Only Gujarat

International

22 વર્ષની પ્રેમિકાના દર ચાર કલાકે પ્રેમી બદલે છે ડાયપર, બંને રહે છે એક જ ઘરમાં પરંતુ…

વોશિંગ્ટનઃ પ્રેમમાં પ્રેમી-પ્રેમિકા એકબીજા માટે કાંઈપણ કરી છૂટવા તૈયાર હોય છે. કહેવામાં આવે છે કે તેનાથી પ્રેમ સંબંધ વધુ સારા થાય છે. પરંતુ ઘણીવાર પ્રેમનો સંબંધ તમને અજીબ સ્થિતિમાં પહોંચાડી દે છે. આવી જ સ્થિતિ એક કપલે સોશિયલ મીડિયામાં શેર કરી. 22 વર્ષની પ્રેમિકાનું ધ્યાન તેનો પ્રેમી રાખે છે. પરંતુ એક એડલ્ટની જેમ નહીં, એક બાળકની જેમ. આ 22 વર્ષની પ્રેમિકાને પ્રેમી બોટલથી દૂધ પિવડાવે છે અને તેના ડાયપર પર બદલે છે. એટલે કે તેની 22 વર્ષની પ્રેમિકા ટોયલેટ માટે બાથરૂમ પણ નથી જતી. બંનેએ પોતાની લાઈફ સોશિયલ મીડિયા પર શેર કરી.

અમેરિકાના ઈન્ડિયામાં રહેતી 22 વર્ષની લેક્સી છેલ્લા એક વર્ષથી પોતાના ઘરમાં જ રહે છે. જ્યાં તેનું ધ્યાન તેનો પ્રેમી રાખે છે. લેક્સીને એવું લાગે છે કે 22 વર્ષની તેની બૉડીની અંદર 2 વર્ષની બાળકી રહે છે. લેક્સી પોતાના પ્રેમીને ડેડી બોલાવે છે.

લેક્સીનું કહેવું છે કે બંને વચ્ચે સેક્સ્યુઅલ સંબંધો નથી. તેનો બધો સમય તેની પ્રેમિકા માટે જમવાનું બનાવવામાં જ વીતી જાય છે. જે બાદ તે લેક્સી માટે પથારી કરે છે અને પછી તેના ડાયપર પણ બદલે છે. લેક્સીનું કહેવું છે કે જ્યારે તેનો પ્રેમી બીજા કામ કરે છે ત્યારે તે કાર્ટૂન જુએ છે.

લેક્સીનું કહેવું છે કે 22 વર્ષની ઉંમરમાં બાળકની જેમ રહેવું ઘણું સારું છે. જે 24X7 ડાયપર પહેરે છે, જેને તેનો પ્રેમી બદલે છે. પોતાનું આખા દિવસનું રૂટીન જણાવતા લેક્સીએ કહ્યું કે સવારે તેનો પ્રેમી ઉઠતા જ તેનું ડાયપર બદલે છે. સાથે જ તેને બોટલમાં દૂધ ભરીને પિવડાવે છે.

લેક્સના પ્રમાણે તેનો પાર્ટનર ખૂબ જ સપોર્ટિવ છે. તે તેને ડેટિંગ સાઈટ પર મળી હતી. જે બાદ બંને સાથે રહેવા લાગ્યા. પરંતુ બંનેને આ લાઈફસ્ટાઈલથી કોઈ સમસ્યા નથી. લેક્સીનું કહેવું છે કે, તેને પ્રેમીની કેરની આદત પડી ગઈ છે. તેનો પ્રેમી એકદમ માતા-પિતાની જેમ તેની સંભાળ રાખે છે. બંને ખૂબ જ ખુશ છે પરંતુ લોકોને આ થોડું અજીબ લાગે છે. પરંતુ તેનાથી એમને કોઈ ફેર નથી પડતો.

You cannot copy content of this page