Only Gujarat

Gujarat

આ ગુજરાતી ટેળિયાનો રજવાડી ઠાઠ તો જુઓ! ઘોડા પર સવારી કરી જાય છે સ્કૂલ

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં એક એવી પ્રાથમિક શાળા છે, જ્યાં એક બાળક ઘોડો લઇને દરરોજ સ્કૂલ જાય છે. બારડોલી તાલુકાના નાનકડા ગામ કરવા ખરવાસાની. અહીં રહેતો એક બાળક ઘોડે સવારીને લઇને ચર્ચામાં છે. બારડોલીના ખરવાસા ગામનો કુશ રાઠોડને એક ખેતરમાંથી ઘોડાનું બચ્ચું મળી આવ્યું હતું. અને કુશ તેને ઘરે લાવી તેનું પાલન પોષણ કરી રહ્યો છે. કુશે તેનું નામ ‘નાયચી’ રાખ્યું છે. સવારે કુશ તેને રોજ નવડાવે છે. ત્યારબાદ તેના માટે ઘાસ લાવીને તેને ખવડાવે છે. શાળાનો સમય થાય એટલે કુશ આ બચ્ચાને સાથે લઈને નીકળે છે. એક પછી એક આ મિત્રો તેની સવારી કરે છે.

હાલ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ છે, ત્યારે આ કુશ રાઠોડ નિત્યક્રમ પ્રમાણે પોતાના ઘરેથી ઘોડી પર બેસીને શાળાએ આવે છે. વર્ગખંડમાં જતાં પહેલા ઘોડીને શાળાની બહાર બાંધી દે છે અને તેના માટે ચારો પણ નાખી દે છે.

શાળામાં ઘોડે સવારી કરીને ઠાઠથી આ નાનકડો કુશ રાઠોડ નામનો બાળક શાળાના પટાંગણમાં પ્રવેશે છે. બાળક ખુશ રાઠોડ કુશ રાઠોડ છેલ્લા ચાર વર્ષથી આ જ પ્રકારે પોતાના નિત્યક્રમ જાળવીને ઘોડી ઉપર સવાર થઈને પોતે શાળાએ આવે છે.

તે ઘોડીને શાળાના પટાંગણમાં જ બાંધી દે છે. નવરાશના સમયે વિદ્યાર્થીઓ પણ એ ઘોડીને ચારો નાખવા અને રમાડવા પહોંચી જાય છે.

શાળા છૂટ્યા બાદ કુશ ફરી ઘોડી પર બેસીને પરત ઘરે જાય છે. આ બાળક કુશ મહેશભાઈ રાઠોડ શ્રમજીવી પરિવારમાંથી આવે છે. તેનો પરિવાર ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. કુશ રાઠોડ 13 વર્ષનો છે અને શાળામાં આઠમાં ધોરણમાં અભ્યાસ કરે છે.

You cannot copy content of this page