કોણ છે ‘અનુપમા’? ‘બિગ બોસ’માં પણ લઈ ચૂકી છે ભાગ

રુપાલી ગાંગુલીની સિરિયલ ‘અનુપમા’ને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. સિરિયલમાં રૂપાલી ગાંગુલી એક એવી મહિલાનો રોલ પ્લે કરી રહી છે જે બંધનોમાં જકડાઈ ગઈ છે, પણ આ વચ્ચે અનુભવાય છે કે, તેનું પણ પોતાનું અસ્તિત્વ છે. ખુદની સેલ્ફ રિસ્પેક્ટ માટે તે પોતાના પતિ વિરુદ્ધ થઈ જાય છે અને દરેકનું દિલ જીતી લે છે.

‘અનુપમા’ની જર્ની રૂપા ગાંગુલી માટે ખૂબ જ ખાસ છે. તે જણાવે છે કે, ‘દર્શક આ સિરિયલને ખૂબ જ પસંદ કરી રહ્યા છે, ભારતીય દર્શકો સિવાય વિદેશમાં પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, પણ આ સિરિયલ રૂપાલી ગાંગુલીનો દીકરો જોતો નથી. આ અંગે રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે, ‘જ્યારે મારો દીકરો 7 વર્ષનો હતો ત્યારે મેં સિરિયલમાં વાપસી કરી હતી. એવામાં તે વિચારે છે કે મમ્મા તે વસ્તુથી દૂર કરી રહી છે.’

રુપાલીએ કહ્યું કે, ‘તેના સ્કૂલ ફ્રેન્ડ્સ- ક્લાસ ફ્રેન્ડ્સ અને તેમની મમ્મા ‘અનુપમા’ સિરિયલ જોવે છે, પણ રુદ્રાંશ આ શૉ જોતો નથી. તે કહે છે કે, ત્યાં મમ્માનો બીજા પરિવાર છે. તે અત્યારસુધી જાણતો નહોતો કે, તેમની મમ્મી એક એક્ટ્રસ છે પણ, મને ખબર છે કે, તે હવે મોટો થઈ ગયો છે અને તે આ સિરિયલ જરૂર જોશે. હું આ સિરિયલ અંગે ખૂબ જ ગર્વ અનુભવું છું. મને આ માટે ખૂબ જ મહેનત કરી છે.’

આ સિરિયલના પ્રોડ્યૂસર રજાન શાહી પહેલાં પણ રૂપાલી ગાંગુલી સાથે કામ કરી ચૂક્યા છે. 20 વર્ષ પહેલાં રૂપાલી ગાંગુલીએ પ્રોડ્યૂસર રાજન સાથે સિરિયલ ‘દિલ હૈ કી માનતા નહીં’ માં કામ કર્યું હતું. રૂપાલીએ જણાવ્યું કે, ‘તે સમયે ખૂબ જ ઇમેચ્યોર હતી અને રાજનને ખૂબ જ હેરાન કરતી હતી, પણ અત્યારે મારા પર ગર્વ અનુભવાય છે.’

આ પહેલાં એક્ટ્રસે જણાવ્યું હતું કે, ‘શૉ હિટ થયાં પછી તે ડબલ મહેનત કરી રહી છે.’ એવામાં તેમને પોતાના દીકરા અને પતિ માટે ઓછો સમય મળે છે. છતાં રૂપાલી ગાંગુલીનો પરિવાર ખૂબ જ સપોર્ટીવ છે.

સિરિયલ ‘અનુપમા’ TRP મામલે પણ ઘણાં સમયથી નંબર એક પર છે.

જેને લીધે રૂપાલી ગાંગુલી અત્યારે ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત ટીવી પર્સનાલિટી છે.

સ્ટાર પ્લસ ચૅનલ પર પ્રસારિત આ સિરિયલની કહાણી આડેધ ઉંમરના પતિ-પત્નીના સંબધ પર આધારિત છે. જેમાં પોતાના પતિ પર અતૂટ વિશ્વાર કરનારી અનુપમાને દગો મળે છે.

અનુપમાને જ્યારે જાણ થાય છે કે, તેમના પતિનું તેમની સેક્રેટરી સાથે અફેર છે ત્યારે તે ભાંગી પડે છે, પણ તે પોતાને સંભાળી લે છે. પછી તે પોતાના પરિવાર અને બાળકો માટે એક સશક્ત મહિલા તરીકે પોતાને ઢાળતી જોવા મળે છે.

અનુપમાનું આ કેરેક્ટર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. જેને ટીવીના પડદા પર એક્ટ્રસ રુપાલી ગાંગુલી પ્લે કરી રહી છે.

રૂપાલી ગાંગુલીનો જન્મ 5 એપ્રિલ 1977માં કોલકાતામાં થયો હતો. થિએટર એક્ટર રુપાલી જાણિતા ફિલ્મ ડિરેક્ટર અનિલ ગાંગુલીની દીકરી છે. તે બાળપણથી જ કલાની દુનિયા સાથે જોડાયેલી છે.

તેમણે વર્ષ 1985માં માત્ર 7 વર્ષની ઉંમરમાં ફિલ્મ ‘સાહેબ’માં કામ કર્યું હતું. આ પછી તે પોતાના પિતાની ફિલ્મ ‘બલિદાન’માં જોવા મળી હતી.

તેમણે વર્ષ 200માં ટેલીવિઝનની દુનિયામાં એન્ટ્રી કરી અને તેમની પહેલી સિરિયલ ‘સુકન્યા’ હતી. આ પછી તે ‘સંજિવની’ અને ‘ભાભી’ સિરિયલમાં જોવા મળી હતી.

આ પછી તેમણે ઘણી ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. તે વર્ષ 2006માં રિઆલિટી શૉ બિગબૉસની પાર્ટિસિપેન્ટ પણ રહી હતી.