Only Gujarat

Gujarat

સ્પામાં થતાં હતા દેહના સોદા, થાઈલેન્ડની 6 હાઈફાઈ યુવતીને ગ્રાહકદીઠ મળતાં આટલા રૂપિયા

સુરતમાં એક હાઈપ્રોફાઈલ કુટણખાણુ ઝડપાયું છે. શહેરના પીપલોદમાં આવેલા વિમલહબ કોમ્પેલક્ષના ધ સાઈન સ્પામાં પોલીસે કૂટણખાનું પકડી પાડ્યું હતું. પોલીસની રેડ દરમિયાન એક ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા હતા. આ સાથે સ્પાના સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્પાની માલિક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસને થાઈલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરવામાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પામાં ગ્રાહકો પાસેથી 3000 રૂપિયા લેવામાં આવતા અને તેમાંથી માત્ર 1000 રૂપિયા યુવતીઓને આપવામાં આવતા હતા.

પ્રાપ્ત વિગત મુદબ પોલીસને બાતમી મળી હતી કે, પીપલોદમાં આવેલા વિમલહબ કોમ્પેલક્ષના ધ સાઈન સ્પાની માલિક જ્યોતી સુંદરલાલ દાસે સ્પા સંચાલક રાખી સ્પા અને મસાજ માટે કુલ 6 થાઇલેન્ડ દેશની યુવતીઓ રાખી સ્પાના આડમાં દેહ વેપારનો વેપાર ધંધો કરાવતી હતી. થાઈલેન્ડની યુવતીઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે દેહવેપારનો ધંધો કરાવી કમિશન મેળવી તેમજ આ કામ માટે સંચાલક તરીકે યોગેશ રાણાભાઇ ડાંગરને નોકરીએ રાખ્યો હતો.

જેના આધારે પોલીસે એક બોગસ ગ્રાહક મોકલી વોચ ગોઠવી હતી. દરમિયાન ગ્રાહકે ઈશારો કરતા પોલીસ રેડ કરી હતી. જેમાં સ્પામાં ચાર જેટલી કેબિનો મળી આવી હતી. એક કેબિનમાં બોગસ ગ્રાહક અને એખ યુવતી મળ્યા હતા. અન્ય એક કેબિનમાં ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય એક કેબિનમાં ત્ચાર યુવતીઓ મળી આવી હતી.

યુવતીઓની પૂછપરછ કરતા તમામ થાઈલેન્ડની હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ગ્રાહક અને સ્પાનો સંચાલક યોગેશ રાણાભાઇ ડાંગરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સ્પાની માલિક જ્યોતી સુંદરલાલ દાસને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.

સ્પાના સંચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સ્પાની માલિક જ્યોતિ અને યોગેશ મસાજ કરાવવા બહારથી ગ્રાહકો આવે તેને શરીરસુખ માટે 3000 રૂપિયા વસૂલતા હતા. આ રૂપિયામાંથી યુવતીઓને 1000 રૂપિયા આપવામાં આવતા હતા. પોલીસે સ્પામાંથી થાઈલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરાવી હતી.

આ દરોડોમાં પોલીસે સ્પામાંથી કુલ મોબાઇલ નંગ-4 જેની કુલ કિંમત રૂપિયા 58000, કુલ રોકડા રૂપિયા 13600, નાના મોટા ચોપડા નંગ-03 અને નાની ડાયરી નંગ-01 મળી કુલ્લે રૂપિયા 71600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્પામાંથી મળી આવેલ 06 થાઇલેન્ડ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. સ્પાની માલિક જ્યોતી સુંદરલાલ દાસ હાજર મળી આવેલ ન હોય તેણીને વોન્ટેડ જાહેર કરી છે.

You cannot copy content of this page