Only Gujarat

International

દુનિયામાં સૌથી ભરોસાપાત્ર જે વેક્સિનની રાહ જોવાઈ રહી છે તેનું ટ્રાયલ કેમ રોકવામાં આવ્યું?

કોરોના વાયરસ દુનિયા પર ઘેરાયેલું એવું સંકટ છે, જેનો કોઇ તોડ નથી મળી રહ્યો. દુનિયાના દેશો તેની વેક્સિન શોધવામાં લાગી ગયા છે. તો બીજી તરફ આ વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે પણ અનેક પ્રકારની સાવધાની રાખવામાં આવી રહી છે. સંક્રમણને અટકાવવા માટે કોવિડ-19ની ગાઇડ લાઇન તૈયાર કરવામાં આવી રહી છે. તેનું ચુ્સ્તપણે પાલન થાય તે માટે પણ અને વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. કોરોનાની કોઇ પ્રોપર દવા ન હોવાથી વેક્સિન જ તેમનો યોગ્ય ઉપાય છે. જો કે આ વેક્સિન ટ્રાયલને પણ મોટો ઝટકો લાગ્યો છે. ઓક્સફોર્ડનું વેક્સિન ટ્રાયલ રોકી દેવાની ફરજ પડી છે.

ઓક્સફોર્ડ વેક્સિનનું ટ્રાયલ રોકવાથી વેક્સિનની આશા પર પણ હાલ ગ્રહણ લાગી ગયું છે. ટ્રાયલ દરમિયાન કેટલાક લોકોને કેટલીક તકલીફ થતાં તેનું ટ્રાયલ રોકી દેવાયું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા સંયુકત રીતે કોરોનાની વેક્સિન બનાવી રહ્યાં છે.

એસ્ટ્રાજેનેકાની તરફથી નિવેદન જાહેર થયું છે કે, ટ્રાયલમાં સામેલ યૂકેની એક મહિલાની પીઠના ભાગમાં ખૂબ સોજો આવી ગયો. જો કે આવું ખૂબ જ ઓછા કેસમાં જોવા મળે છે. આ કારણે કંપની તરફથી ટ્રાયલ રોકવાનો નિર્ણય લેવાયો છે. એસ્ટ્રાજેનેકાના ચીફ એક્ઝક્યૂટિવે એક કોન્ફરન્સમાં જણાવ્યું કે, મહિલાની હાલત હાલ સુધારા પર છે અને તેમને બહુ જલ્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી જશે.

એસ્ટ્રાજેનેકા ના પ્રવક્તાએ જણાવ્યું કે, આ એક રૂટીન એક્શન છે. જે કોઇ પણ ટ્રાયલમાં અસ્પષ્ટ બીમારી હોવાના કારણે તેમની તપાસ કરતા સામે આવે છે. જો કે અમે વિશ્વાસ અપાવીએ છીએ કે ટ્રાયલ ખૂબ જ ઇમાનદારીથી કરવામાં આવશે. પ્રવક્તાએ એવું પણ જણાવ્યું, કે, ઝડપથી સમીક્ષા કરવા માટે ટાઇમ લાઇન પર સંભવિત પ્રભાવને ઓછો કરવા માટે પ્રયાસ કરવામાં આવશે.

વેકિસનની વિકાસ પ્રક્રિયા સાથે જોડાયેલા શખ્સે જણાવ્યું કે, સંશોધકોએ જણાવ્યું છે કે, હાલ સાવધાનીના ભાગ રૂપે વેક્સિનનું ટ્રાયલ રોકી દેવાયું છે. એક અન્ય વ્યક્તિએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે, આ ઘટનાની એસ્ટ્રેજેનેકાની તમામ વેક્સિન ટ્રાયલ પર અસર પડી છે. આ સાથે અન્ય વેક્સિન નિર્માતા દ્વારા કરવામાં આવી રહેલા ક્લિનિકલ ટ્રાયલ પર પણ આ ઘટનાની અસર થઇ છે.

ટ્રાયલ રોકવામાં આવ્યું તેના એક દિવસ પહેલા જ એસ્ટ્રોજેનેકા અને 8 અન્ય દવા કંપનીઓએ જણાવ્યું હતું કે., તેમની વેક્સિન વૈજ્ઞાનિક અને નૈતિક ધોરણ પર બનાવવામાં આવી રહી છે. ઓક્સફોર્ડ વેક્સિનના ટ્રાયલ ફરીથી શરૂ કરવા માટે હજું સુધી કંપની તરફથી કોઇ નિવેદન નથી આવ્ચું. તો બીજી તરફ ફાઇનાશ્યિલ ટાઇમ્સની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એસ્ટ્રાજેનેકા આવતા અઠવાડ઼િયે ફરીથી પ્રયોગાત્મક વેક્સિનના ટ્રાયલની શરૂઆત કરશે

ઓક્સફોર્ડ વેક્સિનના ટ્રાયલમાં દર્દીને રિએકશન આવતા દુનિયાભરમાં ચાલી રહેલું વેક્સિનનું કામ રોકી દેવામાં આવ્યું છે. ભારતમાં પણ હાલ ટ્રાયલ રોકી દેવાયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ વેક્સિન મુદ્દે એક નિવેદન જાહેર કર્યું છે. WHOએ જણાવ્યું કે, કોઇ પણ પરિસ્થિતિમાં વેક્સિનની સુરક્ષા મુદ્દે બાંધછોડ ન થવી જોઇએ. WHOના મુખ્ય વૈજ્ઞાનિક સ્વામીનાથને રોઇટર્સ સાથે વાત કરતા જણાવ્યું કે, કોવિડ-19ની પહેલી અને સૌથી જરૂરી પ્રાથમિકતા તેમની સુરક્ષા હોવી જોઇએ. તેમણે જણાવ્યું કે, આપણે વેક્સિનને ઝડપથી લાવવાની વાતો કરીએ છીએ પરંતુ તેનો અર્થ એવો નથી કે તેની સુરક્ષાના મુદ્દે કોઇ બાંધછોડ કરવામાં આવે.

 

You cannot copy content of this page