Only Gujarat

National

તિરુપતિમાં યુગલે એવી એક કિંમતી વસ્તુની ભેટ આપી જે આજ સુધી કોઈએ નથી આપી

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશમાં આવેલા તિરુમલા તિરૂપતિ બાલાજીનું નામ દેશના સૌથી પ્રતિષ્ઠિત તથા અમીર મંદિરમાં આવે છે. આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીને કરોડો રૂપિયાની ચઢાવો ચઢાવ્યો હતો. હૈદરાબાદના શ્રીનિવાસ દંપતીએ 1.8 કરોડ રૂપિયા (હાલમાં ચાર કરોડ રૂપિયા)ના ખર્ચે બનેલી સોનાની તલવાર ભેટમાં આપી હતી.

શ્રીનિવાસ દંપતીએ સોમવાર, 19 જુલાઈના રોજ સવારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ અધિકારીઓને સોનાની તલવાર આપી હતી. રવિવાર, 18 જુલાઈના રોજ કલેક્ટિવ ગેસ્ટ હાઉસમાં મીડિયાની સામે શ્રીનિવાસ દંપતીએ સાડા છ કિલોનું તલવારનું પ્રદર્શન કર્યું હતું. છેલ્લાં એક વર્ષથી દંપતી તલવાર આપવા માગતું હતું, પરંતુ કોરોનાને કારણે તેઓ આવી શક્યા નહોતા.

ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં સોનાની તલવાર આપનાર શ્રીનિવાસે કહ્યું હતું કે છેલ્લાં એક વર્ષથી સોનાની તસવાર ‘સૂર્ય કટારી’ ભેટમાં આપવા માગતા હતા, પરંતુ કોરોનાને કારણે મંદિર બંધ હતું. કહેવાય છે કે ‘સૂર્ય કટારી’ તમિળનાડુના કોઈમ્બતૂરમાં એક્સપર્ટ જ્વેલર્સ પાસે બનાવવામાં આવી હતી. ‘સૂર્ય કટારી’ બનાવવામાં છ મહિનાનો સમય લાગ્યો હતો. સાડા છ કિલોની તલવારની કિંમત તે સમયે 1.8 કરોડ રૂપિયા હતી, પરંતુ અત્યારે તેની કિંમત અંદાજે 4 કરોડ રૂપિયા છે.

આ પહેલાં તમિળનાડુના ટેનીના જાણીતા કપડાંના વેપારી થંગા દોરાઈએ 2018માં તિરુપતિમાં 1,75 કરોડ રૂપિયાની સોનાની તલવાર ભેટમાં આપી હતી. આ તલવાર છ કિલો સોનાની હતી.

આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં આવેલા તિરુમલાના પર્વત પર બનેલું શ્રી વેંકટેશ્વર મંદિર એક પ્રસિદ્ધ હિંદુ તીર્થ સ્થળ છે. અનેક સદીઓ પહેલાં બનેલું આ મંદિર દક્ષિણ ભારતીય વાસ્તુકળા તથા શિલ્પકળાનું અદ્ભૂત ઉદાહરણ છે. કહેવાય છે કે ચોલ, હોયસલ તથા વિજયનગરના રાજાઓનું આર્થિક રીતે આ મંદિર બનાવવામાં ઘણું જ યોગદાન રહેલું હતું.

તિરુપતિ વેંકટેશ્વર મંદિર ભારતનું બીજું સૌથી અમીર મંદિર છે. અહીંયા કરોડો રૂપિયાની ચઢાવો આવે છે. દર વર્ષે લાખો ભક્ત આંધ્રપ્રદેશની તિરુમાલા પર્વત પર આવેલા મંદિરના આશીર્વાદે આવે છે. કોરોનાકાળમાં આ મંદિર બંધ હતું.

 

You cannot copy content of this page