Only Gujarat

International

યુવકના પ્રાઈવેટ પાર્ટ પર સાપે માર્યો ડંખ, યુવકે માંડમાંડ બચાવ્યો પોતાનો જીવ

બેંગકોકઃ સાપને જોઈ ભલભલાની હાલત બગડે છે. જરા વિચાર કરો કે તમે ટોયલેટમાં હોવ અને તમારા પ્રાઈવેટ પાર્ટ પર સાપ કરડે તો કેવી સ્થિતિ સર્જાશે. આવી જ ઘટના એક યુવક સાથે ઘટી, જેના ટોયલેટ સીટ પર બેસવાની સાથે જ 4 ફૂટ લાંબા સાપે તેના પ્રાઈવેટ પાર્ટ પર ડંખ માર્યો. જે પછી યુવક અને તેનો પરિવાર ડરી ગયો, યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

થાઈલેન્ડના પાટનગર બેંગકોકથી 20 કિ.મી. દૂર નોન્થાબુરી વિસ્તારમાં સિરાફોપ માસુકારત નામનો યુવક ટોયલેટમાં બેસ્યો કે તુરંત જ સાપે તેના પ્રાઈવેટ પાર્ટને દાંતો વડે પકડી લીધો. તેણે સાપને જોરથી પકડી અલગ કર્યો અને લોહી નીકળતા પ્રાઈવેટ પાર્ટને પકડી બહાર ભાગ્યો હતો. 18 વર્ષીય સિરાફોપને તેની માતાએ સંભાળ્યો.

પરિવારે એમ્બ્યુલન્સ બોલાવી તો પેરામેડિક્સ આવ્યા, તેઓ સિરાફોપને તાત્કાલિક બાંગ યેઈ હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે પહેલા લોહી નીકળતું બંધ કર્યું. હોસ્પિટલના ડૉક્ટર્સે સિરાફોપના પ્રાઈવેટ પાર્ટ પર 3 ટાંકા લીધા. તેને એન્ટીબાયોટીક દવાઓ પણ આપવામાં આવી જેથી સાપના ઝેરના પ્રભાવથી યુવકને બચાવી શકાય.

સિરાફોપે આ ઘટના ઘણી મીડિયા સંસ્થાઓ માટે રિક્રિએટ કરી દેખાડી હતી. તેણે કહ્યું કે,‘જેવો જ હું ટોયલેટ સીટ પર બેઠો કે તુરંત જ મારા પ્રાઈવેટ પાર્ટમાં પીડાનો અનુભવ થયો.

નીચે જોયું તો સાપ લટકી રહ્યો હતો. જે પછી બધી જગ્યાએ લોહી જ લોહી હતું.’ ઘરની તપાસ દરમિયાન સાપ ટોયલેટમાં જ હતો અને તે 4 ફૂટ જેટલો હતો. જેને પછી જંગલમાં છોડી દેવાયો હતો.

આ ઘટનાને કારણે પરિવારમાં ભયનો માહોલ હતો. જોકે યુવકની માતાએ કહ્યું કે,‘મને નથી ખબર કે સાપ ક્યાંથી આવ્યો, બની શકે તે પાઈપ લાઈનમાંથી જ આવ્યો હોય. મને ખબર છે કે સાપે મારા દીકરાને ડંખ માર્યો પરંતુ તે ઝેરી નહોતો.’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page