શાહરૂખે પ્રિયંકાને પૂછ્યું હતું-મારી સાથે લગ્ન કરીશ? અભિનેત્રીઓ આવો આપ્યો હતો જવાબ

મુંબઈ: શાહરુખ ખાન ભલે આજે તેમનું લગ્નજીવન ખુશીથી જીવતા હોય, પણ એક સમય એવો હતો જ્યારે તેમની લાઇફમાં મોટી ઉથલ-પાથલ થઇ હતી. વર્ષ 2011માં ફિલ્મ ‘ડોન 2’ના શૂટિંગ દરમિયાન શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરાના અફેરના સમાચાર સામે આવ્યા હતા. રિપોર્ટ મુજબ બંનેની રિલેશનશિપને લીધે શાહરૂખ અને ગૌરી વચ્ચે એકબીજાને છૂટાછેડા આપવા સુધી સ્થિતિ ઉભી થઇ હતી. આમ તો 21 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2000માં મિસ ઈન્ડિયા કોમ્પિટિશન દરમિયાન શાહરૂખે સૌથી પહેલા પ્રિયંકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જેનો જવાબ સાંભળી શાહરુખ ખાન પણ ચોંકી ગયો હતો.

આ વાત વર્ષ 2000માં તે સમયની છે, જ્યારે પ્રિયંકા ચોપરા મિસ ઈન્ડિયા કોમ્પિટિશન પીજેન્ટમાં ટોપ ટેનમાં પહોંચી હતી અને શાહરુખ ખાન તે જુરીના મેમ્બર્સમાંથી એક હતા. આ દરમિયાન મલાઈકા અરોરા હોસ્ટ હતી.

ઇવેન્ટ દરમિયાન શાહરૂખે તે સમયે માત્ર 17 વર્ષની પ્રિયંકા ચોપરાનું પ્રેજન્સ ઑફ માઇન્ડ જાણવા માટે એક સવાલ કર્યો હતો. જોકે શાહરૂખ ખાને પહેલાં જ કહી દીધું હતું કે આ કાલ્પનિક સવાલ છે. ‌

પોતાના સવાલમાં શાહરૂખ ખાને પ્રિયંકા ચોપરાને પૂછ્યું કે, ‘શું તમે મારી સાથે લગ્ન કરશો? અઝહરુદ્દીન જેવા મહાન ક્રિકેટર સાથે, જેના નામે ઘણા રેકોર્ડ છે અને તેને દેશને ગૌરવવંતી કર્યો છે અથવા મારા જેવા એક હિન્દી ફિલ્મ સ્ટાર સાથે આ રીતે તમારી પાસે કાલ્પનિક લગ્નના સવાલમાં ગૂંચવવા ઉપરાંત બીજો કોઈ રસ્તો નથી.’

શાહરૂખ ખાનના આ સવાલનો જવાબ પ્રિયંકા ચોપડાએ જબરદસ્ત રીતે આપ્યો હતો. એક્ટર્સ એ કહ્યું હતું કે, ‘હું ભારતના કોઈ મહાન ખેલાડી સાથે લગ્ન કરીશ, કેમકે જ્યારે હું ઘરે પાછી આવું અથવા તે ઘરે આવે તો અમે એકબીજાને સપોર્ટ કરી શકીએ. હું તેમને તે જણાવીશ કે તમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હું પોતાના પતિ પર ખૂબ જ ગર્વ કરીશ, જેક મજબૂત અને મહાન વ્યક્તિત્વ હશે.’ પ્રિયંકા નો જવાબ સાંભળી શાહરુખ ખાન આશ્ચર્યમાં પડી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે આ કોમ્પિટિશનના 6 વર્ષ પછી બંનેએ સુપર ફિલ્મ ‘ડોન’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ હિટ થયા પછી સારુખ અને પ્રિયંકા ચોપરાની જોડીએ વર્ષ 2011માં ફિલ્મ ‘ડોન 2’માં પણ સાથે કામ કર્યું હતું.

ફિલ્મ ‘ડોન 2’માં બંને કામ કર્યા બાદ તેમના અફેરની ચર્ચાઓ વધી ગઈ હતી. ત્યાં સુધી કે આ વાત શાહરૂખ ખાનના ઘર સુધી પણ પહોંચી ગઈ હતી. બંનેના અફેર ના સમાચારને લીધે શાહરૂખ અને ગૌરી વચ્ચે મતભેદ પણ થયા હતા. ત્યાં સુધી સ્થિતિ વણસી હતી કે ગૌરી શાહરૂખ પાસેથી છુટાછેડા લેવા માંગતી હતી.

પ્રિયંકાને લીધે ગૌરી તેના પતિ શાહરુખ ખાનથી ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. આ પછી સારું કે ગમે તેમ કરી ગૌરીને મનાવી લીધી હતી. કહેવામાં આવે છે કે ગૌરી માની ગઈ પણ તેમને શાહરૂખને વોર્નિંગ આપી હતી કે ભવિષ્યમાં તે ક્યારેય પ્રિયંકા ચોપરા સાથે કામ કરશે નહીં. આ પછી બંને ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નહતા.

આમ તો પ્રિયંકા ચોપરાના ઇન્ડસ્ટ્રીમાં ઘણા સાથે લિંકઅપના સમાચાર સામે આવ્યા છે. જેમાં હરમન બાવેજા, શાહિદ કપૂર, અક્ષય કુમાર ઉપરાંત હોલિવૂડના એક્ટર ગેરાર્ડ બટલર સુધીના નામ જોડાઇ ચૂક્યા છે.

જોકે ડિસેમ્બર 2018માં પ્રિયંકા ચોપડા ખુદથી 10 વર્ષના નાના અમેરિકી સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ સાથે જોધપુરના ઉમેદ ભવન પેલેસ માં થયા હતા. આ પછી કપલે એક રિસેપ્શન પણ રાખ્યું હતું.

You cannot copy content of this page