2021માં મિથુન રાશિ માટે આર્થિક સ્થિતિ રહી શકે તંગ, જાણો આનાથી બચવાનો ઉપાય

મિથુન રાશિના જાતકો માટે આ વર્ષ વધારે સારું રહેશે નહીં. કેમ કે, ગુરુ અને શનિ અષ્ટમ ભાવમાં યુતિ કરશે. શનિ આખુ વર્ષ આ ભાવમાં બિરાજમાન રહેશે. જેનાથી તમને ધનમાં હાનિ થવાના યોગ બની શકે છે. પ્રત્યેક કાર્યમાં વિઘ્નની સ્થિતિ સર્જાશે. ગુરુ અને શનિના ગોચરને લીધે આર્થિક હાનિ થવાની સંભાવના વધારે છે. આ સમય તમારા માટે થોડું સંભાળીને ચાલવાનો સમય છે. એવું ન થાય કે ખોટી સંગતમાં તમે તમારું નુકસાન કરી બેસો. બિનજરૂરી ખર્ચા વધવાની સાથે તમારી નાણાકિય પરિસ્થિતિ કમજોર થઈ શકે છે. આ સમયે જેટલું થઈ શકે એટલું બિનજરૂરી ખર્ચાથી બચવાનો પ્રયત્ન કરવો. આ વર્ષે રાહુનું ગોચર વૃષભ રાશિમાં થશે. જેથી તમારા ખર્ચામાં વધારો થશે. જેને લીધે તમારે કેટલીક નાણાકિય સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

કરિયર: આ વર્ષે મિથુન રાશિના જાતકોએ કરિયરની બાબતમાં ઘણુ સમજી વિચારીને પગલું ભરવાની જરૂર છે. કરિયરમાં ઉન્નતિ માટે આ સમયે તમારી પોતાની કાર્યશૈલીમાં કેટલાક બદલાવ કરવા પડશે. આ વર્ષે છઠ્ઠા ભાવમાં કેતુ હોવાથી વિરોધીઓ દ્વારા તમારા રસ્તામાં મુશ્કેલી ઊભી કરવામાં આવી શકે છે, પણ તમને ગમે તે રીતે કોઈ મોટું નુકસાન પહોંચાડી શકશે નહીં. આ વર્ષ તમે કરિયરના ક્ષેત્રમાં નવી ઊંચાઈ પર જઈ શકો છો. જે જાતક આ વર્ષે સરકારી નોકરી મેળવવા માટે પ્રયત્ન કરે છે તેમને પોતાના પ્રયત્નમાં સફળતા મળી શકે છે. જે જાતક સ્વયંનો વ્યવસાય ઊભો કરવા માગે છે તેમના માટે આ વર્ષ સારું રહેશે. વ્યવસાયના ક્ષેત્રમાં તમારી મોટી મનોકામના પુરી થવાની સંભાવના છે. આ વર્ષે વેપારમાં કોઈ નવો પ્રસ્તાવ મળી શકે છે. કરિયર માટે ઘણાં સારા અવસર મળવાના છે. જેને યોગ્ય સમયે ઓળખી લેવાં.

આર્થિક સ્થિતિ: આ વર્ષે મિથુન રાશિના જાતકોનું આર્થિક જીવન સારું રહેશે નહીં. કેમ કે ગુરુ અને શનિ અષ્ટમ ભાવમાં યુતિ બનાવશે. શનિ આખું વર્ષ આ જ ભાવમાં વિરાજમાન રહેશે. જેનાથી તમારે ધનહાનિના યોગ સર્જાશે. પ્રત્યેક કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન થઈ શકે છે. એવામાં કોઈ લેતી-દેતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. આ સમય તમારા માટે થોડું સમજી વિચારીને ચાલવાનો છે. એવું ના થાય કે ખોટી સંગતથી તમે નુકસાન કરો. બિનજરૂરી ખર્ચાને લીધે નાણાકિય સ્થિતિ ખરાબ થઈ શકે છે. એવામાં બિનજરૂરી ખર્ચા કરવા નહીં. વર્ષના અંતિમ મહિનામાં શેર માર્કેટ, એકાઉન્ટ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા જાતકોને લાભ મળશે. તમારી ઇકોનોમિકલ કન્ડિશન આ સમયે સારી રહેશે તેવું લાગી રહ્યું છે.

પરિવાર: નવું વર્ષ મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ સારું રહેશે. આ વર્ષે તમારા ઘરમાં સુખ-સુવિધા વધશે. વર્ષની શરૂઆતમાં કુંટુંબ સ્થાનના સ્વામી મંગળ પોતાના સ્થાનમાં જ છે જેનાથી પરિવાર સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો હશે તો તે શાંત થઈ જશે. સંતાન પક્ષ તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. પારિવારિક દૃષ્ટિકોણથી આ સમય તમારા માટે સારો સાબિત થશે. કોઈ જૂનો પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે તો તે આ વર્ષે પુરો થઈ શકે છે. વડિલની સલાહ અને તેમના આશીર્વાદથી પૈતૃક સંપતિમાં તમને લાભ મળશે.આ વર્ષે મિથુન રાશિના જાતકોના વૈવાહિકજીવનમાં ખુશી લઈને આવશે. આ વર્ષે તમારા ઘણાં સપના હકીકતમાં બદલાઈ જશે. લવ લાઇફ ખૂબ જ સારી રહેશે. વર્ષની શરૂઆતમાં જ શુક્રનું ગોચર તમારી રાશિના સાતમાં ભાવમાં હશે તો તમારા અને જીવનસાથી વચ્ચે પ્રેમની ભાવનાઓનું સંચાર થશે.

પ્રેમ-રોમાન્સ: મિથુન રાશિના જાતકોને આ વર્ષે સારા ફળની પ્રાપ્તિ થશે. જો અવિવાહિત કે પ્રેમી જાતક વિવાહ માટે ઇચ્છુક છે તો તેમના માટે વિવાહનો યોગ બની રહ્યો છે. આ સમયે પોતાની રોમેન્ટિક લાઇફ ખૂબ જ સારી અને ઉપલબ્ધી ભરેલી રહી શકે છે. તમને સલાહ છે કે, દરેક સમયે પોતાના જીવનસાથીનો સાથ આપવો અને સંબંધમાં પારદર્શકતા રાખવી. આ વર્ષે શનિ અને ગુરુની યુતી તમારા પાર્ટનરના સ્વાસ્થ્ય પર પ્રભાવિત કરી શકે છે. એટલે પોતાના જીવન સાથી અથવા પ્રેમીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને પોતાના સંબોધને એટલો મજબૂત કરવો કે વિપરિત પરિસ્થિતિઓમાં પણ તેમને કોઈ મુશ્કેલી થાય નહીં. જો તમારા જીવનસાથી કાર્યરત હોશે તો તેમને આ વર્ષે કોઈ વિશેષ પદોન્નતિ પ્રાપ્ત થઈ શકે છે.

શિક્ષણ: મિથુન રાશિના જાતકો માટે આ વર્ષ શિક્ષણના દૃષ્ટિકોણથી સકારાત્મક પરિણામ આપનારું રહેશે. જોકે, અનેક એવાં અવસર આવશે જેમાં તમારું મન અભ્યાસમાં લાગશે નહીં. ઉચ્ચ શિક્ષણ મેળવતા લોકોને આ વર્ષે ફાયદો થઈ શકે છે. તમે શિક્ષણ માટે વિદેશ પણ જઈ શકો છો.

સ્વાસ્થ્ય: વર્ષના પ્રારંભથી, મિથુન રાશિના આઠમા ભાવમાં શનિ અને ગુરુનો યુતિ અને તમારા છઠ્ઠા ભાવમાં છાયા ગ્રહ કેતુની હાજરી તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે. તમારે સ્કિન અને પેટની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે, તમે પેટના રોગોથી પીડાઇ શકો છો. તમારો મૂડ પણ ખરાબ થઈ શકે છે. જેને લીધે ખાવાની ટેવમાં થોડા ફેરફાર કરવા પડી શકે છે. માનસિક રીતે, આ સમય તમારા માટે ચિંતાજનક રહેશે. તમારા આઠમા ભાવમાં શનિનું ગોચરથી તમને કોઈ મોટી બીમારી થાય તેવી સંભાવના લાગી રહી છે. બેદરકારી રાખશો નહીં, લક્ષણો દેખાવવાની સાથે જ ડૉક્ટરની સલાહ લેવી. જુલાઈ મહિના પછીનો સમય તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ અનુકૂળ બની શકે છે અને આ સમય દરમિયાન તમને ઘણાં સમયથી ચાલી રહેલાં રોગમાં રાહત મળશે. બદલાતી ઋતુમાં પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને જો તમે ઋતુગત રોગોથી પીડિત છો, તો તમે જલ્દી સ્વસ્થ થશો.

જ્યોતિષ ઉપાય: બુધવારે લીલા કપડા અથવા બંગડીઓનું દાન કરવું. ગાય માતાને ચારો અથવા લીલી શાકભાજી ખવડાવવી. ભોજનમાં લાલને બદલે લીલું મરચાનું સેવન કરવું.

You cannot copy content of this page