Only Gujarat

International

બિસ્કીટમાં ઝેરી ભેળવી કૂતરાને મારવા માટે મૂક્યા, 2 વર્ષની લાડલીએ ખાઈ લીધા

બે વર્ષની માસૂમ બાળકીની સાથે એક દુખદ ઘટના બની હતી. તે રમતા-રમતા પોતાના ઘરની બહાર નીકળી ગઈ હતી. જ્યાં તેની નજર રસ્તા પર પડેલા બિસ્કીટ પર પડી હતી. એવામાં માસૂમે તે બિસ્કીટ ઉઠાવીને ખાવા લાગી હતી. પરંતુ બિસ્કીટ ખાદ્યા બાદ અચાનક તેની તબિયત બગડી હતી. તે માસૂમ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.


બાળકીની તબિયત જોઈને પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ડોક્ટરોએ પરિવારજનોને જે કહ્યું, તે સાંભળીને પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ડોક્ટર્સે કહ્યું કે, બાળકીએ જે બિસ્કીટ ખાદ્યું હતું તેમાં ઝેરી પદાર્થ મળ્યું હતું. ડોક્ટરોએ બાળકીને બચાવવા માટે બહુ જ કોશિશ કરી પરંતુ ઝેર તેના આખા શરીરમાં ફેલાઈ ગયું હતું. એવામાં નાનકડી બાળકીએ જોત જોતમાં દમ તોડ્યો હતો.


આ સમગ્ર ઘટના 3 ફેબ્રુઆરીની હોવાનું સામે આવી રહ્યું છે. બાળકીનું નામ હેઈડી વેલેરિયા હતું. તે બે વર્ષની હતી અને મેક્સિકન રાજ્ય જલિસ્કોના ટોટોટલાન નગર પાલિકામાં રહેતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, રસ્તા પર ઝેરવાળું બિસ્કીટને કુતરા માટે રાખવામાં આવ્યું હતું. પરંતુ બાળકીએ તેને ભૂલમાં ખાઈ લીધું હતું.


મહાસચિવ એપિગ્મેનિયો કેરિલોના જણાવ્યા પ્રમાણે, આ ઘટનાની સરકારે પૃષ્ટિ હોવાનું હજુ બાકી છે. જોકે સમગ્ર ઘટનાની હાલ તપાસ કરવામાં આવી રહી છે. કેરિલોએ એ પણ જણાવ્યું હતું કે, વધુ એક 6 વર્ષની સ્થાનિક બાળકીને પણ ઝેરી પદાર્થના નશામાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. પરંતુ હજુ એ ક્લિયર થયું નથી કે આ બાળકીનો સંબંધ પણ મૃતક બાળકી સાથે છે કે નથી.


આ ઘટના બાદ લોકોનું સોશિયલ મીડિયા પર આક્રોશ જોવા મળી રહ્યો હતો. એક્ટિવિસ્ટ અને આર્ટુરો ઈસ્લામ એલેન્ડે કહ્યું કે, વેલેરિયા હવે અમારી વચ્ચે રહી નથી. અમે બે વર્ષની માસૂમને ખોઈ દીધી છે. અજાણ્યા લોકોએ ટોટોટલાન, જલિસ્કોમાં ઝેરી કુકીઝ ફેંકી દીધા હતાં. આ લોકોને જેલની હવા ખાવી જોઈએ.


અધિકારીઓ તપાસ ચાલુ છે ત્યાં સુધી પીડિત પરિવારને પોતાનું સમર્થન આપી રહી છે. ટોટોટલાનના સ્થાનિક લોકોનો દાવો છે કે, કોઈએ પરિવારના કુતરાને મારવા માટે ઝેરી બિસ્કીટ રાખ્યું હતું. પરંતુ તે બાળકીએ ખાદ્યું હતું.


આ સમગ્ર ઘટનાથી તમે પણ સીખ લો અને પોતાના બાળકો પર 24 કલાક પર નજર રાખો. તે શું ખાઈ રહ્યા છે અને ક્યાં રમી રહ્યા છે તેનું પૂરેપુરું ધ્યાન રાખો.

You cannot copy content of this page