Only Gujarat

Bollywood FEATURED

આ છે ‘કિન્નર બહુ’ની નાની બહેન, અદાઓ એવી કે ભલભલા આપી બેઠાં છે દિલ

મુંબઈઃ ટીવી રિઆલિટી શૉ ‘બિગબોસ’ની સીઝન 14માં દરેક સીઝનની જે પરિવારના લોકોને મળાવવામાં આવ્યાં છે. શૉમાં દરેક કન્ટેસ્ટન્ટને મળવા માટે કોઈને કોઈ આવ્યું, પણ સૌથી વધારે ચર્ચા ટીવીની નાની વહુ રુબીના દિલૈકની બહેન નૈના ઉર્ફે જ્યોતિકા દિલૈકની થઈ રહી છે. તેમનું ચર્ચામાં રહેવાનું કારણ તેમની સુંદરતા છે. નૈનાના ગયા પછી ટીવીની નાગિન એટલે કે જસ્મિન ભસીન કથિત બૉયફ્રેન્ડ અલી ગોનીએ રસપ્રદ રિએક્શન આપ્યા હતાં. પહેલીવાર તેને જોઈ તેમનું દિલ હારી ગયાં હતાં.

શૉના પરિવાર વીકમાં રુબિનાને મળવા તેમની બહેન નૈના આવી હતી. અહીં તેમણે દરેકને ઇમ્પ્રેસ કરી દીધા હતાં. તેમણે પોતાની બહેન રુબીને સારી રીતે સમજાવી અને તેમને દરેકને ઇમ્પ્રેસ કરી દીધાં. જ્યારે તે ઘરે ગઈ તો પરિવારના લોકો તેમની સુંદરતાના વખાણ કરવા લાગ્યા હતાં.

રુબીનાએ બહેનની સુંદરતા અંગે શૉમાં કહ્યું કે, ‘તેમની બહેન નૈના ઘરમાં સૌથી વધુ સુંદર છે.’ જેના પર અલી ગોનીએ રસપ્રદ રિએક્શન આપ્યું હતું. અલીએ તેમના ગયા પછી દોડતા-દોડતાં કહ્યું કે, ‘અરે યાર, નૈના ક્યારક વાત પણ કરી લો.’

કહેવામાં આવે છે કે, રુબીનાની બહેન જ્યોતિકા દિલૈક યૂટ્યુબ કોન્ટેન્ટ ક્રિએટર છે. રિપોર્ટ મુજૂ તેમણે બીટેક (ફૂડ ટેક) કર્યું છે. ટ્રાવેલિંગ અને કુકિંગ તેમની હોબીઝ છે.

જ્યોતિકાએ ‘બિગબોસ’ના ઘરે આવી રુબીનાની સુંદરતાના વખાણ કર્યાં અને તેમને શેરનીનું ટેગ આપ્યું. આ દરમિયાન રુબિના ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ હતી. જ્યોતિકા પોતાની બહેન અને જીજાજીના સપોર્ટામં ટ્વીટર પર પણ એક્ટિવ છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ વૈદ્ય જ્યારે અભિનવ શુક્લા માટે ‘નલ્લા’ શબ્દનો ઉપયોગ કર્યો હતો ત્યારે જ્યોતિકા વિરુદ્ધ ટ્વીટ કર્યું હતું. રાહુલ ઘરની બહાર ગયા પછી પણ જ્યોતિકાનું ટ્વીટ ચર્ચામાં હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘પપ્પૂને મમ્મીની યાદ આવી ગઈ એટલે ઘરેથી ભાગી ગયો. બીજા લોકોને કયા મોઢે નલ્લા કહે છે.’

તો અલી ગોનીની વાત કરીએ તો જેસ્મિન ભસીનના ઇવિક્શન પછી તે ચર્ચામાં છે. અલીએ નૈના અંગે જે વાત કરી છે તે મજાકમાં કહી હતી.

આ સાથે જ તે ટીવીની નાગીન એટલે કે જેસ્મિન ભસીન અંગે ખૂબ જ સિરિયલસ લાગી રહી છે.એક્ટ્રસના જવા પર અલી જે રીતે રડ્યો હતો. તેને સોશિયલ મીડિયા પર ફિમેલ ફેન ફોલોઇંગમાં જબરદસ્ત ફાયદો થયો હતો.

સીઝન 14માં અલી ગોની ખૂબ જ રસપ્રદ કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર છોકરીએ તેમના જેવો બૉયફ્રેન્ડ મળે તેવી પ્રાર્થના કરી રહી છે. રૂબીનાએ ‘શક્તિ એક અહેસાસ કી’માં કિન્નર બહુનો રોલ પ્લે કર્યો હતો.

You cannot copy content of this page