2021માં કર્ક રાશિના જાતકોની આર્થિક સ્થિતિ રહેશે મજબૂત, મહેનતના પ્રમાણે મળશે પરિણામ

કર્ક રાશિવાળાના જાતકો માટે આ વર્ષ કરિયરની દૃષ્ટિએ સારું પરિણામ લાવશે. કેમ કે વર્ષની શરૂઆતમાં મંગળ ગ્રહ કર્ક રાશિના નોકરિયાત લોકોને તેમના કાર્યસ્થળ પર પદોન્નતિ કરાવશે. બીજી તરફ, સાતમાં ભાવમાં શનિ અને ગુરુની હાજરી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અનુકૂળ પરિણામ આપશે. નાણાકીય જીવન અંગે વાત કરીએ તો, આ વર્ષની શરૂઆત સારી રહેશે. માર્ચથી મે મહિના દરમિયાન તમારી પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થશે. આ સમયે તમને વધુ નાણાકીય લાભ થઈ શકે છે. રમત-ગમત અને એન્ટરટેઇનમેન્ટ સાથે જોડાયેલા લોકો આ વર્ષે વિદેશ પ્રવાસ કરી અને વિદેશમાં યોજાયેલી સ્પર્ધાઓમાં ભાગ લઈ સફળતા હાંસલ કરી શકે છે. લગ્નજીવનમાં જીવનસાથી સાથે કોઈક બાબતે ઝઘડો થઈ શકે છે. આ સમય દરમિયાન, તમારા જીવનસાથી ધર્મ-કર્મના કામમાં વધુ સમય વિતાવશે. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો આ વર્ષ તમારા માટે ખૂબ સારું રહેશે.

કરિયર: આ વર્ષે કર્મના સ્વામી મંગળ ગ્રહ તમારા દસમા ભાવમાં સ્થિત રહેશે. જેના પરિણામે, આ વર્ષે તમને ખૂબ જ પદોન્નતિ મળવાની પ્રબળ સંભાવના છે. જેનાથી તમારી કાર્યક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે. આ સિવાય જે લોકો નોકરીની શોધમાં છે તેઓને પણ સફળતા મળશે, પણ આ વર્ષે સૌથી વધુ લાભ એવા લોકોને થશે જે સરકારી નોકરી કરે છે. આ વર્ષ દરમિયાન શનિ તમારી રાશિના સાતમાં ભાવમાં રહેશે. જે તમારા કરિયર માટે ફાયદાકારક સાબિત થશે. કર્ક રાશિના જાતકો માટે આ વર્ષના શુભ મહિનાઓ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ છે. આ વર્ષે, રસાયણ, શિક્ષણ અને ટેક્નિકલ ક્ષેત્રે બિઝનેસ કરતા લોકોને તેમના કાર્યમાં સફળતા મળશે. જો કે એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન તેમણે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આ સમય દરમિયાન તમારું ભાગ્યમાં મુશ્કેલી આવી શકે છે.

આર્થિક સ્થિતિ:આ વર્ષ કર્ક રાશિના જાતકો માટે સારું રહેશે. કેમ કે આવક અને પારિવારિક જીવનનો સ્વામી સૂર્ય છઠ્ઠા ભાવમાં બુધ સાથે રહેશે. જેનાથી આ સમય તમારા માટે આર્થિક દૃષ્ટિએ ખૂબ મહત્વનો રહેશે. આ વર્ષે તમને ઘણો ફાયદો થશે. આ સિવાય તમારા બિઝનેસમાં પ્રગતિ અને વિકાસ થવાની પણ શક્યતા છે. છઠ્ઠા ભાવને દુશ્મનોનું ઘર પણ કહેવામાં આવે છે. જેથી આ વર્ષે તમારા દુશ્મનો તમારા કામમાં અવરોધો ઊભો કરવાનો પ્રયત્ન કરશે, પણ તમે તમારા શત્રુઓ સામે જીત મેળવી શકશો. પાંચમા ભાવમાં શુક્ર અને અગિયારમા ભાવમાં રાહુની સ્થિતિ જણાવે છે કે, આ વર્ષે તમને ઘણો લાભ થઈ શકે છે. આ સમય દરમિયાન જેની તમે ઘણાં સમયથી રાહ જોઇ રહ્યા હતા તે ક્ષેત્રમાં સફળતા મળશે. આ સિવાય શેર બજારમાં રોકાણ કરવા માટે સમય શુભ રહેશે. જો કે, જાન્યુઆરીથી એપ્રિલ મહિનાનો સમય તમારા માટે થોડો અનુકૂળ રહી શકે છે. તમારી આર્થિક સ્થિતિની યોગ્ય રીતે ધ્યાન રાખવું.

પરિવાર: કર્ક રાશિના જાતકો માટે આ વર્ષની શરૂઆત ખૂબ સારી રહેશે નહીં. આ ઉપરાંત, મકર રાશિના સાતમા ભાવમાં શનિ તમારા ચોથા ભાવમાંને દૃષ્ટિ કરશે. જેને લીધે તમારા પારિવારિક જીવનમાં ખુશીઓનો અભાવ રહેવાની શક્યતા છે. આ સિવાય તમને તમારા પરિવારમાંથી સપોર્ટ મેળવવામાં પણ મુશ્કેલી થઈ શકે છે, જેનાથી તમારા અંગત જીવનમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. 6 એપ્રિલે કુંભ રાશિમાં ગુરુનું ગોચર તમારા માટે પારિવારિક દૃષ્ટિથી સારું સાબિત થશે. આ સમય દરમિયાન તમારા ભાઈઓ ખુશ રહેશે અને તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ જોવા મળશે. આ સમય દરમિયાન તમારા પરિવારમાં કેટલાક નવા સભ્યો જોડાય તેવી શક્યતા છે. આ વર્ષે તમને સારા પરિણામ મળશે. કેમ કે, આ વર્ષે શનિ અને ગુરુ તમારા સાતમા ભાવમાં રહેશે. જેથી લગ્નજીવનમાં તમને સારા પરિણામ મળશે. આ સમયે કપલ વચ્ચે કેટલીક ગેરસમજણ ઊભી પણ થઈ શકે છે. આ વર્ષ દરમિયાન ભાવનાત્મક રીતે નબળા થશો. છતાં તમને સલાહ આપવામાં આવે છે કે જો તમારા બાળકોના વર્તનમાં કોઈ ફેરફાર થાય તો તેમની સાથે કડક વર્તન કરવું નહીં. તમારું સકારાત્મક વલણ બાળકના આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપશે. જે બાળક દરેક કાર્યને વધુ સારી રીતે કામ કરવામાં મદદરૂપ થશે.

રોમાંસ: કર્ક રાશિના જાતકોના પ્રેમ અને સંબંધના ભાવનો મંગળનો શુક્ર અને કેત પાંચમા ભાવમાં દૃષ્ટિ કરશે. જેથી તમારા પ્રેમજીવનમાં મુશ્કેલી આવી શકે છે. જેના પરિણામે પ્રેમીઓ વચ્ચેનો સંબંધ તણાવભર્યો રહેશે. તેમજ કપલ વચ્ચે કેટલીક ગેરસમજણ ઊભી થઈ શકે છે. બીજી તરફ, આ સમય તે લોકો માટે સારો સાબિત થશે જે જીવનસાથીની શોધમાં છે. માર્ચ મહિનાના મધ્યથી પ્રેમીઓના જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે, પણ માર્ચના મધ્યથી એપ્રિલ મહિના સુધીનો સમય તમારી લવલાઇફ માટે સારો રહેશે. આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથીની નજીક આવશો. આ ઉપરાંત પ્રેમમાં પડેલાં જાતકોના વર્તનમાં તણાવ ઉત્પન્ન થઈ શકે છે. જેથી તમને થતા કોઈપણ વિવાદો અને ગેરસમજણોનું સમાધાન કરવાની સલાહ છે.

શિક્ષણ: આ વર્ષે તમને તમારી મહેનત અને કર્મના આધારે પરિણામો મળશે. કેમ કે મંગળ તમારા દસમા ભાવમાં છે અને શુક્ર અને કેતુ યુતિમાં વર્ષની શરૂઆતમાં તમારા પાંચમાં ભાવમાં રહેશે. આ સમયે તમારે અભ્યાસમાં ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. કેતુની સ્થિતિને લીધે તમારું મન વિચલિત થઈ જશે અને તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ જાન્યુઆરી અને ઓગસ્ટ મહિના સૌથી વધુ સારું રહેશે. આ સમય તમારી મહેનત મુજબ તમને પરિણામ મળશે. ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનાની તુલનામાં એપ્રિલ મહિનામાં વધારે શુભ પરિણામ મળશે. આ સ્થિતિમાં, તમારે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા સખત મહેનત સાથે અભ્યાસ કરવો પડશે. જેનું પરિણામ તમને ચોક્કસ મળશે.

સ્વાસ્થ્યઃ કર્ક રાશિના જાતકોનું સ્વાસ્થ્ય આ વર્ષે મિશ્રફળદાયી રહેશે. શનિ તમારી રાશિના સાતમા ભાવમાં રહેશે. સાતમા અને આઠમા ભાવનો સ્વામી આ વર્ષે તમારા નવમા અને ચોથા ભાવમાં દૃષ્ટિ કરશે. ગ્રહોની આ સ્થિતિની અસર તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આ બાબતે તમારે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. આરોગ્યનો ગ્રહ ચંદ્રનો સ્વામી કર્ક રાશિમાં રહેશે. જેથી કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય તમારા માટે સારો રહેશે. તમારા વિચારોમાં સકારાત્મકતાની ભાવના આવશે. તમારા લગ્ન ભાવમાં ગુરુ અને શનિની રહેશે. જેના પરિણામે તમે તમારા જીવનમાં સ્વસ્થ આહાર સામેલ કરશો. આ ઉપરાંત તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ યોગા પણ શીખી શકો છો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા હેલ્ધી અને શાકાહારી ખોરાક ખાવાનો પ્રયત્ન કરો.

જ્યોતિષ ઉપાય: દરરોજ સવારે સૂર્યને જળ ચઢાવવું. તે જળમાં થોડો ગોળ ઉમેરવો. ભગવાન શિવને અક્ષત અર્પણ કરવું અને શિવલિંગ પર અભિષેક કરવો.

You cannot copy content of this page