Only Gujarat

International

લોટરીમાં જીતેલા અબજો રૂપિયાનું જે કર્યું તે જાણશો તો તમારી આંખો પણ થશે પહોળી!

બ્રિટનમાં, એક કપલે લોટરીમાં મોટી રકમ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો અને તેમને આશરે 1130 કરોડ રૂપિયા મળ્યા. પરંતુ આટલી મોટી રકમ જીતવા છતાં કપલે પોતાના માટે સેકન્ડ હેન્ડ કાર ખરીદી. તેની પુત્રીઓ પણ સેકન્ડ હેન્ડ કારનો ઉપયોગ કરે છે.

લોટરીમાં મોટી રકમ જીત્યા પછી, ફ્રાન્સિસ કોનોલીએ નિર્ણય લીધો હતો કે, તે તેના 50 મિત્રો અને સંબંધીઓને મદદ કરશે. પરંતુ બાદમાં તેણે લગભગ 175 પરિવારોને લોટરીના પૈસાથી મદદ કરી. ફ્રાન્સિસને કારણે, તેના ઘણા મિત્રો નવું ઘર ખરીદી શક્યા હતા અને ઘણા લોકોએ તેમના દેવા પણ ચૂકવ્યા હતા.

ધ સનના અહેવાલ મુજબ, લોટરી જીત્યાના લગભગ 2 વર્ષ પછી, ફ્રાન્સિસ હવે કહે છે કે તેણે લોકોને સહાય રૂપે અડધાથી વધુ રકમ (આશરે 600 કરોડ રૂપિયા) આપી છે. તેણે કહ્યું કે તેને ખુશી એ વાતની વધારે છેકે, જેને તેણે પૈસા આપ્યા, તેણે બીજા કોઈની પણ મદદ કરી.

બ્રિટનના ધ નેશનલ લોટરીના યુરો મિલિયન પ્રોગ્રામ અંતર્ગત ફ્રાન્સિસ અને તેના પતિ પેટ્રિકે મોટી રકમ તેમના નામે કરી હતી. જાન્યુઆરી 2019માં જ્યારે કપલ વિજેતા બન્યુ હતુ ત્યારે 25 વર્ષનાં ઈતિહાસમાં લૉટરીમાં જીતેલી આ ચોથી સૌથી મોટી રકમ હતી.

54 વર્ષીય ફ્રાન્સિસ કહે છે કે, તેને ઘરેણા ખરીદવા કરતાં વધારે ખુશી બીજાના ચહેરા પર ખુશી જોઈને થઈ હતી. તો, ગયા વર્ષે પેટ્રિકે ફ્રાન્સિસ માટે 2 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં સેકન્ડ હેન્ડ જગુઆર ખરીદી હતી.

You cannot copy content of this page