Only Gujarat

National

સાસુએ પોતાનો જીવ જોખમમાં મુકી વહુના બચાવ્યો જીવ, લોકો કરી રહ્યાં છે વખાણ

રોહતકઃ ઘણીવાર સાંભળવા મળે છે કે સાસુ વહુ સાથે લડે છે, અથવા વહુ સાસુ સાથે. પરંતુ એક સાસુએ પોતાની વહુનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ ઘટના હરિયાણાના ચરખી દાદરીનો છે. અહીંના ગામ ડુડીવાલા કિશનપુરામાં સાસુ-વહુના સંબંધને એક નવી ઓળખ મળી છે. ડુડીવાલા કિશનપુરા નિવાસી શકુંતલાએ પોતાની કિડની આપી પુત્રવધૂ પૂનમનો જીવ બચાવી સમાજ સામે એક આદર્શ સાસુ બનવાનું કામ કર્યું છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અમદાવાદના જ એક હોસ્પિટલમાં અમુક દિવસ અગાઉ થયું અને હવે સાસુ-વહુ સામાન્ય જીવન જીવી રહ્યાં છે. શકુંતલા દેવીનો પુત્ર દિનેશ મુંબઈની એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરે છે. તે પત્ની પૂનમને 3 વર્ષ અગાઉ પોતાની સાથે મુંબઈ લઈ ગયો હતો. જોકે આ દરમિયાન પૂનમની બંને કિડનીઓ ઈન્ફેક્શનના કારણે કામ કરતી બંધ થઈ હતી.

ડૉક્ટર પાસે જવા પર દિનેશને જાણ થઈ કે પૂનમની બંને કિડનીઓ ખરાબ થઈ ચૂકી છે અને કિડની ડોનર શોધવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. પૂનમના માતા-પિતા હયાત નથી. એક ભાઈએ દુર્ઘટનાને કારણે અને બીજા ભાઈએ ઓછી વયના કારણે કિડની ડોનેટ કરવાનો ઈન્કાર કર્યો. પતિ દિનેશનું બ્લડ ગ્રૂપ મેચ ના થતું હોવાથી તે કિડની ડોનેટ કરી શકે તેમ નહોતો.

પૂનમને 1 વર્ષથી વધુ સમય સુધી ડાયાલિસિસનો સહારો લેવો પડ્યો, પરંતુ અમુક દિવસ બાદ જ ડૉક્ટર્સે કિડની ટ્રાન્સપ્લાન્ટને એકમાત્ર ઉપાય ગણાવ્યો હતો. એવામાં સાસુ શકુંતલા આગળ આવ્યા અને જરાય ખચકાટ વગર પોતાની પુત્રવધૂને કિડની આપી તેનો જીવ બચાવ્યો હતો. પૂનમનું અમદાવાદ સ્થિત કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ટાવરમાં સારવાર થઈ. પૂનમ 10 ધોરણ ભણી છે અને તેને એક બાળક છે. જ્યારે તેની સાસુ ક્યારેય શાળાએ ગયા નથી.

સાસુ શકુંતલાએ કહ્યું કે, તેઓ પોતાની વહુને પણ દીકરી જ માને છે અને બધાએ આમ જ કરવું જોઈએ. દીકરીઓને બચાવવા સમાજે આગળ આવવું જ પડશે. પૂનમ તેમની માટે દીકરી કરતા પણ વધુ મહત્ત્વ ધરાવે છે.

You cannot copy content of this page