Only Gujarat

Gujarat

વધુ સ્પીડમાં રનિંગ કરવાની પ્રેક્ટિસમાં યુવાનનો જીવ ગયો, પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો

રાજકોટમાં એક દુ:ખદ બનાવમાં આશાસ્પદ યુવાનનું કરુણ મોત નિપજ્યું છે. અહીંના રેસકોર્સ ગ્રાઉન્ડ પર PSI બનવા ફિઝિકલ પ્રેકટિક્સ કરતા 24 વર્ષીય ભાવેશ મકવાણાનું રનિંગ દરમિયાન હૃદય બેસી જતા ઘટના સ્થળે જ મોત થયું છે. PSIની ભરતીમાં 25 મિનિટમાં 5 કિ.મી.માં દોડ પુરી કરવા માટે ભાવેશ તૈયારી કરતો હતો પરંતુ PSI બને તે પહેલા જ તેને કાળ ભરખી ગયો હતો. મૃતકના પરિવારને આ બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું.

મુળ દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ગોપાલપરા વિસ્તારમાં રહેતો ભાવેશ છેલ્લા કેટલાક મહિનાથી પોપટપરા-10 માં રહેતા મોટા ભાઈ જેશાભાઈ સાથે રહી પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતો હતો. વહેલી સવારે છ વાગ્યાની આસપાસ તે રેસકોર્સના લવ ગાર્ડન સ્થિત રનીંગ ટ્રેક પર એકાદ કલાક દોડતો હતો.

આ નિત્યક્રમ મુજબ આજે પણ સવારે છએક વાગ્યે લવ ગાર્ડન પહોંચી તેણે દોડ શરૂ કરી હતી. તેની સાથે દોડતા યુવકોના જણાવ્યા પ્રમાણે ભાવેશે આજે લગભગ પાંચેક મીનીટ દોડ લગાવી હતી. ત્યારબાદ અચાનક નજીકનું ઝાડ પકડી ઉભો રહી ગયો હતો. તત્કાળ નીચે પટકાઈ જતા આસપાસ રનીંગ કરતા લોકો તેની પાસે દોડી ગયા હતા. બાદમાં તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મિત્રોના મતે ભાવેશ દરરોજ ફિઝિકલ પ્રેકટિક્સ કરવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ પર જતો હતો. અને ઓછી મિનિટોમાં વધુ રાઉન્ડ પુર્ણ કરવા માટે ભાવેશ વધુ સ્પીડમાં રનિંગ કરતો હતો. આ દુઃખદ ઘટનાની જાણ થતા પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને કલ્પાંત ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

નોંધનીય છે કે આજથી 2 વર્ષે પૂર્વે આ જ રીતે જૂનાગઢમાં બિલખા રોડ પર આવેલી રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે PSIની તાલીમ લઇ રહેલ મૂળ નડીયાદનાં વતની એવા યુવાનનું પણ મહાનગર પાલિકા સંચાલીત સ્વીમીંગ પૂલમાં તરવાની તાલીમ દરમ્યાન ડૂબી જવાથી મોત થયું હતું.

You cannot copy content of this page