Only Gujarat

International TOP STORIES

ડિવોર્સના ભરણમાં મહિલાને મળ્યા એટલા બધાં રૂપિયા કે મશીન પણ ગણતાં-ગણતાં હાંફી જાય

ચીનમાં એક મહિલાનું નસીબ ડિવોર્સથી બદલાઇ ગયું છે. મહિલાને ડિવોર્સના ભરણ પોષણમાં 24 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. આ એશિયાના સૌથી મોંઘા ડિવોર્સ ગણાય છે. એટલું જ નહીં ડિવોર્સના ભરણ પોષણમાં મળેલ પૈસાથી તે એશિયાની સૌથી અમીર મહિલાઓની યાદીમાં આવી ગઈ છે.

કંપનીની ડિરેક્ટર પણ રહી ચૂકી છે યુઆન
યુઆન કેનેડાની રહેવાસી છે. અત્યારે તે ચીનના શેંઝેનમાં રહે છે. તે 2011 થી 2018 સુધીમાં કાંગટઈ બાયોલોજિકલની ડિરેક્ટર રહી ચૂકી છે. યુઆનના શેરોની કિંમત લગભગ 24 હજાર કરોડ રૂપિય છે.

અત્યારે તે કાંગટઈની સહાયક કંપની મિન્હાઇ બાયોટેક્નોલૉજીમાં વાઇસ જનરલ છે. યુઆનની કંપનીએ ફેબ્રુઆરીમાં કોરોનાની વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો હતો. ત્યારબાદ તેના શેરોની કિંમત ડબલ કરતાં પણ વધી ગઈ હતી.

દુનિયાના સૌથી મોંઘા ડિવોર્સ
દુનિયામાં અત્યાર સુધીમાં સૌથી મોંઘા ડિવોર્સ અમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ અને તેમની પત્ની મૈકેંજીના થયા હતા. આ ડિવોર્સ બાદ બેજોસે મૈકેંજીને અમેઝોન ડૉટ કોમમાં ચાર ટકાની ભાગીદારી રૂપે 19.9 મિલિયન શેર આપ્યા હતા.

You cannot copy content of this page