Only Gujarat

National TOP STORIES

શું છે કેન્દ્ર સરકારનો વેક્સિનનો પૂરો પ્લાન, જાણો વિગતવાર

હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. છેલ્લા ઘણાં સમયથી કોરોનાની વેક્સીનને લઈને સમગ્ર વિશ્વમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે કોરોનાની વેક્સિન અંગેના દિશા અને નિર્દશ જાહેર કર્યાં છે. આ ગાઈડલાઈન્સમાં જણાવવામાં આવ્યું છે કે, સમગ્ર ભારતમાં કોને અન કેવી રીતે કોરોનાની વેક્સિન આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારતમાં આગામી વર્ષે જુલાઈ સુધીમાં પ્રાથમિકતા આધારે પ્રથમ તબક્કામાં કોવિડ-19ના 30 કરોડ લોકોનું રસીકરણ થશે.

સમગ્ર ભારતમાં કોરોના વાયરસના કુલ 9857029 કેસ નોંધાઈ ચૂક્યા છે ત્યારે રોજ કોરોનાની નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધી 143,019 દર્દીઓના મોત નિપજ્યાં છે જ્યારે અત્યાર સુધી 9,357,464 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં હાલ અલગ-અલગ જગ્યાએ 9 કોરોના વેક્સિનનો ટ્રાયલ ચાલી રહ્યો છે જેમાંથી 3 પ્રી ક્લિનિકલ ટ્રાયલમાં છે જ્યારે અન્ય 6 અંડર ક્લિનિકલ ટ્રાયલમાં છે.

સૌથી પહેલા કોરોના વેક્સિન આપવાની પ્રાથમિક તૈયારી હેલ્થકેર વર્કર્સ (1 કરોડ), ફ્રન્ટલાઈન વર્કર્સ (2 કરોડ) અને 50 વર્ષથી વધુ ઉંમરના (26 કરોડ) લોકોની રહેશે. આ ઉપરાંત 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો દ્વારા મહામારીની સ્થિતિના આધારે કોમોર્બિડિટી દર્દીઓ (1 કરોડ)નું પણ રસીકરણ કરવામાં આવશે. ત્યારબાદ વેક્સિનની ઉપલબ્ધતાના આધારે બાકીના લોકોનું રસીકરણ કરવામાં આવશે તેવુ ગાઈડલાઈન્સમાં જણાવ્યું છે.

કોરોના વેક્સિન માટે ઉંમરની ઓળખ કરવા માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે નવી મતદારયાદીનો ઉપયોગ કરવામાં આવશે. ભારતમાં કોરોના વેક્સિન આવતાં દરેક સેશનમાં પહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. દરેક સેશનમાં તેઓ માટે અલગથી વેક્સિનેશન સાઈટ ફિક્સ કરવામાં આવશે. આ ઉપરાંત હાઈ રિસ્કવાળા લોકો માટે પણ અલગથી મોબાઈલ સાઈટ અને ટીમ તૈયાર કરવામાં આવશે.

કોરોના વાયરસ વેક્સિનેશનને જિલ્લા, બ્લોક અને આયોજન એકમોમાં તમામ ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ જ રજૂ કરવામાં આવશે. કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા ચૂંટણી પ્રકારે થશે એલે કે ચૂંટણી દરમિયાન જે રીતે વ્યવસ્થા કરવામાં આવે છે તે રીતે કરવામાં આવશે. દરેક વેક્સિન સાઈટ પર 5 વેક્સિન ઓફિસર હશે અને તેમાં એક સુરક્ષાકર્મી, એક અધિકારી વેટિંગ, એક વેક્સિનેશન અને એક ધ્યાન રાખવા માટે હશે.

પોલીસ, હોમગાર્ડ, નાગરિક સુરક્ષા, રાષ્ટ્રીય કેડેટ કોર, રાષ્ટ્રીય સેવા યોજના અથવા નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના ઓછામાં ઓછા એક વ્યક્તિની સાથે 1 વેક્સિનેશન અધિકારી હશે જે એન્ટ્રી ગેટ પર લાભાર્થીના રજિસ્ટ્રેશનની સ્થિતિની ચકાસણી કરશે. એક ડીજીટલ પ્લેટફોર્મ પર કોવિડ-19 વેક્સિનેશન ઈન્ટેલિજન્સ નેટવર્કનો ઉપયોગ વાસ્તવિક સમયના આધારે રસીકરણ માટે સૂચિબદ્ધ લાભાર્થીઓ અને કોવિડ-19 રસીને ટ્રેક કરવા માટે કરવામાં આવશે.

You cannot copy content of this page