મુંબઈઃ બોલિવૂડ સેલેબ્સ રજા ગાળવા માટે મોટા ભાગે વિદેશ જવાનું પસંદ કરે છે. લંડન ફિલ્મી સિતારોની પસંદગીની જગ્યા છે. દર વર્ષે મોટાભાગના સ્ટાર્સ તેમના પરિવાર સાથે લંડનમાં ફુરસદનો સમય વિતાવવાનું પસંદ કરે છે. શહેરની ખૂબસૂરતી, ફેશન સ્ટેટમેન્ટ, રોયલ અંદાજ આ સ્ટાર્સને આકર્ષતો રહે છે. બોલિવૂડના કેટલાક કલાકારોએ તો લંડનમાં પોતાનું ઘર પણ ખરીદી લીધું છે. તો ચાલો જાણીએ ક્યા ફિલ્મી સ્ટાર્સના ઘર લંડનમાં છે.
શાહરૂખ ખાનનું મુંબઇનું મકાન ‘મન્નત’ વિશે તો સૌ કોઇ જાણે છે પરંતુ તેમણે લંડનમાં પણ એક આલિશાન ઘર ખરીદ્યું છે. સેન્ટ્રેલ લંડનના પાર્ક લેનમાં શાહરૂખ ખાનનું ઘર છે. તે અહીં તેમના પરિવાર સાથે રજા ગાળવા માટે જાય છે.
અજય દેવગણને પણ મોંઘી ગાડી અને લક્ઝરિયસ વસ્તુનો શોખ છે. અજય દેવગણે પણ લંડનમં એક મકાન ખરીદ્યું છે. કાજોલને લંડન ખૂબ જ પસંદ છે. તેમનું સપનું હતું કે તેમનુ એક ઘર લંડનમાં પણ હોય.
સોનમ કપૂર તેમના પતિ આનંદ આહૂજા સાથે લંડનમાં જ રહે છે. સોનમ અને આનંદનું ઘર નોટિંગ હિલમાં છે. લગ્ન પહેલા જ આ કપલે ઘર શોધવાનું શરૂ કરી દીધું હતું. અનિલ કપૂર તેમના પરિવાર સાથે ક્રિસમસની રજા માણવા લંડન સોનમ કપૂરના ઘરે જ ગયા હતા.
જુહુમાં શિલ્પાનો બંગલો ‘કિનારા’ છે.. શિલ્પાનું લંડનમાં પણ એક આલિશાન મકાન છે. જે તેમના પતિ રાજ કુંદ્રાએ તેમને ગિફ્ટમાં આવ્યું છે. શિલ્પા અને રાજની મુલાકાત પણ લંડનમાં જ થઇ હતી.
જૂહી ચાવલાનું પણ એક ખૂબસૂરત ઘર લંડનમાં છે. જૂહીના પતિ જય મહેતા મોટા બિઝનેસ મેન છે. જૂહીના બંને બાળકો જાન્હવી મહેતા અને અર્જુન મહેતા લંડનમાં જ સ્ટડી કરે છે.
કેટરીના કૈફનો જન્મ હોંગકોગમાં થયો હતો. 2011માં કેટરીનાએ લંડનમાં Hampstead areaમાં મોટો બંગલો ખરીદ્યો છે. તે વારંવાર લંડન જતી હોય છે.