મુંબઈઃ 61 વર્ષના સંજય દત્ત અત્યારે લંગ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે. તેમને ચોથા સ્ટેજનું કેન્સ છે. તે અત્યારે તેમની સારવાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરાવી રહ્યાં છે. સૂત્રો મુજબ, સંજય દત્ત કોરોનાકાળ પછી વધુ સારવાર માટે અમેરિકા જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, સંજય દત્તની કીમોથેરેપીનું પહેલું સેશન પુરું થઈ ગયું છે. કીમોથેરાપી પછી તેઓ પહેલીવાર ઘરની બહાર જોવા મળ્યાં છે. જોકે, તેમના સામે આવેલાં ફોટો જોઈ લાગે છે કે, સારવારને લીધે તેમનું શરીર પહેલાં કરતાં ઓછું થઈ ગયું છે અને વાળ પણ ખરવાના શરૂ થઈ ગયાં છે. આ ઉપરાંત સંજય દત્તે તેમની ફિલ્મ ‘શમશેરા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે.
સૂત્રો મુજબ, સંજય દત્ત બે દિવસ સુધી શૂટિંગ કરશે. આ શૂટિંગ પુરું કર્યાં પછી જ તે સારવાર માટે પાછા જશે. સંજયના આ મુશ્કેલ સમયમાં પત્ની માન્યતા દત્ત મજબૂતીથી તેમની સાથે ઊભી છએ. માન્યતાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં સંજય દત્ત તેમના ઘરમાં જોવા મળી રહ્યાં છએ. તેમણે ફોટો સાથે કેપ્શન લખ્યું કે, ‘રુક જાના નહીં તૂ કહીં હાર કે… કાંટો પે ચલ કે મિલેંગે સાયે બહાર કે… આપણે આપણી જિંદગીમાં બેસ્ટ દિવસ પાછા લાવવા માટે ખરાબ દિવસો સામે લડવું પડશે. ક્યારેય હારતો નહીં.’
રણબીર કપૂર હેટ પહેરી બાંદ્રામાં જોવા મળ્યાં હતાં.
ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર જોવા મળી હતી.
વરુણ ધવન વાળમાં પોની બનાવી પિંક ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળ્યો.
રાજકુમાર ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે જોવા મળ્યો.
ડિરેક્ટર ડેવિડ ધવન સલૂન બહાર જોવા મળ્યાં.
આલિયા ભટ્ટ બાંદ્રાના ડબિંગ સ્ટૂડિયોની બહાર સ્પોટ થઈ.
ડિરેક્ટર અયાન મુખર્જી બાંદ્રાના ડબિંગ સ્ટૂડિયોની બહાર જોવા મળ્યાં.
પતિ રિતેશ દેશમુખ સાથે જોવા મળી જેનેલિયા ડિસૂજા.
નિમરત કૌર મોર્નિંગવોક પર સ્પોટ થઈ.