Only Gujarat

Bollywood

અડધી રાત્રે કરીનાની સાવકી દીકરીએ માણી પાર્ટી, ભાઈએ ભીડમાંથી આ રીતે બચાવી

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને તેમના ભાઈ ઇબ્રાહિમ અલી ખાનના કેટલાક ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.

સારા અલી ખાન અને ઇબ્રાહિમ પોતાના ફ્રેન્ડ્સ સાથે પાર્ટી અને ડિનર કરવા માટે આવ્યા હતા.

ત્યાં સારાની એક ઝલક મેળવવા માટે લોકોની મોટી ભીડ ભેગી થઈ ગઈ હતી.

એવામાં ભાઈ ઈબ્રાહીમ સારાને પ્રોટેક્ટ કરી ગાડીમાં બેસાડી ઘરે લઈ જતા જોવા મળ્યો હતો.

સારા અને ઇબ્રાહિમના આ ફોટો તે દરમિયાનના છે.

ફોટોમાં તમે જોઈ શકો છો કે, કોરોનાથી બચવા માટે સારા અને ઇબ્રાહીમે માસ્ક પહેર્યું છે.

સારા અને ઈબ્રાહીમની જોડી બી-ટાઉનના સૌથી કુલ ભાઈ-બહેનની જોડી છે.

ઘણીવાર આ બંને એકબીજા સાથે પાર્ટી કરતા અને ગુડ ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળ્યા છે.

સારા અલી ખાન તેની મા અમૃતા સિંહ જેવી દેખાય છે તો, ઇબ્રાહિમ એકદમ સેફ અલી ખાનની કોપી લાગે છે.

You cannot copy content of this page