Only Gujarat

Bollywood

સુશાંત સહિત અનેક સ્ટાર્સ સાથે જોવા મળ્યો છે આ કથિત ડ્રગ્સ સપ્લાયર, જાણો કોણ છે?

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ દરમિયાન બોલિવૂડમાં ડ્રગ સપ્લાય અંગે મોટો ખુલાસો થઈ શકે છે. કેસની તપાસ કરતા એનસીબીએ મુંબઈના 3 ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. રિયાના ભાઈ શોવિકનું પણ ડ્રગ કનેક્શન સામે આવ્યું છે. આ દરમિયાન સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીના વકીલ અશોકે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે એક મીડિયા ચેનલ સાથે વાત કરતા ઈમ્તિયાઝ ખત્રી ડ્રગ સપ્લાય કરતો હોવાનો દાવો કર્યો હતો.

મુંબઈના બિલ્ડરનો દીકરો છે ઈમ્તિયાઝ ખત્રીઃ વકીલ અશોકે ખુલાસો કર્યો કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા કેસમાં ડ્રગ્સ લિંકનો આરોપ છે. તેમણે ઈમ્તિયાઝ ખત્રીનો ઉલ્લેખ કર્યો, જે એક જાણીતા બિલ્ડરનો દીકરો છે. વકીલે દાવો કર્યો કે ઈમ્તિયાઝ બોલિવૂડ સેલેબ્સ ઉપરાંત રાજકીય નેતાઓ વચ્ચે પણ જાણીતું નામ છે. તે ઘણીવાર સેલેબ્સ અને મોટા નેતાઓ સાથે જોવા મળતો રહ્યો છે.

સુશાંત સાથે પણ હતો ઈમ્તિયાઝઃ સુશાંત સિંહ રાજપૂતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બિલ્ડર ઈમ્તિયાઝ ખત્રી પણ જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 2017નો છે.

શ્રુતિ મોદીની સીબીઆઈએ કરી પૂછપરછઃ સીબીઆઈની ટીમે મંગળવારે ફરીવાર શ્રુતિ મોદીની પૂછપરછ કરી હતી. શ્રુતિએ સીબીઆઈને જણાવ્યું કે, તેને આ કેસ સાથે કંઈ જ લેવા-દેવા નથી. રિયા જ સુશાંતના પૈસા અંગે તમામ નિર્ણય કરતી હતી અને તે જ સુશાંતને દવાઓ પણ આપતી હતી.

You cannot copy content of this page