Only Gujarat

National

શું પત્ની સેક્સ માટે પતિને મનાઈ કરી શકે છે? પતિ જબરદસ્તીથી કરી શકે? કાયદો આવું કહે છે

અભિનેતા અને લોકસભાના સાંસદ અનુભવ મોહંતી અને તેમની પત્ની વર્ષા પ્રિયદર્શિનીનાં છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે. કોર્ટે ગુરુવારે વર્ષા પ્રિયદર્શીને અનુભવ મોહંતીનું પૈતૃક ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. અનુભવ મોહંતી કહે છે કે, લગ્નનાં ઘણાં વર્ષો બાદ પણ બંને વચ્ચે શારીરિક સંબંધ ન હતો. વર્ષાએ અનુભવને વૈવાહિક અધિકારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી.

વર્ષાએ આરોપ લગાવ્યો છે કે, અનુભવનાં મિત્રો દારૂ પીવા માટે ઘરે આવતા હતા, જો હું ઇન્કાર કરું તો મને મારપીટ કરતા હતા. તેમજ તેના બીજી સ્ત્રી સાથે પણ સંબંધ હતા. આ બાદ અનુભવે દિલ્લીમાં સપ્ટેમ્બર 2020માં છૂટાછેડા માટે અરજી કરી હતી, જેની સુનાવણી ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે સવાલ એ થાય છે કે, શું પત્ની સેક્સ માટે ઇન્કાર કરી શકે છે? આ સ્થિતિમાં બંને પાસે ક્યા પ્રકારનાં અધિકારો છે. તો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તો પતિ તેની પત્ની વિરુદ્ધ વીડિયો પોસ્ટ કરી શકે છે?

સવાલ : શું પત્ની સેક્સ માટે પતિને મનાઈ કરી શકે છે?
જવાબ : હાલમાં છત્તીસગઢ કોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી, જેમાં એક પત્ની 10 વર્ષથી તેના પતિને સેક્સ માટે મનાઈ કરી રહી હતી. આ કેસમાં કોર્ટે જણાવ્યું હતું કે, પતિ અથવા પત્ની એકબીજા સાથે સેક્સ કરવાનો ઇન્કાર કરી શકે નહીં. જો ઇન્કાર કરે છે તો તેને ક્રૂરતા માનવામાં આવશે. એક સફળ લગ્નજીવન માટે સેક્સ જરૂરી છે. પત્નીએ શારીરિક સંબંધ ના બાંધીને પતિ સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. છૂટાછેડા માટેનો એક આધાર સેક્સ માટે મનાઈ કરવી તે પણ બની શકે છે.

સવાલ : શું પતિ તેમની પત્ની સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધી શકે છે?
જવાબ : ના, પતિ કે પત્ની કોઈપણ જબરદસ્તીથી શારીરિક સંબંધ માટે દબાણ કરી શકે નહીં. પરંતુ ચોક્કસપણે આ આધાર પર બંને એકબીજાથી અલગ થઇ શકે છે પરંતુ શારીરિક સંબંધ માટે જબરદસ્તી નથી કરી શકતા.

અનુભવે કોર્ટ કેસ દરમિયાન વીડિયો કર્યો વાઇરલ
એક્ટ્રેસ વર્ષાએ 26 મે 2022ના રોજ હાઇકોર્ટમાં અનુભવ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં વર્ષાએ જણાવ્યું હતું કે, પતિ તેના વિરુદ્ધ કોઈ નિવેદન ન આપે કે કોઈ વીડિયો પોસ્ટ ન કરે. હાઇકોર્ટએ આ મામલે સુનાવણી કરતા આદેશ આપ્યો હતો કે, કોઈ પણ પ્લેટફોર્મ પર એકબીજા વિરુદ્ધ નિવેદન કે વીડિયો પોસ્ટ ન કરે. આ સાથે જ કોર્ટે જણાવ્યું હતું કે, આ આદેશ છૂટાછેડાની સુનાવણી પુરી ના થાય ત્યાં સુધી લાગુ રહેશે. વીડિયોમાં અનુભવે કહ્યું હતું કે, અમારા લગ્નને ઘણાં વર્ષ થઇ ગયા છે પરંતુ અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી. હવે લોકો નક્કી કરી કે પતિ કેટલા દિવસ સુધી રાહ જોઈ શકે.

સવાલ : કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય ત્યારે પતિ અથવા પત્ની એકબીજા વિરુદ્ધ નિવેદન આપી શકે કે વીડિયો પોસ્ટ કરી શકે છે?
જવાબ : હાઈ-પ્રોફાઈલ કેસમાં નિવેદન અને વીડિયો પોસ્ટ કરવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે. પરંતુ સામાન્ય કેસમાં કોર્ટ તરફથી કોઈ રોક લગાવવામાં આવી નથી.

જો પતિ અથવા પતિમાંથી કોઈ એક બીજી વ્યક્તિ વિરુદ્ધ નિવેદન આપે છે કે વીડિયો પોસ્ટ કરે છે તો બીજા પક્ષ દ્વારા કોર્ટમાં રોકવાની માગ કરી શકે છે. અમુક પ્રકારનાં કેસમાં કોર્ટ વીડિયો અને નિવેદન પર રોક લગાવી શકે છે.

You cannot copy content of this page