Only Gujarat

Bollywood

REELમાં એકબીજા માટે જીવ આપવા તૈયાર પણ વાસ્તવમાં આ સ્ટાર્સ વચ્ચે 36નો આંકડો

મુંબઈઃ ટીવીની દુનિયામાં અનેક એવી જોડીઓ હોય છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. લોકો એ જોડીઓને સાથે જ જોવા માંગે છે. ઑનસ્ક્રીન તો તેમની કેમેસ્ટ્રી ખૂબ જ જામે છે, પરંતુ ઑફસ્ક્રીન જરૂરી નથી કે બંને વચ્ચે સંબંધો સારા હોય. આજે અમે તેમને ટીવી સીરિયલ્સની આવી જ કેટલીક મશહૂર જોડીઓ વિશે જણાવીશું. જેમને એકબીજા સાથે બિલકુલ નથી બનતું, જે એકબીજા સાથે વાત કરવાનું પસંદ નથી કરતા.

દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલઃ બંને જ્યારે સ્ટાર પ્લસના સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં સાથે કામ કરતા હતા, ત્યારે કરણ સાથે દિવ્યાંકાને બિલકુલ બનતું નહોતું. લોકો એક તરફ બંનેની કેમિસ્ટ્રીની પસંદ કરી રહ્યા હતા, તો આ તરફ સેટ પર કરણ ખૂબ જ એટિટ્યૂડમાં રહેતા અને ઘણી વાર મોડા પહોંચતા હતા. આ કારણે બંને વચ્ચે ખૂબ જ કડવાશ હતી.

હિના ખાન અને કરણ મેહરા: બંનેએ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં મુખ્ય ભૂમિકા નિભાવી. દાયકાઓ સુધી લોકોએ એ જોડીને ખૂબ જ પસંદ કરી. પરંતુ અસલ જીંદગીમાં બંને સેટ પર અલગ-અલગ રહેતા હતા. ત્યાં સુધી કે વાત કરવાથી પણ કતરાતા હતા.

તોરલ રાસપુત્રા અને સિદ્ધાર્થ શુક્લ: સુપરહિટ સીરિયલ ‘બાલિકા વધૂ’ના મુખ્ય કિરદારના રૂપમાં લોકોએ તોરલ અને સિદ્ધાર્થની કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરી. બંને શરૂઆતમાં સારા મિત્રો હતો. પરંતુ એક વાર જ્યારે સીરિયલના હનીમૂન સીક્વન્સની શૂટિંગ માટે તેઓ કાશ્મીર ગયા હતા, ત્યારે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કાશ્મીરથી પાછા આવીને પણ બંને વચ્ચે અંતર બની રહ્યું.

રજત ટોકસ અને પરિધિ શર્મા: ઐતિહાસિક ધારાવાહિક ‘જોધા અકબર’માં જોધા અને અકબરનો કિરદાર નિભાવનાર પરિધિ અને રજત ટોકસને જરાય બનતું નહોતું. રજતને એવું લાગતું હતું કે તે પરિધિથી સીનિયર છે. તે સેટ પર પરિધિને હંમેશા ઈગ્નોર કરતા હતા અને તેની સાથે વાત નહોતા કરતા.

દીપિકા સિંહ અને અનસ રશીદ: લોકપ્રિય ધારાવાહિક ‘દીયા ઔર બાતી’માં બંનેની જોડીને લોકોએ ખૂબ વખાણી. બંને સારા મિત્રો હતા. પરંતુ એક વાર દીપિકાએ અનસને સૌની સામે થપ્પડ મારી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સના પ્રમાણે, અનસે દીપિકાને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. જેના કારણે દીપિકાએ હાથ ઉઠાવ્યો. આ ઘટના બાદ સેટ પર બંનેએ વાત કરવાનું બંધ કરી દીધું હતું.

You cannot copy content of this page