Only Gujarat

Bollywood

‘તારક મહેતા..’માં જાણો કોની ફી સૌથી વધારે? આ સીરિયલમાં આ બે કલાકારોની ફી છે સૌથી ઓછી

મુંબઈઃ હાલ તો કોરોનાને કારણે આર્થિક મંદી આવે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કોરોના કાળ ના હોત તો અત્યારે ખાનગી કંપનીના લોકો પોતાના અપ્રાઈઝલની આતુરતાથી રાહ જોતા હતાં. આ વર્ષે તો અપ્રાઈઝલ આવે તેવી શક્યતા ઓછી છે. જોકે, માત્ર ખાનગી કંપનીમાં જ નહીં પરંતુ સિરિયલમાં કામ કરતાં કલાકારોને પણ દર વર્ષે અપ્રાઈઝલ આપવામાં આવે છે. ગયા વર્ષે ‘તારક મહેતા..’ના કલાકારોને અપ્રાઈઝલ ઉપરાંત એક સરપ્રાઈઝ આપી હતી.

દર વર્ષે ઈન્ક્રિમેન્ટ થાય છેઃ સૂત્રોના મતે, ‘તારક મહેતા..’ના કલાકારોને દર વર્ષે અપ્રાઈઝલ આપવામાં આવે છે. ગયા વર્ષે અસિત મોદીએ નક્કીએ કર્યું હતું કે હવેથી સીરિયલના તમામ કલાકારોને મહિને 1.5 લાખ રૂપયા મળશે. કલાકારની ફી તે મહિનામાં કેટલા દિવસ શૂટિંગ કરે છે તેના પર આધારિત છે. કલાકારોને એપિસોડ દીઠ ફી આપવામાં આવે છે. મહિનાના અંતે દરેક કલાકારને અલગ અલગ ફી મળે છે. તે મહિનામાં કેટલા દિવસ કામ કરે છે તેના પર આ ફીનો આધાર છે.

પહેલી જ વાર કલાકારોને આપવામાં આવી હતી આ છૂટઃ અત્યાર સુધી ‘તારક મહેતા..’ના કલાકારો અન્ય સીરિયલમાં કામ કરી શકતા નહોતા. જોકે, ગયા વર્ષથી એવું નક્કી કરવામાં આવ્યું કે આ સીરિયલમાં કામ કરતાં કલાકારો બીજી સીરિયલ કે અન્ય પ્રોજેક્ટ્સમાં કામ કરી શકશે. જોકે, આન જાણ અગાઉથી મેકર્સને કરવાની રહેશે.

જાણો અપ્રાઈઝલ બાદ કોની કેટલી ફી વધી હતી?
દિલીપ જોષીઃ જેઠાલાલને ટીમમાં સૌથી વધુ ફી મળતી હોય છે. તેઓ સૌથી લોકપ્રિય કલાકાર હોવાથી તેમને ગયા વર્ષથી એક એપિસોડના દોઢ લાખ રૂપિયા મળવાના શરૂ થયા હતાં.

શૈલેષ લોઢાઃ સીરિયલમાં તારકનો રોલ પ્લે કરતાં શૈલેષ લોઢાને એક લાખ રૂપિયા ફી તરીકે મળ્યા હતાં.

મંદાર ચંદવાડકરઃ સીરિયલમાં મિસ્ટર ભીડે બનતા મંદારની ફી 80 હજાર રૂપિયા હતી.

અમિત ભટ્ટઃ સીરિયલમાં બાપુજીનો રોલ પ્લે કરનાર અમિત ભટ્ટને 70થી 80 હજારની વચ્ચે ફી મળવાની શરૂ થઈ હતી.

ગુરુચરણ સિંહઃ મિસ્ટર સોઢી એટલે કે ગુરુચરણ સિંહને 65-75 હજાર રૂપિયા ફી મળવાની શરૂ થઈ હતી.

તનુજ મહાશબ્દેઃ ઐય્યર એટલે કે તનુજ મહાશબ્દેને પણ ગુરુચરણ જેટલી જ એટલે કે 65-70 હજાર ફી મળતી હતી.

શરદ સાંકલાઃ સીરિયલના અબ્દુલ એટલે કે શરદ સાંકલા દરેક એપિસોડમાં જોવા મળતા નથી અને તેમનો રોલ પણ થોડીક જ વાર માટે આવે છે. આ જ કારણથી તેમને 35-40 હજાર પ્રતિ એપિસોડ મળતા હોય છે.

નિર્મલ સોનીઃ ઉલ્લેખનીય છે કે કવિ કુમાર આઝાદના નિધન બાદ હવે સિરિયલમાં ડો. હાથીનું પાત્ર નિર્મલ સોનીએ ભજવવાની શરૂઆત કરી હતી. નિર્મલ સોની સીરિયલમાં નવો હોવાથી તેને 20-25 હજાર રૂપિયા મળતા હતાં.

એક્ટ્રેસિસમાં માત્ર દયાભાભીની ફી વધારેઃ ‘તારક મહેતા’માં એક્ટ્રેસિસમાંથી માત્ર દયાભાભી એટલે કે દિશા વાકાણીની જ ફી વધારે હતી. અપ્રાઈઝલમાં પણ તેમને જ સૌથી વધુ ફાયદો થયો હતો. દયાભાભીને એપિસોડ દીઠ નહીં પરંતુ અઠવાડિયા પ્રમાણે પૈસા આપવામાં આવે છે. દિશાને અઠવાડિયાના 1.2 લાખ રૂપિયા મળતા હતાં. જો દિશા વાકાણી સીરિયલમાં કમબેક કરે તો તેને 50 હજારનો વધારો આપવાની વાત કરી હતી. એટલે જો તે સીરિયલમાં આવે તો તેને અઠવાડિયાના 1.70 લાખ રૂપિયા મળે. સીરિયલની અન્ય મહિલા કલાકારો એટલે કે બબિતા (મુનમુન દત્તા), કોમલભાભી (અંબિકા રંજનકર), મિસિસ સોઢી (જેનિફર મિસ્ત્રી), અંજલી ભાભી (નેહા મહેતા) તથા માધવીભાભી (સોનાલિક જોષી)ને પ્રતિ એપિસોડ 40-50 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

વાત હવે ટપુસેનાનીઃ સીરિયલમાં ટપુસેનામાં (ટપુ, ગોગી, સોનુ, ગોલી, પીન્કુ તથા સોનુ) છે. સીરિયલમાં ટપુનો રોલ રાજ ઉનડકટ પ્લે કરે છે. તે આ સીરિયલમાં નવો છે અને તેને 10-15 હજાર ફી આપવામાં આવે છે. સોનુ બનતી પલકને પણ આટલી જ ફી આપવામાં આવે છે. જ્યારે બાકીના બે ગોગી એટલે કે સમય શાહ તથા ગોલી બનતો કુશ શાહ અને પીન્કુ એટલે કે અઝહરને 20 હજાર રૂપિયા આપવામાં આવે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page