Only Gujarat

National

હનુમાનજીની 70 વર્ષ જૂની મૂર્તિને કરવી પડી વિસ્થાપિત, ખૂબ જ રોચક છે કારણ

જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણનું પહેલા ફેસનું કામ શરૂ થઈ ગયું છે. જી હા, પહેલા ચરણમાં જમીનને સમતલ કરવા અને બાઉન્ડ્રીવાળું બનાવવા માટે કરે છે. જેના માટે જેવરના રોહી ગામમાં આ કામ ચાલી રહ્યું છે. પણ આ કામની શરૂઆતના બે દિવસ પહેલાં કર્મચારીઓએ સામે મોટી સમસ્યા આવે છે. જી હાં કામ ચાલી રહ્યું છે. તે લગભગ 70 વર્ષ જૂની અને 20 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ લગાવી છે.


એવામાં કામ કરવા માટે મૂર્તિ હટાવવી જરૂરી હતી અને આ પછી તે ગામવાળાઓએ ભેગાં થઈને સંપૂર્ણ ધાર્મિક રીતિ-રિવાઝથી હનુમાનજીની મૂર્તિને હટાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, રોહી ગામમાં એરપોર્ટ માટે અધિગૃહિત જમીનથી હનુમાનજીની મૂર્તિને વિસ્થાપિત કરી દેવામાં આવી છે અને ગ્રામીણની માંગ મુજબ, પ્રશાસનિક ટીમે મૂર્તિને બનવારીવાસ ગામ તરફના ખેતરમાં ખેડૂતો પાસે રાખી દીધી છે. જ્યાં ગ્રામીણોએ વિધિ-વિધાનથી મૂર્તિ સ્થાપના કરશે.


ઉલ્લેખનીય છે કે, ક્રેનથી મૂર્તિને યજ્ઞ અને હવન દ્વારા બીજી જગ્યાએ વિસ્થાપિત કરી દીધી છે. વર્ષ 2024 સુધી જેવર એરપોર્ટથી પહેલી ફ્લાઇટની ઉડાન સેવા શરૂ થઈ જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેનું ભૂમિપૂજન કરશે તેની જાહેરાત કરી દીધી છે. વિસ્થાપિત કર્યા પહેલાં હવન અને યજ્ઞ, વિધિ વિધાન સાથે મૂર્તિને શિફ્ટ કરવામાં આવી હતી. કેટલાક ગ્રામિણે મૂર્તિને જેવર બારંગમાં સ્થાપિત કરવા માંગતા હતાં.


તો કેટલાક લોકો ગંગામાં વિસર્જન કરવાની માંગ કરતાં હતાં. વાતચીત કર્યા પછી મૂર્તિને બનવારીવાસ ગામના ખેતરમાં મૂકી દેવામાં આવી છે. ગામમાં અત્યારે મૂર્તિને વિસ્થાપિત કરી દેવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, રામનવમીના દિવસે અહીં વિધિ વિધાન સાથે પૂજા કરી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.


નવરાત્રીમાં થશે જેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ભૂમિપૂજન
મળતી માહિતી મુજબ પહેલાં ચરણમાં 1334 હેક્ટર જમીન પર એરપોર્ટનું નિર્માણ થશે. કુલ લગભગ 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચો થશે અને પહેલાં ચરણમાં 9 હજાર કરોડનું નિર્માણ કરવામાં આવશે. તો જેવર એરપોર્ટની ક્ષમતાની વાત કરીએ તો તે પહેલાં વર્ષે 1.2 કરોડ યાત્રીઓની ક્ષમતાથી લેસ હશે જેવર એરપોર્ટ અને પોતાના અંતિમ ચરણ એટ
લે કે, ચોથા ભાગમાં 7 કરોડની ક્ષમતાથી લેસ હશે આ એરપોર્ટ.


તો રિપોર્ટ મુજબ, જેવર એરપોર્ટ પર યાત્રીઓને ન્યૂયોર્ક જેવું ફિલ મળશે. જી હાં જેવર એરપોર્ટ વર્લ્ડ ક્લાસ થાય તે માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ માટે સારી કનેક્ટિવિટીથી મનોરંજનના સાધનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહીં સફર કરનારા લોકો હોંગકોંગ અને ન્યૂયોર્ક જેવું ફિલ કરી તેના પર જોર આપી શકે છે અને આશા છે કે, નવરાત્રીમાં તેનું ભૂમિપૂજનનું કાર્ય સંપન્ન થઈ જશે.


114 પરિવાર નાના રોહી ગામમાં વસ્યા
ઉલ્લેખનીય છે કે, જેવર એરપોર્ટ પ્રોજેક્ટને લીધે રોહી ગામના લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે અને ગ્રામીણોએ જેવરમાં બનવારી લાલબાગ પાસે નાની રોહી ગામ વસાવ્યું છે. અહીં અત્યારે 114 પરિવાર રહે છે. અહીં હનુમાનજીની મૂર્તિને પ્રતિસ્થાપિત કરવામાં આવી છે.


11,510 ઝાડનું નિકંદન થશે
જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ઝાડને કાપવામાં આવશે. આ ઝાડનું મેપિંગનું કામ શરૂ થઈ ગયું છે. આ પછી તેને દૂર કરવાનું અભિયાન શરૂ કરી દેવામાં આવશે. ગૌતમબુદ્ધ નગર વન વિભાગ પહેલાં જ એરપોર્ટની અધિકૃત જમીનમાંથી 11510 ઝાડ કાપવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, પહેલાં ચરણમાં માત્ર વૃક્ષો જ કાપવામાં આવશે. જેનું નિમાર્ણ કાર્ય માટે જરૂરી હશે અથવા ઉડાન પર અસર પડશે. અન્ય ઝાડને ચરણબદ્ધ રીતે પછી હટાવવામાં આવશે.


29 હજાર કરોડનો ખર્ચ થશે
જેવરમાં એરપોર્ટ માટે 6 ગામના 5926 ખેડૂતોની જમીન લેવામાં આવી છે. આ ગામમાં રેન્હેરા, રોહી, પારોહી, બનવારીવાસ, કિશોરપુર, દયાનતપુર ગામ સામેલ છે. લગભગ 1339 હેક્ટરમાં બનાવવામાં આવેલાં આ એરપોર્ટ પર લગભગ 29,500 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે.

You cannot copy content of this page