Only Gujarat

National

રુંવાટા ઉભા કરી દેતો બનાવ, દત્તક લીધેલી દીકરીએ ખેલ્યો ખૂની ખેલ, લોહીના ખોબોચિયા ભરાયા

દત્તક લીધેલી 24 વર્ષની દીકરીએ એવો ખૂની ખેલ ખેલ્યો હતો કે જોનારા ધ્રુજી ગયા હતા. માતાની એવી રીતે હત્યા કરી જોઈને પોલીસ પણ બેઘડી દંગ રહી ગઈ હતી. માતા-પિતાની હત્યા કરવામાં યુવતીને તેના પ્રેમીના ભાઈએ મદદ કરી હતી. એટલું જ નહીં ખૂની ખેલ ખેલતા પહેલાં દીકરીએ તેના પ્રેમીના ભાઈ સાથે ઘરમાં જ શારીરિક સંબંધ બનાવ્યા હતા. જ્યારે પ્રેમીના ભાઈએ હત્યા કરવા માટે છરો ઉપાડ્યો ત્યારે તેના હાથ ધ્રુજવા લાગ્યા હતા. આ જોઈને દીકરીએ તેના હાથમાંથી છરો લીધો અને જાતે જ માતા-પિતાના ગળા પર ફેરવી દીધો હતો.

શું હતો બનાવ?
ઘટનાની વિગત એવી છે કે કાનપુરમાં બારા વિસ્તારમાં 61વર્ષીય નિવૃત્ત સુપરવાઈઝર મુન્નાલાલ, તેની પત્ની રાજેદવી, પુત્રી કોમલ અને પુત્ર અનુપ સાથે રહે છે. દરમિયાન સોમવારે સવારે મુન્નાલાલ અને પત્ની રાજદેવીની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. બંનેના મૃતદેહો રૂમમાં મળી આવ્યા હતા. બંનેની ગળું કાપીને ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. લાશ જોઈને દીકરી મોકલે ચીસો પાડતા ઉપરના માળે સૂતેલો દીકરો અનુપ દોડતો-દોડતો નીચે આવ્યો હતો. માતા-પિતાની લોહીથી લથપથ લાશો જોઈને તે સ્તબ્ધ થઈ ગયો.

દીકરી બોલી- ત્રણ માસ્કવાળા ચોરને ભાગતાં જોયા
ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન પુત્રી કોમલે જણાવ્યું હતું કે, ‘‘પાપા બહારના રૂમમાં સૂતાં હતાં. હું મારી માતા સાથે વચ્ચેના ઓરડામાં સૂતી હતી. મારો ભાઈ પહેલાં માળે સૂતો હતો. મને ખબર નથી, કે હત્યા ક્યારે થઈ જ્યારે કંઈક અવાજ થયો ત્યારે મેં મારી આંખો ખોલી અને જોયું કે ત્રણ માસ્કવાળા ચોર ઘરમાંથી ભાગી રહ્યા છે.’’

કોમલે તેની ભાભીના ભાઈ પર આરોપ મૂક્યો
પ્રાથમિક પૂછપરછ દરમિયાન કોમલે ભાભીના ભાઈએ માતા-પિતાની હત્યા કર્યાની શંકા વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું કે ભાઈ અનુપે 2017માં સોનિકા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક અઠવાડિયા બાદ સોનિકા પિયર ચાલી ગઈ હતી અને પરત ફરી નહોતી. ત્યારથી જ અનુપ અને સોનિકાનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે. કોમલે સોનિકાના પરિવારના સભ્યો પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. 24 જૂને, કોર્ટમાં સોનિકાનાં મોટા ભાઈ સુરેન્દ્રએ 50 લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી. તેણે ધમકી આપી હતી કે, જો તે પૈસા નહીં આપે તો હું આખા પરિવારને મારી નાખીશ. અનુપે પણ પત્નીના ભાઈ સુરેન્દ્ર પર હત્યાની શંકા હતી.

પોલીસે દીકરીનો ભાંડો ફોડ્યો
દીકરી મોકલે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેણે રડવાનો ડોળ કર્યો. જોકે સીસીટીવી ફૂટેજ અને સ્થળ પર મળેલા પુરાવાનાં આધારે પોલીસે 10 કલાકમાં જ આ કેસનો ખુલાસો કર્યો હતો. આરોપી પુત્રી, તેના બોયફ્રેન્ડ અને તેના બોયફ્રેન્ડના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. દીકરીએ બે કારણોસર માતા-પિતાની હત્યા કરી હતી. પહેલું કારણ તો માતા-પિતાએ પ્રેમી સાથે લગ્ન બાબતે વિરોધ કર્યો હતો ને બીજું પિતાના નામે કરોડોની સંપત્તિ હતી. દીકરી અને તેનો પ્રેમી આ કરોડોની સંપતિના માલિક બનવા ઇચ્છતાં હતાં પણ હવે લાગે છે કે તેમનું આ સપનું માત્ર સપનું બનીને જ રહી જશે. (તસવીરમાં કોમલ અને પ્રેમીનો ભાઈ રોહિત)

કેવી રીતે હત્યા કરી?
કોમલને ફેતહપુર જિલ્લાના રાહુલ ઉત્તમ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. રાહુલ તેની માસીનો દૂરનો સંબંધી છે. તે સેનામાં છે અને મુંબઈમાં તૈનાત છે. કોમલે પ્રેમી સાથે મળીને માતા-પિતા અને ભાઈની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેણે પ્રેમી રાહુલના ભાઈ રોહિતની મદદ લીધી હતી. તેણે માતા-પિતાની હત્યા પહેલાં પ્રેમી રાહુલના ભાઈ રોહિત સાથે સેક્સ માણ્યું હતું. હત્યા પહેલાં પુત્રીએ રાત્રે માતા-પિતા અને ભાઇના જ્યૂસમાં ઘેનની દવા ભેળવીને પીવડાવી દીધો હતો. જ્યારે બધા બેભાન થઈ ગયા તો મોડી રાત્રે 12.45 વાગ્યે પ્રેમીના ભાઈ રોહિતને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. બંનેએ પહેલા આગળના રૂમમાં ઉંઘી રહેલા મુન્નાલાલનું ગળા પર છરો ફેરવ્યો હતો. લોહીની ધાર અને મુન્નાલાલાને તડપતા જોઈને પ્રેમીનો ભાઈ રોહિત ધ્રુજવા લાગ્યો હતો. આથી કોમલે તેના હાથમાં છરો લઈને પિતા મુન્નાલાલનું ગળું કાપી નાખ્યું હતું. ત્યાર બાદ તે ઉંઘી રહેલી માતાને ખેંચીને આગળના રૂમમાં લાવી અને તેનું પણ ગળું કાપી નાખ્યું હતું. (પ્રેમી રાહુલ સાથે કોમલની તસવીર)

ભાઈને પણ મારી નાખવાનો પ્લાન હતો
હત્યા આ વખતે રાહુલના હાથ-પગ ધ્રુજવા લાગ્યા હતા, તેને ખબર નહોતી પડતી કે હવે શું કરવું. ડબલ મર્ડર કર્યાના અંદાજે સવા કલાક પછી રાહુલ ઘરેથી નીકળી ગયો હતો. ઓરિજિનલ પ્લાન માતા-પિતા મારી ભાઈ અનુપને ફાંસીએ લટકાવી દેવાનો હતો. જેથી લોકોને લાગે કે માતા-પિતાની હત્યા કર્યા બાદ દીકરો ફાંસીએ લટકી ગયો હશે. જોકે તે રાત્રે ભાઈ અનુપે ઘેનવાળો જ્યૂસ પૂરો નહોતો પીધો અને થોડો જ્યૂસ પીધા પછી તેને ઉલટી થઈ હતી. જેના કારણે તે બેહોશ નહોતો થયો ફક્ત ઘેરી નિંદમાં હતો. જેથી કોમલને ડર હતો કે હત્યા વખતે ગરબડ થઈ તો ભાઈ અનુપ જાગી શકે છે. એટલા માટે તેમણે અનુપની હત્યાનો પ્લાન પડતો મૂક્યો હતો. (તસવીર-અનુપ)

કોરોડોની એક માત્ર વારસદાર બનવા માંગતી હતી દત્તક દીકરી
કોમલ કોરોડની પ્રોપર્ટીની એક માત્ર માલકિન બનવા માંગતી હતી. મુન્નાલાલ પાસે બે માળના મકાન ઉપરાંત કાનપુરમાં કરોડોની કિંમતના અન્ય પ્લોટ અને મકાન હતા. પ્રેમપુર ગામમાં અનેક વિધા ખેતીની જમીન પણ હતી. કોમલને લાગ્યું કે હત્યા પછી તે પ્રેમી રાહુલ સાથે લગ્ન કરી લેશે અને પ્રેમી સાથે મોજ કરશે. પોલીસનું કહેવું છે કે મૃતક દંપતીને કોઈ દીકરી નહોતી ફ્કત દીકરો હતો. તેમને દીકરીની તમન્ના હતી, પણ બીજું સંતાન થઈ શક્યું નહોતું. એટલે મુન્નાલાલે તેના ભાઈની રાજકુમારની દીકરીને દત્તક લીધી હતી. તેમણે ભાઈનો વાયદો કર્યો હતો કે દીકરીને ભણાવીને મોટી કરીને તેના લગ્ન કરશે, પણ તેમને ક્યાં ખબર હતી કે દત્તક લીધેલી દીકરી જ તેમના મોતનું કારણ બનશે.

આરોપી પુત્રીનું ષડયંત્ર કેવી રીતે પકડાયું? જાણો તેના 5 કારણો
જે મકાનમાં આ ઘટના બની છે તે માત્ર 47 ચોરસ મીટરમાં બનેલી EWS કોલોની છે. પતિ-પત્નીનાં ગળાં કાપીને હત્યા કરવામાં આવી હતી, પરંતુ ઘરમાં હાજર પુત્ર અને પુત્રીને આ વાતની જાણ ન થઈ. પોલીસને આ વાત પર વિશ્વાસ ન આવ્યો. માતા રાત્રે દીકરી સાથે સૂતી હતી. એ ક્યારે ઊઠીને પોતાના પતિ પાસે ગઈ? શું થયું તે માસ્ક પહેરેલાં હત્યારાઓ ઘરમાં પ્રવેશ્યા, તે આવ્યાનો અવાજ કેમ ન આવ્યો? દીકરી કોમલ આ બધી વાતોનો જવાબ આપી શકી નહીં.

પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો મોડી રાત્રે એક યુવક ઘરમાં ઘૂસતો જોવા મળ્યો હતો. દરવાજો અંદરથી જ ખુલ્લો હતો. તે કડી પર ટકોરા માર્યા વિના અંદર પ્રવેશ્યો. લગભગ તે દોઢ કલાક પછી બહાર નીકળ્યો. તેણે ગમછાંથી પોતાનું મોઢું ઢાંકી રાખ્યું હતું. આ યુવાન ઘરે જતી વખતે ખાલી હાથે હતો, પરંતુ પાછાં ફરતી વખતે તેના હાથમાં એક બેગ હતું. આ યુવક બીજું કોઈ નહીં પણ યુવતીના પ્રેમીનો ભાઈ હતો.

પોલીસે જ્યારે મૃતક દંપતીની દીકરીની તપાસ કરી તો તેના બંને હાથ પર ઈજાના નિશાન જોવા મળ્યા. આ સાથે જ બેન્ઝેડીન ટેસ્ટમાં તેના બંને હાથ લોહીથી ખરડાયેલા જોવા મળ્યા હતા. પ્રેમીના ભાઈના હાથમાં પણ લોહીમળી આવ્યું હતું. એટલું જ નહીં યુવતીએ રાત્રે પોતાના કપડાં પણ બદલી નાખ્યા હતા. ધોયેલા કપડામાં લોહીના ડાઘ પણ મળી આવ્યા છે.
પૂછપરછ દરમિયાન મૃતકના પુત્ર અનુપે જણાવ્યું હતું કે, મોડી રાત્રે તેની બહેન કોમલે પીવા માટે જ્યૂસ આપ્યું હતું.

તેણે માત્ર થોડો રસ પીધો જ્યારે સ્વાદ સારો ન લાગ્યો ત્યારે તે જતો રહ્યો. થોડીવાર પછી તેને ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગયો. સવારે બહેને બૂમાબૂમ કરી અને હત્યાની જાણ થઈ. આથી બહેને જ ભાઈને નશીલો રસ આપ્યો હોવાની શંકા વધુ ગાઢ બની. પોલીસે જણાવ્યું કે, આરોપી બોયફ્રેન્ડનું ઘર યુવતીના ઘરથી 500 મીટર દૂર છે. ત્યાં તેની મીઠાઈની દુકાન છે.

You cannot copy content of this page