Only Gujarat

National

જાણો આજ સુધી કેમ કોઈ કરોડોના ખજાનાને કાઢવાની હિંમત કરી શક્યું નથી

તમે અનેકવાર ખજાનાઓ વિશે સાંભળ્યું અને વાંચ્યું હશે. અનેકવાર આ ખજાનાઓ ધરતીના પેટાળમાં હોય છે તો ઘણીવાર આ ખજાનાઓ સમુદ્રના ઉંડાણમાં આવેલા હોય છે. દુનિયાભરમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં અબજો રૂપિયાના ખજાનાઓ છૂપાયેલા છે. એવામાં કેટલાક ખજાનાઓ એવા છે જેના અંગે આપણી પાસે કોઇ માહિતી નથી. જ્યારે કેટલાક ખજાનાઓ એવા છે જેમના અંગે આપણને માહિતી છે પરંતુ આપણે ઇચ્છવા છતાં એ ખજાનાને કાઢી શકતા નથી.

એવો જ એક ખજાનો છૂપાયેલો છે હિમાચલપ્રદેશના એક સરોવરમાં. કહેવામાં આવે છે કે મંડીથી લગભગ 60 કિલોમીટર દૂર રોહાંડાના ગાઢ જંગલોમાં સ્થિત કમરૂનાગ સરોવરમાં અબજો રૂપિયાનો ખજાનો છૂપાયેલો છે પરંતુ આજ સુધી કોઇ એ ખજાનાને કાઢવાની હિંમત કરી શક્યો નથી. એનું કારણ ખૂબ ચોંકાવનારું છે.

વાસ્તવમાં અહી એક ખૂબ પ્રસિદ્ધ મંદિર છે અને આ મંદિર પાસે કમરૂનાગ સરોવર આવેલું છે. કહેવામાં આવે છે કે જે પણ ભક્ત મંદિરમાં દર્શન કરવા આવે છે તે આ સરોવરમાં સોના-ચાંદીના ઘરેણા અને રૂપિયા નાખે છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે. આ પરંપરાના આધાર પર એ માનવામાં આવે છે કે આ સરોવરમાં અબજો રૂપિયાનો ખજાનો છે. આ સરોવરમાં પડેતો ખજાનો દેવતાઓનો છે. માન્યતાઓ અનુસાર, આ સરોવરની દેખરેખ એક મોટો ખતરનાક નાગ કરે છે જે પણ આ ખજાનાને કાઢવાનો પ્રયાસ કરે છે તેને આ નાગ મારી નાખે છે. આ કારણ છે કે આજ સુધી કોઇએ ખજાનાને લેવાની હિંમત કરી નથી.

આ સરોવરમાં છૂપાયેલો ખજાના અંગે એવી માન્યતા છે કે આ સરોવર સીધું પાતાળ સુધી જાય છે અને એટલા માટે કોઇ પણ આ સરોવરમાં ઉતરવાની હિંમત કરતું નથી. લોકો અહી આવીને આશીર્વાદ માંગે છે અને ભગવાન તેમની તમામ ઇચ્છાઓ પુરી કરી દે છે તો ફરી આવીને અહી સોના અને ચાંદીના ઘરેણા ચઢાવે છે

You cannot copy content of this page