Only Gujarat

Bollywood

પતિ રીતિકથી અલગ થયા બાદ પૂર્વ પત્ની સુઝાન ને બે દીકરાઓ રહે છે આ આલિશાન ઘરમાં

મુંબઈઃ દુનિયાભરમાં કોરોનાનો હાહાકાર છે.રોજ હજારો લોકો આ મહામારીની ચપેટમાં આવી રહ્યા છે. ભારતમાં હવે સરકારે પૂરી રીતે અનલોકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ પોત-પોતાના કામ પર પરત ફર્યા છે. આવામાં સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. આ વચ્ચે ઋતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાનના ઘરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સુઝૈન ઋતિકથી છૂટાછેડા લીધા બાદ ગત 6 વર્ષથી પોતાના બંને દીકરા સાથે આ આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે, સુઝૈન ખાને પૂણેમાં પણ શાનદાર એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું.

41 વર્ષની સુઝૈન ખાન પ્રોફેશનલ લાઈફમાં સફળ રહી પરંતુ અંગત જીવનમાં ખુબ ઉતાર-ચડાવ આવ્યા. ઋતિક રોશન અને સુઝૈન ખાનના ડિવોર્સને છ વર્ષ થઈ ગયા છે. જો કે ડિવોર્સ બાદ પણ બંને સારા મિત્રો છે.

નોંધનીય છે કે બંનેએ વર્ષ 2014માં ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ વખતે બંનેને સૌથી વધુ ચિંતા પોતાના દીકરા રિહાન અને રિધાનની હતી.

આ ડિવોર્સની અસર તેમણે તેમના સંતાનો પર નથી પડવા દીધી. બંને ડિવોર્સ બાદ પણ સાથે નજર આવી રહ્યા છે, અને આજે પણ બંને બાળકો માટે અવારનવાર મળે છે અને પાર્ટી કરે છે.

અભિનેતા અને ફિલ્મમેકર સંજય ખાનની દીકરી હોવા છતાં સુઝૈને ક્યારેય અભિનયમાં હાથ અજમાવ્યો નથી. સુઝૈન એક પ્રખ્યાત ઈન્ટીરિયર ડિઝાઈનર છે.

બીજાના ઘર શણગારતી સુઝૈનનું મુંબઈમાં પણ એક આલીશાન ઘર છે, સુઝૈને ખુદ પોતાનું ઘર ડિઝાઈન કર્યુ છે.

અલગ અલગ સોફા તેમજ ફ્રેન્ચ વિંડોઝ સાથે સુઝૈનનું ઘર સજ્જ છે. 21માં માળે સુઝૈનનું ઘર છે, જેમાં છ રૂમ છે. ઘરની બાલ્કનીમાં ગ્રીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને નવી તેમજ એન્ટિક વસ્તુઓનું મિક્સ્ચર સુઝૈનના ઘરમાં જોવા મળે છે.

વિદેશથી કેટલીક વસ્તુઓ મગાવવામાં આવી છે. ઘરની દિવાલો પર સ્કેચ અને પેંટિગ્સ મુકવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ પેંટિગ્સને તેના બંને દીકરાઓએ તૈયાર કર્યા છે.

સુઝૈને એક ઈન્ટરવ્યૂમાં પોતાના કરિયરને લઈને વાત કરી હતી, ‘જ્યારે હું પાંચ વર્ષની હતી ત્યારથી જ ડિઝાઈનિંગ પ્રત્યે મારો લગાવ હતો.મારી માતા એ દિવસોમાં ઈંટીરિયર ડિઝાઈનિંગમાં ઉંડો રસ ધરાવતા હતા.હું તેમની સાથે જતી હતી, મને એ રંગોની દુનિયા ખુબ સારી લાગતી હતી. હું હંમેશા એ દુનિયાનો ભાગ બનવા માગતી હતી. અભિનય કરવો પણ એટલો જ અઘરો છે, પરંતુ હું ક્યારેય એ ક્ષેત્રથી આકર્ષિત નથી થઈ.’

સુઝૈન કહે છે દર અઠવાડિયે તેના માતાપિતા અને ભાઈ તેના ઘરે આવે છે અને ઘર હર્યુભર્યુ રહે છે, સુઝૈન અવારનવાર બાળકોની ખુશી માટે ઋતિક રોશન સાથે રજાઓ માણતી નજર આવે છે.

You cannot copy content of this page