Only Gujarat

Bollywood FEATURED

Audiથી લઈને Jaguar સુધી, TVના કયા સ્ટાર્સ પાસે છે કઈ લક્ઝુરિયસ કાર?

મુંબઈઃ બોલિવૂડ સ્ટારની લાઇફસ્ટાઇલ વિશે દરેક લોકો જાણવા ઈચ્છે છે, પણ લગ્ઝુઅરીઅસ લાઇફસ્ટાઇની બાબતે ટીવી સ્ટાર્સ પણ બોલિવૂડ સ્ટાર કરતાં પાછળ નથી. અનેક ટીવી સ્ટાર પાસે દુનિયાની મોટી-મોટી બ્રાન્ડની કાર છે. જે લેટેસ્ટ કાર માર્કેટમાં આવે છે, તે ખૂબ જ જલદી તેમના કલેક્શનમાં જોવા મળે છે. અમે તમને જણાવીએ કે કયા સ્ટાર પાસે કઈ કઈ કાર છે.

શિવાંગી જોશી
ટેલિવિઝનની ફેમસ એક્ટ્રસ શિવાંગી જોશી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાનો રોલ પ્લે કરતી હતી. હાલમાં જ શિવાંગીએ ખુદ જેગુઆર કારનું લેટેસ્ટ મૉડેલ ખરીદ્યું છે. આ કારની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે.

દીપિકા કક્કડ
બિગબૉસ વિનર રહી ચૂકેલી દીપિકા કક્કડ પાસે બ્લૂ BMW કાર છે. તેમની પાસે એક રેડ કલરની પણ BMW X4 છે, જે તેમણે પતિ શોએબ સાથે મળી પહેલી એનિવર્સરી પર ખરીદી હતી.

પાર્થ સમથાન
કસૌટી જિંદગીના એક્ટર પાર્થ સમથાન પાસે મર્સિડીઝ બેન્ઝ કાર છે. વ્હાઇટ કલરની આ લગ્ઝુઅરીઅસ કારનો ફોટો તેમણે ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યો હતો.

મોનાલિસા
મોનાલિસા પાસે વ્હાઇટ ઑડી કાર છે. આ કારને ખરીદવાની ખુશી સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી.

You cannot copy content of this page