Only Gujarat

FEATURED National

જન્મતા વેંત દીકરીનો કર્યો તિરસ્કાર, હવે બાપે કર્યું એવું કામ કે લાડલીના આંખોમાંથી વહ્યાં આંસુ

પટિયાલા, પંજાબઃ પોતાની ‘યશોદા મૈયા’ને વળગી ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહેલી 9 વર્ષીય બાળકીની પીડા કદાચ જ કોઈ વ્યક્તિ સમજી શકશે. આ ઘટના જલાલપુર ગામની છે. આ બાળકી જ્યારે પેદા થઈ, ત્યારે માતા-પિતાના છૂટાછેડા થયા હતાં. બાળકીના ઉછેરની જવાબદારી એક સંબંધીને સોંપવામાં આવી.

યશોદા મૈયાએ બાળકીને પોતાની દીકરી માની ઘણા વહાલ અને પ્રેમ સાથે ઉછેરી. હવે પિતાએ કાયદાકીય લડાઈ લડી દીકરીની કસ્ટડી મેળવી લીધી છે. પિતા જ્યારે દીકરીને પોતાની સાથે લઈ જવા માટે આવ્યો ત્યારે બાળકી પોતાની યશોદા મૈયાથી અલગ થવાના ગમમાં રડવા લાગી. તે પોતાને ઉછેરનાર માતાથી અલગ થવા માગતી નહોતી. બંને કલાકો સુધી એકબીજાને વળગી રડતા રહ્યાં. માંડ-માંડ પિતા પોતાની દીકરીને સાથે લઈ જઈ શક્યો.


આ બાળકીના પિતા સૈન્યમાં છે. અગાઉ તેઓ રજા પર આવતા ત્યારે દીકરી સાથે સમય પસાર કરતા હતા. હવે તેમને દીકરીની કસ્ટડી મળી ગઈ છે. બાળકીએ રડતા-રડતા કોર્ટને અપીલ કરી કે તેઓ પોતાના ચુકાદા પર ફરી વિચાર કરે, કારણ કે તે પોતાને ઉછેરનાર માતા સાથે જ રહેવા માગે છે.

બાળકી અને તેને ઉછેરનાર માતાને રડતા જોઈ ત્યાં હાજર રહેલા લોકોની પણ આંખ ભીની થઈ ગઈ હતી. બાળકીને ઉછેરનારી માતા પણ તેને છોડવા માગતી નહોતી. પરંતુ કોર્ટ કેસ હોવાના કારણે તે રડવા સિવાય બીજુ કાંઈ કરી શકી નહીં. પિતા સાથે જતા સમયે પણ બાળકીના આંખમાંથી અશ્રુધારા વહેતી જ રહી અને તે કલાકો સુધી પોતાને ઉછેરનારી માતાથી અલગ થવાના કારણે રડતી રહી.

You cannot copy content of this page