Only Gujarat

Bollywood

એન્જીનિયરિંગમાં હતાં માસ્ટર્સ પણ હવે બોલિવૂડમાં બનાવ્યું આગવું નામ!

મુંબઈઃ બોલીવુડ દેશ અને વિદેશથી આવેલા કલાકારોની દુનિયા છે. અહીં રોજ કોઈને કોઈ મોટો સ્ટાર બનવા માટે સંઘર્ષ કરતા રહે છે. આ કલાકાર અલગ-અલગ પ્રદેશ અને દેશની સાથે અલગ અલગ શિક્ષા લીધેલા પણ હોય છે. બોલીવુડમાં એવા બહુ ઓછા કલાકાર છે જે શરૂઆતથી જ અભિનય કે પછી ફિલ્મમેકરનો અભ્યાસ કરીને આવે છે. કેટલાક કલાકારો એવા છે જેણે અલગ-અલગ અભ્યાસ કર્યો છે અને પછી કલાકાર બન્યા. તેમાંથી એક એન્જીનિયરિંગ પણ છે. બોલીવુડના ઘણાં અભિનેતા-અભિનેત્રીઓએ એન્જીનિયરિંગનો અભ્યાસ કરતા અથવા તો તેના પછી ખૂબ નામ કમાયું છે. અમે તમને એવા જ કલાકારોથી રુબરુ કરાવીએ છે.

તાપસી પન્નુઃ આજના સમયની બોલીવુડની શાનદાર અભિનેત્રીઓમાંથી એક છે. તે દિલ્લીની રહેવાસી છે. તેણે દિલ્લીની તેગ બહાદુર ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આ સાથે જ તાપસી મોડેલિંગ કરતી હતી. જે બાદ તેને ફિલ્મોમાં મોકો મળ્યો. તે સાઉથની ફિલ્મોમાં પણ નજર આવી. તેની ડેબ્યૂ ફિલ્મ ‘ચશ્મે બદ્દૂર’ હતી.

સોનુ સૂદઃ હમણાથી સમાચારોમાં રહેતા અભિનેતા સોનુ સૂદે પણ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો. તેણે નાગપુરની યશવંતરાય ચવ્હાણ કૉલેજ ઑફ એન્જીનિયરિંગથી ઈલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કર્યો છે. સોનુ સૂદ સાઉથ સિનેમા અને બોલીવુડના શાનદાર કલાકારોમાંથી એક છે. દરેક ફિલ્મોમાં તેના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

વિક્કી કૌશલઃ વિક્કી કૌશલ પણ એન્જીનિયરિંગ કરી ચૂક્યો છે. તેણે મુંબઈની રાજીવ ગાંધી ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજીથી એન્જીનિયરિંગ કર્યું છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિક્કી કૌશલે નોકરી કરવાના બદલે ફિલ્મી દુનિયામાં જવાનો નિર્ણય કર્યો અને તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર બન્યા. આ વાત તે પોતાની ઈન્ટરવ્યૂમાં કહી ચુક્યા છે. મુખ્ય કલાકાર તરીકે વિક્કી કૌશલની ડેબ્યૂ ફિલ્મ ‘મસાન’ હતી.

કૃતિ સેનનઃ ‘બરેલી કી બર્ફી’, ‘લુકા છુપી’ અને ‘હાઉસફુલ 4’માં પોતાના અભિનયથી લાખો દર્શકોનું દિલ જીતી ચુકેલી કૃતિ સેનન પણ એન્જીનિયરિંગની વિદ્યાર્થિની રહી ચુકી છે. તેને ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. કૃતિ સેનનની બોલીવુડની ડેબ્યૂ ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રૉફની સાથે ફિલ્મ ‘હીરોપંતી’ હતી.

આર માધવનઃ એ વાત તો તેના તમામ ચાહકો જાણે છે કે તેણે કોલ્હાપુરથી ઈલેક્ટ્રોનિક્સ એન્જનિયરિંગનો અભ્યાસ કર્યો છે. આર માધવન એસીસીમાં મહારાષ્ટ્રના બેસ્ટ કેડેટ્સમાંથી એક હતા. માધવને પબ્લિક સ્પીકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. આમ છતા તેમણે અભિનયની દુનિયાને પસંદ કરી. આર માધવન ‘3 ઈડિયટ્સ’, ‘ગુરુ’, ‘રંગ દે બસંતી’ સહિતની ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે.

કાર્તિક આર્યનઃ પોતાની ફિલ્મોમાં તમામના દિલ જીતનાર કાર્તિક આર્યન ગ્વાલિયરના છે. તેણે મુંબઈમાંથી બાયોટેક્નોલૉજીમાં એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો છે. એન્જીનિયરિંગના ભણતરની સાથે કાર્તિકે અભિનયનો પણ કોર્સ કર્યો હતો. કાર્તિકની ડેબ્યૂ ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ હતી.

You cannot copy content of this page