Only Gujarat

Bollywood

આ લૅવિશ મેન્શનમાં વરુણ ધવન ફરશે સાત ફેરા, એક રાતનું ભાડું સાંભળીને કહેશો બાપ રે..!

મુંબઈઃ બોલિવૂડના હેન્ડસમ બેચલર વરુણ ધવન 24મીએ નતાશા દલાલ સાથે લગ્ન કરવાનો છે. વરુણ પંજાબી રીત રિવાજથી લગ્ન કરશે. આ લગ્નમાં 200 મહેમાનો હાજર રહેશએ. લગ્ન ધ મેન્શન હાઉસમાં યોજાશે. આ મેન્શન એકદમ આલીશાન છે.

વરુણ તથા નતાશા એકબીજાને લાંબા સમયથી ડેટ કરે છે. મેન્શન હાઉસમાં 25 રૂમ છે. ગાર્ડન તથા સ્વિમિંગ પૂલ છે. આ આખો મેન્શન સફેદ રંગથી રંગાયેલો છે. Cntravller.in વેબસાઈટ પ્રમાણે, આખો મેન્શન બુક કરાવો એટલે કે 25 એ 25 રૂમ બુક કરાવો તો એક દિવસનું ભાડું 4 લાખ રૂપિયા છે. આ મેન્શન સસાવાને બીચથી 10 મિનિટના અંતરે છે.

ધ મેન્શન હાઉસમાં સ્કાય ડે રૂમ્સ, કવ રૂમ્સ તથા પાલ કોર્ટ રૂમ જેવા વિવિધ કેટેગરીના રૂમ આવેલા છે. આ રૂમમાં સ્ટે કરીને તમે મૌસમની મજા માણી શકો છો. આ મેન્શનમાં પાંચ રેસ્ટોરાં છે. બ્રેક ફાસ્ટ માટે સિક્રેટ ગાર્ડન છે. જ્યારે ડિનર માટે પૂલસાઈડ કબાના કવ છે. અહીંયા તમે આરામથી પૂલની મજા લેતા લેતા ડિનર લઈ શકો છે.

ધ વેસ્ટ કોસ્ટ ટેરેસમાં તમે સનસેટની મજા માણીને ઈન્ટરનેશનલ ફૂડનો લુત્ફ ઊઠાવી શકો છે. લિવિંગ રૂમ તથા વરંડા બાજુ-બાજુમાં આવેલી રેસ્ટોરાં છે. આ બંને રેસ્ટોરાં પૂલસાઈડ છે. આ બંને રેસ્ટોરાં બપોરથી લઈ રાત્ર સુધી ખુલ્લી રહે છે.

વરુણ ધવન તથા નતાશા દલાલના વેડિંગ ફંક્શન ચાર દિવસ ધ મેન્શન હાઉસમાં યોજાશે. મહેંદી સેરેમનીથી લઈ રિસેપ્શન અહીંયા થશે. મુંબઈમાં ધવન પરિવાર ગ્રાન્ડ રિસેપ્શન આપશે.

You cannot copy content of this page