Only Gujarat

Gujarat

બુરખો પહેરીને હત્યારા દંપત્તિને ઝડપી પાડનાર આ મહિલા પોલીસ અધિકારી કોણ છે?

વર્ષ 2017માં સુરતના ભેસ્તાનમાંથી એક યુવકના કટકા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ સમગ્ર મામલે હવે સુરત પોલીસને હત્યારા મુસ્લિમ દંપતીને પકડવામાં સફળતા મળી છે. મહિલા PSIએ પોતાની ટીમ સાથે વેશ પલટો કરીને હૈદરાબાદથી આ મુસ્લિમ દંપતીને ઝડપી પાડ્યા છે. આ મુસ્લિમ દંપતીને પકડવા માટે મહિલા PSIને પોતાની ટીમ સાથે વેશ પલટો કરીને 5 દિવસ સુધી જહેમત ઉઠાવવી પડી હતી.

જાન્યુઆરી, 2017માં સુરતના ભેસ્તાન વિસ્તારમાં વિનાયક રેસિડેન્સીની સામે એક 18 વર્ષના યુવકની લાશના કટકા મળી આવ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ યુવકનું નામ મોહમ્મદ ફકરુદ્દીન છે. તે ઉન વિસ્તારમાં ભીંડી બજારમાં રહેતો હતો. ત્યાર બાદ સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ યુવકની લાશના કટકા મળ્યા બાદ બે દિવસ પછી યુવકના હાથ-પગ વગરનું ધડ પણ ભેસ્તાન નજીક સોનારી ગામ નજીક આવેલ ખાડી કિનારે જાળીમાંથી મળી આવ્યું હતું.

પોલીસને જાણવા મળ્યું કે, અકબરઅલી શેખ નામનો શખ્સ પોતાના વતન અને તેની આજુબાજુના ગામના ગરીબ બાળકોને રોજગારી અપાવવાના બહાને સુરત લાવતો હતો. ત્યારબાદ સુરત લાવી આ બાળકો પાસે ઊના વિસ્તારના ભીંડી બજારમાં નાસીમાં નગરમાં સાડીનું વર્ક કરાવતો હતો અને પગાર આપવાના બદલે માત્ર બાળકોને જમવાનું આપતો હતો.

અકબર અલીના આ પ્રકારના ત્રાસથી ફકરુદ્દીન અને તેની સાથે રહેલા બે મિત્ર ઇસરાફી અને ઇસરાઈલ નામના યુવકો પણ નોકરી છોડીને ચાલ્યા ગયા હતા. આ બાબતની જાણ અકબરઅલી અને તેની પત્ની અફસાનાને થઈ હતી. જેથી અકબર અલીએ તેની પત્ની અફસાના સાથે મળી રસ્તામાંથી જ યુવકોને પકડી લીધા ફકરુદ્દીન પર રોષ રાખીને અકબર અલી નાની નાની ભૂલો કાઢી તેને વારંવાર માર મારતો હતો.

એક દિવસ અકબરઅલી ફકરુદ્દીનને લોખંડના સળિયાથી માર મારતો હતો ત્યારે વધુ ઇજાના કારણે ફકરૂદ્દીનનું મોત થયું હતું અને ફકરૂદ્દીનની લાશ સગેવગે કરવા માટે અકબરઅલી ચાર મોટા ચપ્પા લાવ્યો હતો. આ ચાર ચપ્પાની મદદથી તેને અન્ય બે તરુણને સાથે રાખીને ફકરુદ્દીનની લાશના ટુકડા કર્યા હતા. જેમાં માથું, હાથ-પગ અને ધડ અલગ કરી દીધું હતું અને ફકરુદ્દીનની લાશના ટુકડાને અલગ અલગ જગ્યા પર ફેંકવાની યોજના બનાવી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ અકબર અલી અને તેની પત્ની અફસાના હૈદરાબાદમાં પોતાના વતનમાં છૂપાઇ ગયા હતા.

આ આરોપીઓના સંબંધીના મોબાઈલ નંબરના સર્વેન્સના આધારે મહિલા PSI જયશ્રી દેસાઈ, હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ, હેડ કોન્સ્ટેબલ હરીસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ બાતમીના આધારે હૈદરાબાદના સુલેમાન નગરમાં પહોંચ્યા હતા. જ્યાં મહિલા PSI અને તેમની ટીમે મુસ્લિમ પહેરવેશ ધારણ કરી ફકરુદ્દીનની હત્યા કરનાર દંપતીને ઝડપી પાડ્યુ હતું. મહિલા PSI અને તેમની ટીમને પાંચ દિવસ સુધી મુસ્લિમ પહેરવેશમાં જ હત્યારાઓને પકડવા માટે જહેમદ ઉઠાવવી પડી હતી.

You cannot copy content of this page