માતાના છૂટાછેડા માટેની લડાઈમાં બે બાળકોએ આપ્યો સાથે ને જીત્યો જંગ

મા કોને વધારે પ્રેમ કરે છે તે વાતને લીધે બાળકો ઝઘડો કરતાં હોય છે. એવામાં છૂટાછેડા થયેલી માની જિંદગીમાં કોઈ અન્ય વ્યક્તિ આવતાં મુંબઈની શ્રેયા સોમાની ખૂબ જ ખુશ છે. શ્રેયાનો નાનો ભાઈ પણ આ વાતથી ખૂબ જ ખુશ છે. બંને જાણે છે કે, તેમની માના છૂટાછેડા થયા પછી સમાજ કેટલાં મેહણાં મારતું હતું.


સોની સોમાની 18 વર્ષની પણ નહોતી ત્યારે તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતાં. લગ્ન પછી જ ઘરેલું ઉત્પીડનનો શિકાર થતી હતી. થોડાક વર્ષોમાં તે બે બાળકો શ્રેયા અને સમીરની મા બની ગઈ હતી. તેમને લગ્યું કે, કદાચ હવે બધું સરખું થઈ જશે. પણ એવું થયું નહીં. પોતાના દારુડિયા પતિથી તેમને પ્રેમ નહીં પણ ઉત્પીડન મળતું હતું. અંતે તેમણે પોતાના બાળકો સાથે અલગ રહેવાનું નક્કી કરી લીધું હતું. જ્યારે તેમને આ નિર્ણય કર્યો ત્યારે તેમના સપોર્ટમાં કોઈ નહોતું.


બે નાના બાળકો સાથે તે જિંદગીના એવા પડાવ પર ઊભી હતી. જેમાંથી પસાર થતો રસ્તો ક્યાં જાય છે તેની ખબર નહોતી. પરિવાર અને સમાજ દૂરથી તમાશો જોતો હતો. સત્તર વર્ષીય શ્રેયાએ જણાવ્યું છે કે, લોકોને એવું લાગતું હશે કે, તે નબળા દિલની છે પણ તે સિંહણ છે. જે રીતે સિંહણ પોતાના બાળકોની રક્ષા કરે છે, મા અમારા માટે તે રીતે જ ઊભી રહે છે. તે હસતાં-હસતાં તેમની રાશિ પણ સિંહ છે.


સંઘર્ષનો રસ્તો પુરો થઈ ગયો છે. સારી શરૂઆત થઈ ગઈ છે. જોકે, અત્યારે સંઘર્ષની શરૂઆત હતી એટલે રસ્તામાં કાંટા હતાં. સોની પોતાના ચાર-પાંચ વર્ષના બંને બાળકોને લઈને કઠીન સફર પર નીકળી તો ગઈ હતી, પણ આગળ શું થશે તેની ખબર નહોતી?


શ્રેયાએ જણાવ્યું કે, મા જોબ કરવાની સાથે સ્ટડી પણ કરતી હતી. એવામાં ઘણીવાર એવું થયું કે, હું મારા ભાઈ અને મા ત્રણેય સાથે મોડી રાત સુધી પોતાની પરીક્ષાની તૈયારી કરતી હતીં. આજે સોની સોમાની હેલ્થ સેક્ટરમાં છે. તેમણે ઘણીવાર પોતાની જોબ માટે ટ્રાવેલ પણ કરવું પડે છે.


શ્રેયાનું કહેવું છે કે, અમે હંમેશા ઇચ્છતા હતાં કે, માની જિંદગીમાં કોઈ આવે, પમ મમ્મીને કોઈ પસંદ નહોતું. માનો પહેલાં લગ્નનો અનુભવ એટલો કડવો હતો કે, તેમને લાગતું હતું કે, દરેક પુરુષ તેમના પહેલા પતિ જેવો જ હોય છે. પણ અંતે તે દિવસ આવી જ ગયો જેની રાહ હું અને મારા ભાઈ જોતાં હતાં. મારો નાનો ભાઈ ઇન્ટ્રોવર્ટ છે એટલે તે મારી જેમ ખુલીને પોતાની ભાવનાઓ જીવી શકતો નથી, પણ જ્યારે માના લગ્ન થઈ રહ્યા હતાં ત્યારે તે તેમના ફોટો ક્લિક કરતો હતો.


બધાને ખબર છે કે, એકલી મહિલા અંગે સમાજ શું વિચારે છે. એવામાં સોનીને ખૂબ જ સહન કરવું પડ્યું હતું. પણ તે ખાસ વાત હતી કે, તેમણે પોતાના બાળકોને સાથે બધું શેર કર્યું હતું. બાળકોને પણ તે વાતનો અંદાજો હતો કે, મા કઈ રીતે ત્રણેયનો સામનો કરવો પડે છે. લોકો તેમની સેલેરીને અંગે કેવી કેવી વાતો કરે છે. તેમના વિશે કેવા ખરાબ વિચાર ધરાવે છે.


શ્રેયા કહે છે કે, દરેક કડવી વાત પણ અમે પોતાની સાથે શેર કરતાં હતાં. તેને મનમાં દબાવીને રાખતા નહોતા અને અલગ-અલગ રૂમમાં બેસીને રડતાં નહોતાં. અમારી જોડીની આ સૌથી મોટી ખાસિયત હતી. શ્રેયામાં આટલી સમજદારી ક્યાંથી આવી તે પૂછતાં તેણે જણાવ્યું કે, હું અને મારો નાનો ભાઈ ખૂબ જ નાના હતાં. જ્યારે ઘણીવાર અમે સ્કૂલ જવાની જગ્યાએ પોતાની મા સાથે કોર્ટમાં જતાં હતાં. મા એકલા છૂટાછેડા માટે રડતી હતી. અમે ધીરે-ધીરે સંબંધોને સમજવા લાગ્યા હતા. માના દિલમાં છુપાયેલું દુખ અનુભવવા લાગ્યું. અમે પડોશીઓની ભાષા સમજવા લાગ્યા હતાં. પણ આ બધાને લીધે અમારું મા સાથેનું બોન્ડિંગ સારું થતું ગયું.


સોની સોમાનીએ લગ્ન તરફથી માત્ર બે લોકોને જ સામેલ કર્યા હતાં. એક શ્રેયા અને બીજો સમીર, કોઈ સંબંધીએ આ લગ્નમાં સપોર્ટ કર્યો નહોતો. જ્યારે શ્રેયાએ સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા તો કેટલાક લોકોએ તેની ખૂબ જ પ્રસંશા કરી હતી. તો કેટલાક લોકોએ ના કહેવાનું કહ્યું હતું. એક યૂઝરે લખ્યું કે, વધારે ખુશ થવા અને ગર્વ અનુભવવાની જરૂર નથી, પણ શ્રેયાએ તેમને બધાને જડબાતોડ જબાવ આપ્યો અને કહ્યું કે, તમને આટલી બળતરા કેમ થઈ રહી છે.


ઇન્ડિયન સાઇકેટ્રિક સોસાયટી સાથે જોડાયેલી ડૉક્ટર રુમા ભટ્ટાચાર્ય જણાવે છે કે, આજે બાળકોની નજર બદલાઈ ગઈ છે. કોઈ જમાનામાં પેરેન્ટ્સ રિલેશનશિપ, સેક્સ સાથે જોડાયેલી બાબતો અંગે બાળકો સાથે ચર્ચા કરતાં નહોતાં આજે એવું નથી. આજે પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે કોમ્યુનિકેશન વધી રહ્યું છે. જેમાં કોઈ ખાસ વિષય પર વાતચીત કરવા માટે કોઈ ખચકાતું નથી. પેરેન્ટ્સ અને બાળકોના રિલેશનશિપમાં કોમ્યુનિકેશન સૌથી જરૂરી તત્વ છે.


જેને લીધે બંને એકબીજાને સારી રીતે સમજી શકે છે. આ સાથે જ ઇન્ટરનેટની ટેક્નોલોજીમાં આ દુનિયા પુરી થઈ ગઈ છે. જ્યાં બાળકોને પણ એવી ખબર છે કે, રિલેશનશિપની બાબતમાં વિદેશમાં લોકો કોઈ રીતે ઉદારવાદી વિચાર રાખે છે. મા અથવા પિતાની જિંદગીમાં કોઈ બીજુ સામેલ થવું તે પશ્ચિમી દેશોમાં સામાન્ય વાત છે.


શ્રેયા જણાવે છે કે, આજે બાળકોને સમજવાનું છે કે, જે રીતે તમને કોઈ સારું લાગે છે કોઈને પોતાનું બનાવવા માગે છે. તો એવી ફિલિંગ પેરેન્ટને પણ થઈ શકે છે. જોકે, પોતાની ફિલિંગને પેરેન્ટ નકારી દે તો, કેવું લાગશે. તે રીતે જ પેરેન્ટ્સની કોઈ ફિલિંગ સમજવી જરૂરી છે.