Only Gujarat

FEATURED National

પરિવારની વિરુદ્ધ જઈ મુસ્લિમ યુવતીઓએ લગ્ન તો કર્યાં પરંતુ પછી ડર એવો લાગ્યો કે..

પટનાઃ બે મુસ્લિમ પાડોશી છોકરીઓ પહેલા મિત્ર બની. પછી, તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં. બંને એકબીજા સાથે જીવવા-મરવાનાં કોલ આપ્યા હતા અને તેના વિશે કોઈને પણ જાણ ન હતી. એક દિવસ જ્યારે બંને લગ્ન કર્યા બાદ ઘરે પહોંચ્યા, તો ઘરના સભ્યો ચોંકી ગયા હતા. જ્યારે તેમણે સાથે રહેવાનો આગ્રહ કર્યો તો પરિવારે વિરોધ શરૂ કર્યો હતો, ત્યારબાદ બંને હિંદુ કન્યા અને વરરાજાના પોશાકમાં બેતિયાના સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ગે લગ્નની વાત કરીને ઘરનાં લોકોથી બચાવવાની વિનંતી કરી હતી.

બિહારના બેતિયામાં રહેતી હઝરતનો પરિવાર જલંધરમાં રહેતો હતો. પાડોશના બગહાના રામનગરમાં રહેતી નગ્મા ખાતુન પણ ત્યાં રહેતી હતી. દરમિયાન, નગ્માની દોસ્તી તેની પુત્રી ઇસરત સાથે થઈ, જે ધીમે ધીમે એકબીજાના પ્રેમમાં પડી ગયા. આ પછી બંનેએ લગ્ન કર્યા. પરિવારજનોએ બંનેને સમજાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા. પરંતુ, તે બંને જીવવા-મરવા માટે સમંત થયા હતા. જ્યારે, પરિવારનો વિરોધ જોઇને બંને યુવતીઓ, જે પતિ-પત્ની બની હતી, હિંદુ કન્યા અને વરરાજાના પોશાકમાં શહેર પોલીસ મથકે પહોંચી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી.

દુલ્હન બનેલી ઇસરતે સિંદૂર, મંગલસૂત્ર, બંગડી અને ચૂનરી પહેરી હતી. નામ અને તેમના સંબંધો જાણ્યા પછી પોલીસ પણ એક વાર આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોતાને પતિ અને પત્ની ગણાવી બંને યુવતીઓ સુરક્ષાની વિનંતી કરવા લાગ્યા હતાં. તેમણે પોલીસને કહ્યું હતું કે તેમણે ગે મેરેજ કર્યા છે. હવે તેઓ એકબીજા સાથે રહેવા માંગે છે, પરંતુ તેનો પરિવાર આ સંબંધને સ્વીકારવાનો ઇનકાર કરે છે.

પોલીસે કાર્યવાહી કરતા દુલ્હન બનેલી ઇસરતના પરિવારની પૂછપરછ કરી અને તેમણે તેમની પુત્રી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવાની ના પાડી. ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યુવતીને રામનગરમાં તેના પતિ નગ્માના ઘરે મોકલી આપી છે.

શહેર પોલીસ વડા રાકેશકુમાર ભાસ્કરના જણાવ્યા અનુસાર, નગ્મા અને તેની પત્ની ઇસરતને રામનગર સ્થિત તેના ઘરે પોલીસ સુરક્ષા સાથે મોકલવામાં આવ્યા છે. જ્યારે, બેતિયા જેવા નાના શહેરમાં આવી ઘટના જોઇને પોલીસ તેમજ સામાન્ય લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેઓ આ સંબંધને ખોટો ગણાવી રહ્યા છે. એ વાત અલગ છે કે, કોર્ટે આવા સંબંધોને માન્યતા આપી દીધી છે.

You cannot copy content of this page