Only Gujarat

Bollywood

સુશાંત સિંહ રાજપૂતને લઈને મિત્રએ કર્યાં અનેક ચોંકાવનારા ખુલાસા

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદ મામલો વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે. લોકોના મનમાં સવાલ છે કે અચાનક કેમ સુશાંતે આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યો તેની પાછળ શું છે કારણ. જો કે અનેક રિપોર્ટ્સમાં ડિપ્રેશન જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા પરંતુ ડિપ્રેશન પાછળનું કારણ શું હતું તે સ્પષ્ટ થઇ શક્યું નથી. હવે એક્ટરના નજીકના મિત્રોએ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં સુશાંતને લઇને વાત કરી અને અનેક મોટા ખુલાસા કર્યા છે.

સુશાંત સિંહ રાજપૂત એક આઉટસાઇડર વ્યક્તિ હતા. તેમનું બોલીવૂડ અને ટીવી સીરિયલ્સ સાથે જોઇ લેવા-દેવા ન હતા. તે બિહાર અને દિલ્હી સંઘર્ષ કરી મુંબઇ આવ્યા અને અહીં આવી ટીવીની ટોપ પ્રોડ્યુસર એકતા કપૂરની સીરિયલમાં કામ કર્યું. થોડા સમયમાં જ નંબર વન બની ગયા. ત્યારબાદ સીરિયલ્સને છોડી તેઓ ફિલ્મોમાં આવી ગયા.

માત્ર પાંચ વર્ષના ફિલ્મી કરિયરમાં સુશાંતે 12 ટોપ ફિલ્મોમાં કામ કર્યું જેમાંથી ત્રણ 100 કરોડની ક્લબમાં સામે થઇ ગઇ. બ્યોમકેશ, રાબ્તા, ધોની, છિછોરે, પીકે જેવી ફિલ્મોમાં મોટા મોટા પ્રોડ્યુસર્સ સાથે કામ કર્યું. હજુ બસ શરૂઆત થઇ હતી તેઓ માત્ર 34 વર્ષના હતા.

સુશાંતના નજીકના મિત્ર સંદીપ સિંહ તેના વિશે વાત કરતાં કહે છે કે તેઓ જ્યારે ટીવી સીરિયલ સરસ્વતી ચંદ્ર બનાવી રહ્યાં હતા ત્યારે તેમને ઓફર કરી હતી. ત્યારે તેઓ પવિત્ર રિસ્તાથી ખુબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. પરંતુ તેઓએ વાતચીત શરૂ કરી તો અનુભવ્યું કે આ યુવક હવે ફિલ્મો માટે છે ટીવી માટે નહીં.

એક્ટરના મિત્રો અનેક વખત તેના ઘરે આવજાવ કરતાં હતા. એ સમયે તેઓએ કહ્યું હતું કે જ્યારે તે સ્ટાર બની જશે ત્યારે મિત્રોની ફિલ્મ જરૂર કરશે. એ સમયે તે દવા લઇ રહ્યાં હતા તો તેઓએ પોતાના લો ફેઝ વિશે વાત પણ ડિસ્કસ કરી હતી.

એક્ટરના મિત્ર કહે છે કે સુશાંત સાથે ફિલ્મો છીનવાઇ ગઇ હતી. એવામાં તેમની પાછળ શું કારણ હશે એ તો તેઓને પણ ખબર નથી. ફેન્સ સુશાંત સિંહના સુસાઇડ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. છેલ્લા 5 વર્ષમાં 30થી 40 ફિલ્મો સુશાંતે પણ છોડી તેના પર પણ કોઇ ધ્યાન આપે.

લોકો ક્યાં ગ્રૂપિઝમની વાત કરી રહ્યાં છે એ ખબર નથી. સુશાંત આઉટસાઇડર હતા પરંતુ તેઓએ એકતા કપૂર, ધર્મા પ્રોડક્શન, યશરાજ, સાજિદ નડિયાદવાલા, નીરજ પાંડે અને દિનેશ પુજન જેવા લોકો સાથે કામ કર્યું અને 5 વર્ષમાં 12 ફિલ્મો આપી.

સાથે જ સુશાંતના મિત્રો સીબીઆઇ તપાસને લઇને કહે છે કે તેમાં કોઇ વાંધો નથી. દરેકનું માનવું છે કે સુશાંત આવું પગલું ક્યારે ભરી શકે નહીં આથી તટસ્થ તપાસ તો થવી જ જોઇએ. એ તપાસની એક પ્રક્રિયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે તેમના કોન્ટેક્ટમાં હતા તેમની પુછપરછ ચાલુ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page