ લક્ષ્મીકાંત ઉર્ફે ભોલા મુચકુંદલાલ વિશ્વકર્મા સાથે ડુંગરી ફળિયા હિન્દી સ્કૂલ પાસે રહેતી તી.

પતિ લક્ષ્મીકાંતને પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા હોય પત્નીનું તિક્ષ્ણ છરાથી ગળું કાપી મસ્તકને મચ્છીમાર્કેટના નાળા પાસે ફેકી દઇ પુરાવાનો નાશ કરી ફરાર થઇ ગયો હતો. આરોપી વાપીની એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો. ડુંગરા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી ભાગી ગયેલા હત્યારા આરોપીને ઝડપી પાડ્યો હતો. અને ગુનો નોંધી આગળની તપાસ પોલીસ કરી રહી છે.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આરોપી પતિ પત્નીનું માથું છરાથી કાપી દીધા બાદ મસ્તકને હાથમાં લઇ ઘરથી 400 મીટર સુધી ફર્યો હતો. રાત્રે 1.30 વાગે પત્નીનું માથું કાપી હાથમાં લઇ જનારા પતિને મકાનમાલિકે જોઇ પાડતા તાત્કાલિક ડુંગરા પોલીસને જાણ કરી હતી. જેથી અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. આખરે તે વાપી ટાઉન વિસ્તારથી ઝડપાઇ ગયો હતો.

મુળ યુપીના લક્ષ્મીકાંતના લગ્ન સાધના સાથે 10 વર્ષ પહેલા થયા હતા .અને રોજગારી માટે વાપી આવેલા બંને દંપતી પહેલી નજરે સુખી જાણતા હતા. પાડોશીઓના મતે પતિ લક્ષ્મીકાંત પત્ની સાધના ને ખુબ જ પ્રેમ કરતો હતો. જોકે એક વહેમે તેને હેવાન બનાવી દીધો હતો.

You cannot copy content of this page