Only Gujarat

Bollywood FEATURED

સુશાંતસિંહ રાજપૂત સાથે જોવા મળેલી આ યુવતી કોણ છે? કિસ કરતો જૂનો ફોટો થયો વાયરલ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસ ચાલી રહી છે. દરમિયાન, ડ્રગ્સ એંગલમાં રોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સુશાંતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેની સાથે એક યુવતી પણ જોવા મળી રહી છે. તસવીરમાં સુશાંત તેને કિસ કરતો જોવા મળી રહ્યો છે.

સુશાંત જે છોકરી સાથે જોવા મળી રહ્યો છે, તેનું નામ આકાંક્ષા રંજન કપૂર છે. સુશાંતે તેને હગ કર્યુ છે અને તેના ગાલ પર ચુંબન કરી રહ્યો છે. જ્યારે આકાંક્ષા કેમેરાને જોતી વખતે પોઝ આપી રહી છે. રિપોર્ટ અનુસાર, ફોટો નિર્માતા રમેશ તૌરાણીની દિવાળી પાર્ટીનો છે, જેમાં તે બંને પહોંચ્યા હતા.

આકાંક્ષા નેટફ્લિક્સ ફિલ્મ ‘ગિલ્ટી’માં જોવા મળી હતી. તે આલિયાની બેસ્ટ ફ્રેન્ડ છે. આકાંક્ષા અને સુશાંત ખૂબ સારા મિત્રો હતા, બંને ઘણી વાર પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા. સુશાંતના મૃત્યુ પર, આકાંક્ષાએ થ્રોબેક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું હતુ.- ‘હંમેશા.’

આ ફોટો આકાંક્ષાના 25મા જન્મદિવસનો છે. સુશાંત ઉપરાંત આલિયા ભટ્ટ, કાર્તિક આર્યન, નેહા ધૂપિયા, અંગદ બેદી, ભૂમિ પેડનેકર, આથિયા શેટ્ટી સહિતના લોકો આ પાર્ટીમાં આવ્યા હતા.

ઉલ્લેખનીય વાત એ છે કે સુશાંત કેસમાં થોડા દિવસો પહેલાં NCBએ કેજે નામના વ્યક્તિની ધરપકડ કરી છે. કેજેનું પૂરું નામ કરણજિત છે. અહેવાલો અનુસાર, તે કેપરી અને લિટલ હાઇટ્સમાં ડ્રગ સપ્લાય કરતો હતો. કરણજિત જ શોવિક અને સેમ્યુઅલ મિરાન્ડા સુધી ડ્રગ્સ પહોંચાડતો હતો. બાદમાં તે દવાઓ રિયા ચક્રવર્તી સુધી પહોંચતી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page