Only Gujarat

National

મરતા પહેલાં ગેંગસ્ટર વિકાસ દુબેએ કહ્યું હતું આ મોટું રહસ્ય, પોલીસને પણ આવ્યો હતો ગુસ્સો

કાનપુરઃ કાનપુર શૂટઆઉટના માસ્ટરમાઈન્ડ વિકાસ દુબેનું શુક્રવારે (10 જુલાઈ) એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું પરંતુ તે પોતાની હત્યા પહેલા અનેક મહત્વના ખુલાસા કરીને ગયો હતો. તેણે 8 પોલીસકર્મીઓની હત્યાનો ગુનો કબૂલ્યો.

ગુરુવારે ઉજ્જૈનમાંથી ધરપકડ થયા બાદ વિકાસ દુબેએ પોલીસને શહીદ સીઓ દેવેન્દ્ર મિશ્ર વિશે જણાવ્યું કે સીઓ દેવેન્દ્ર મિશ્ર સાથે મને નહોતું બનતું. તેઓ અનેક વાર મને જોઈ લેવાની ધમકી આપી ચુક્યા હતા. પહેલા પણ બોલાચાલી થઈ ચુકી છે. વિકાસે જણાવ્યું કે ચૌબેપુર પોલીસ સ્ટેશનના પ્રભારી વિનય તિવારીએ પણ જણાવ્યું હતું કે સીઓ તારી વિરુદ્ધમાં છે, જેથી મને સીઓ પર ગુસ્સો હતો. તેણે જણાવ્યું કે સીઓ સામેના મકાનમાં માર્યો ગયો હતો. મે સીઓને નથી માર્યો પરંતુ મારી સાથેના લોકોએ બીજી તરફ દીવાલથી કૂદીને મામાના મકાનના આંગણામાં તેના પર હુમલો કર્યો હતો.

વિકાસના સાથીઓએ શહીદ સીઓના પગ પર પણ પ્રહાર કર્યો હતો. તેણે કહ્યું કે મને ખબર પડી હતી કે તે બોલે છે કે વિકાસના એક પગમાં ગરબડ છે, એક પગથી લંગડો છે, બીજો પણ એવો કરી દઈશ. એટલે જ પગ પર પ્રહાર કર્યો હતો. જો કે વિકાસે કહ્યું કે તેણે સીઓનું ગળું નહોતું કાપ્યું, ગોળી નજીકથી માથામાં મારવામાં આવી હતી. જેથી અડધો ચહેરો ફાટી ગયો હતો. વિકાસ દુબેએ જણાવ્યું હતું કે તેની પાસે ક્રૂડ બોમ્બ પણ હતા. જે સામેના ઘરમાં રાખ્યા હતા. પહેલા પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં ગોળીઓ ચલાવવામાં આવી.

નોંધનીય છે કે કાનપુરના બિકારૂ ગામમાં રહેતા વિકાસ દુબે પર આઠ પોલીસકર્મીઓની નિર્મમ હત્યાનો આરોપ હતો. પોલીસ ટીમ તેના પર દરોડા પાડવા ગઈ હતી, ત્યારે પહેલાથી જ ઘાત લગાવીને બેસેલા વિકાસ દુબે અને તેના સાથીઓએ હુમલો કરી દીધો હતો. 200 થી 300 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીઓ દેવેન્દ્ર મિશ્રા સહિત આઠ પોલીસ કર્મચારી શહીદ થઈ ગયા હતા.

આઠ પોલીસકર્મીની નિર્મમ હત્યા બાદ વિકાસ દુબે અને તેમના સાથીઓ ફરાર થઈ ગયા હતા. વિકાસ દુબેની શોધમાં આખા પ્રદેશને છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યો હતો. ઘટનાના 6 દિવસ બાદ વિકાસ દુબેને ઉજ્જૈનના મહાકાલ મંદિરથી પકડવામાં આવ્યો હતો. જ્યારે યૂપી એસટીએફ અને પોલીસ તેને પકડીને કાનપુર લઈને જઈ રહી હતી તો શુક્રવારે સવાલે કાનપુર ટોલ નાકાથી 25 કિમી દૂર વિકાસને લઈને જઈ રહેલી કાર પલટી ગઈ. આ દરમિયાન વિકાસ દુબેએ હથિયાર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો જે બાદ તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું.

You cannot copy content of this page