Only Gujarat

Bollywood

સૈફ અલી ખાનની મા-બહેનને ગાળો આપતી હતી અમૃતા પછી જે થયું તે જાણીને તમને નવાઈ લાગશે

મુંબઈઃ દુનિયાભરમાં કોરોનાના કેસ દીવસેને દીવસે વધી રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકોનાં મોત થઈ રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને લીધે 3 મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોની જેવી રીતે બોલિવૂડ સ્ટાર પણ પોતાના ઘરમાં રહીને પરિવાર સાથે સમય પસાર કરી રહ્યાં છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા કેટલાક કિસ્સા સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે સૈફઅલી ખાન અને અમૃતાસિંહનો એક કિસ્સો સામે આવ્યો છે.

સૈફ અલી ખાને 1991માં તેના કરતાં 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડાં સમય પછી બંને વચ્ચે ઝઘડા શરૂ થયા અને સૈફ અલી ખાને કંટાળીને તલાક લીધા.

2004માં અલગ થયાં પછી 2005માં સૈફ અલી ખાને એક ઇન્ટર્વ્યૂમાં અમૃતા સાથે તલાક લેવાનું કારણ જણાવ્યું હતું. આ ઇન્ટર્વ્યૂ અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે. સૈફે ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, લગ્નના થોડાંક વર્ષો સુધી સંબંધ સારો હતો પણ પછી અમૃતાએ અમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. અમૃતા તેમની મા શર્મિલા ટૈગોર અને બહેન સોહા અને સબા સાથે ગાળાગાળી કરતી હતી. 13 વર્ષ સુધી અમૃતાને સહન કર્યા પછી સૈફ અલગ થઈ ગયો.

સૈફે ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, અમૃતાએ તલાકના બદલામાં 5 કરોડ રૂપિયાની માગ કરી હતી. અમૃતાને 2.5 કરોડ રૂપિયા દીધા હતા. બાકીના રૂપિયા અમૃતાને ધીમે ધીમે આપી રહ્યો છું. આ ઉપરાંત ઇબ્રાહિમ 18 વર્ષનો ના થઈ જાય ત્યાં સુધી અમૃતાને દર મહિને એક એક લાખ રૂપિયા આપીશ.

2004માં સૈફ અને અમૃતા અલગ થઈ ગયા હતા. તેમના તલાર માટે સૈફની ઇટાલિયન ગર્લફ્રેન્ડ રોઝાને જવાબદાર માનવામાં આવે છે પણ સૈફનો સંબંધ રોઝા સાથે પણ લાંબો ચાલ્યો નહી.

સૈફે ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે, તે બાળકોને પોતાની પાસે રાખવા ઇચ્છતો હતો પણ, પણ તેના માટે સતત લડવા માગતો નહતો. સૈફ, ‘જો તે દૂર જતો રહ્યો હોત તો અમૃતા તેમને સારાસિંહ અને ઇબ્રાહિમસિંહ કહેવા લાગેત’

‘‘મારા વૉલેટમાં દીકરા ઇબ્રાહિમનો ફોટો છે.’ દર વખતે તેને જોતો હતો અને રાતભર રડવું આવતું હતું. મને હંમેશા મારી દીકરી સારાની યાદ આવતી હતી. તેને મળવાની પરમિશન નથી. તેને પણ મારી પાસે આવવાની મંજૂરી નથી કે તે પણ મારી સાથે રહી શકે? કેમ કે મારી જિંદગીમાં કોઈ નવી મહિલા હતી, જે બાળકોને તેની મા વિરુદ્ધ ઉશ્કેરી શકતી હતી.’’

2007માં સૈફે કરીના કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આ બંનેએ એક-બીજાને લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કરી લીધા હતા.

ઓછાં લોકો જાણે છે કે, સૈફ અલી ખાને બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે 1991માં ફિલ્મ ‘બેખુદી’ સાઇન કરૂ હતી. ડાયરેક્ટ રાહુલ રવૈલે આ ફિલ્મનું ફર્સ્ટ શેટ્યૂલનું શૂટિંગ પણ સૈફ સાથે પૂરું કરી લીધું હતું. પણ પછી ડાયરેક્ટરે તેમને એવું કહીને બહાર કાઢી મૂક્યા કે, ‘તેમનું વર્તન અનપ્રેફેશનલ છે.’ પછી સૈફની જગ્યાએ કમલ સદાનાને લેવામાં આવ્યા હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page